36 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
ભારતમાં દરેક ખુશીના પ્રસંગે મીઠાઈ ખાવાની અને પીરસવાની પરંપરા છે. તહેવાર હોય કે કોઈપણ શુભ કાર્ય, દરેકની પ્રથમ પ્રતિક્રિયા તો એવી જ હોય છે – ‘કુછ મીઠા હો જાયે.’
એ વાત પણ પાક્કી જ છે કે કુદરતે પણ કોઈ ખુશીની એવી તક હશે, જ્યારે તેમણે માનવીને સૌથી મીઠી ભેટ તરીકે શેરડી આપી, પરંતુ કુદરત દ્વારા આપવામાં આવેલી મીઠાઈઓ અને આપણી મીઠાઈઓમાં મોટો તફાવત છે.
આપણે જે મીઠાઈઓ ખાઈએ છીએ એ કોઈપણના બ્લડશુગર લેવલને શૂટ કરી શકે છે અને તેમને બીમાર કરી શકે છે. જ્યારે શેરડી પૃથ્વી પર વરદાન સમાન છે. એ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ અસરકારક પણ છે. લિવર અને કિડનીના અનેક રોગોમાં પણ શેરડીનો રસ ફાયદાકારક છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના એન્ડોક્રોનોલોજી વિભાગના પ્રોફેસર અને મેટાબોલિક જેવા ક્રાંતિકારી પુસ્તકના લેખક ડો. રોબર્ટ લસ્ટિગ ઓગસ્ટ 2011માં ગૂગલની ઓફિસમાં લેક્ચર આપી રહ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં તેમણે રૂમમાં હાજર લોકોને પૂછ્યું, “કુદરત દ્વારા આપવામાં આવેલી સૌથી મીઠી વસ્તુ શું છે?” દેખીતી રીતે દરેકનો એક જ જવાબ હતો – “શેરડી.”
પછી ડૉ. લસ્ટિગે પૂછ્યું, “શું તમે જાણો છો કે શેરડી કેટલી મીઠી હોય છે?” Googleમાં કામ કરતા વિશ્વના સૌથી ટોપ માઈન્ડસે જવાબ આપ્યો, 100%.
ડૉ. લસ્ટિગ હસવા લાગ્યા અને કહ્યું, “ના. માત્ર 15%. બાકી ફાઇબર છે. પ્રકૃતિ ખૂબ બુદ્ધિશાળી છે. તેણે બનાવેલી સૌથી મીઠી વસ્તુ, તેણે મીઠાઈ કરતાં વધુ ફાઇબર આપ્યા, કારણ કે પ્રકૃતિમાં કોઈ સરપ્લસ નથી. તે જાણે છે કે શરીરને શું જોઈએ છે.
આજે ‘ તબિયતપાણી‘માં આપણે શેરડી વિશે વાત કરીશું. તમે એ પણ શીખી શકશો કે
- શું શેરડીમાં ખાંડ સિવાય બીજું કંઈ છે?
- કિડની અને લિવરની સાથે કયા રોગોમાં ફાયદાકારક છે?
- શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે?
ઉનાળામાં ઠંડા પીણાને બદલે શેરડીનો રસ પીવો
ધોમધખતા તડકામાં ગળું સુકાઈ જાય છે ત્યારે તરસ છીપાવવા માટે કંઈક શોધવાનું મન થાય છે. મોટા ભાગના લોકો કોલ્ડ ડ્રિંક્સ અથવા શુગરી ડ્રિંક્સ શોધે છે, પરંતુ આ આર્ટિફિશિયલ ડ્રિંક્સ તમને બીમાર કરી શકે છે.
આ ઉનાળામાં નક્કી કરો કે જ્યારે તમારું ગળું સુકાઈ જશે ત્યારે તમે શેરડીનો રસ પીશો. એનાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી તો મળશે જ, સાથે-સાથે તમારું શરીર પણ હાઇડ્રેટેડ રહેશે. એની સૌથી સારી વાત એ છે કે શેરડીના તાજા રસ માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી.
ચાલો ગ્રાફિકમાંથી શેરડીના મુખ્ય ફાયદાઓને સમજીએ-

શેરડીમાં શુગરની સાથે ફાઇબર પણ હોય
શેરડી એટલી મીઠી હોય છે કે મોટા ભાગના લોકો માને છે કે એમાં માત્ર શુગર હોય છે, પરંતુ આ એક દંતકથા છે. સત્ય એ છે કે શેરડીમાં લગભગ 70-75% પાણી, 10થી 15% ફાઈબર અને સુક્રોઝના રૂપમાં માત્ર 13થી 15% ખાંડ હોય છે.

શેરડીના રસમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક સંશોધન મુજબ શેરડીના રસમાં ફેનોલિક અને ફ્લેવોનોઈડ્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે. આ એન્ટીઑક્સિડન્ટ્સ એને ખૂબ ફાયદાકારક બનાવે છે.
શેરડીનો રસ અન્ય શુગરી ડ્રિંક્સની જેમ પ્રોસેસ થતો નથી, તેથી એમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ રહે છે.
લિવરના રોગમાં ફાયદાકારક છે
- નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, શેરડીનો રસ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવાથી લિવરની કામગીરીમાં મદદ કરે છે.
- એમાં રહેલું આલ્કલાઈન શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવી રાખે છે, જે કમળામાં મદદરૂપ સાબિત થાય છે.
- કમળાની સારવાર માટે આયુર્વેદ અને યુનાની પદ્ધતિમાં લાંબા સમયથી શેરડીના રસનો ઉપયોગ કરવામાં આવે છે.
નીચેના ગ્રાફિકમાં શેરડીમાં જોવા મળતાં તત્ત્વોની વિગતો જુઓ.

પાચનતંત્રની કામગીરીમાં મદદ કરે છે
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, શેરડીના રસમાં રહેલું પોટેશિયમ આપણા પેટના પીએચ લેવલને સંતુલિત કરે છે. એમાં ફાઈબર પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, તેથી એ આપણી પાચનતંત્રની કામગીરીમાં મદદ કરે છે.
કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
શેરડીનો રસ મૂત્રવર્ધક છે. એ કિડનીને લોહીમાંથી ઝેર અને ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. એમાં પાણીની હાજરી પણ કિડનીની પથરીને દૂર કરવામાં મદદરૂપ છે. જો એમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરવામાં આવે તો એ કિડની માટે સૌથી ફાયદાકારક પીણું બની જાય છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે: શેરડીમાં રહેલું વિટામિન સી અને એન્ટીઑક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટ્સ ફ્લેવોનોઈડ્સ અને ફિનોલિક્સ પણ કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.
એ ગર્ભાવસ્થા દરમિયાન ફાયદાકારક છે
શેરડીનો રસ પોષણથી ભરપૂર હોવાથી ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એમાં સગર્ભા સ્ત્રીની જરૂરિયાત મુજબ ફોલિક એસિડ, બી-કોમ્પ્લેક્સ, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, તેથી એ કોઈપણ પેક્ડ જ્યૂસ કરતાં ઘણું સારું છે.
એન્ટી એજિંગ ગુણધર્મો ધરાવે છે
શેરડીમાં રહેલા શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ્સ એને વૃદ્ધત્વ વિરોધી બનાવે છે. આ ઉપરાંત એ તમને હાઇડ્રેટેડ રાખે છે, જેના કારણે ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ અને નરમ રહે છે. એમાં હાજર ગ્લાયકોલિક એસિડ ત્વચાની ચમક જાળવી રાખે છે.
સરકારી પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ, વારાણસીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડોક્ટર અજય કુમાર કહે છે કે શેરડીના એન્ટી એજિંગ ગુણોને કારણે આયુર્વેદમાં એને યુવા-રક્ષાનો રસ કહેવામાં આવે છે.

જો તમને ડાયાબિટીસ હોય તો શેરડીનો રસ ઓછો પીવો
અમેરિકન હાર્ટ એસોસિયેશન મુજબ, એક પુરુષે 9 ચમચીથી વધુ મીઠાઈઓ ન ખાવી જોઈએ અને સ્ત્રીએ એક દિવસમાં 6 ચમચીથી વધુ મીઠાઈ ન ખાવી જોઈએ. જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર અનુસાર, એક કપ (240 મિલી) શેરડીના રસમાં 50 ગ્રામ ખાંડ હોય છે. આ લગભગ 12 ચમચી ખાંડની સમકક્ષ છે.
શેરડીનો રસ ફાઈબરનો સારો સ્ત્રોત છે. એનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે, પરંતુ શેરડીનો ગ્લાયકેમિક ભાર વધારે છે, તેથી બ્લડશુગરનું લેવલ ઝડપથી વધી શકે છે, આથી ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ ઓછો પીવો જોઈએ.
જોકે કેટલાક અભ્યાસો ડાયાબિટીસના દર્દીઓ માટે શેરડીના રસને ખૂબ હાનિકારક માનતા નથી, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ એને પીતા પહેલાં તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.