નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
રૂની મીઠાઈઓ, હવાની મીઠાઈઓ, બુઢિયાં કે બાલ, કોટન કેન્ડી…આપણે બધાએ બાળપણમાં આ મીઠાઈઓ ખાધી જ હશે. આજે પણ બાળકો આ મીઠાઈ ખાવા આતુર હોય છે.
આ ગુલાબી અને લાલ રંગની કોટન કેન્ડી મોંમાં એવી રીતે ઓગળી જાય છે કે જેમ બલૂનમાંથી હવા નીકળી જતા બલૂન જાણે અદૃશ્ય થઈ જાય છે.
પાર્ટી અથવા કોઈપણ ફંક્શનમાં બાળકોને આકર્ષવા માટે વિક્રેતાઓ કોટન કેન્ડી માત્ર ગુલાબી જ નહીં પણ લીલી, સોનેરી પીળા રંગમાં પણ બનાવે છે.
19મી સદીમાં, બે દંત ચિકિત્સકોએ એક મશીન બનાવ્યું જેમાં ગરમ કરેલી ખાંડને ફેરવવામાં આવે તો તે કોટન કેન્ડીનું સ્વરૂપ લે છે. ત્યારથી, કોટન કેન્ડી લગભગ 125 વર્ષથી વધુ સમયથી છે. બાળકોને આકર્ષતી આ કોટન કેન્ડી અંગે હાલમાં અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
તમિલનાડુ અને પુડુચેરીમાં કોટન કેન્ડીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આજના ‘ટેકઅવે’માં જાણીશું કે, કોટન કેન્ડી પર શા માટે પ્રતિબંધ છે, તેમાં કયાં કયાં ઝેરી તત્ત્વો જોવા મળે છે, સ્વાસ્થ્ય પર તેની કેવી ઘાતક અસર થાય છે.
પુડુચેરીના લેફ્ટનન્ટ જનરલ તમિલિસાઈ સૌન્દરરાજને ઈન્સ્ટાગ્રામ પર લોકોને કોટન કેન્ડી ન ખરીદવાની અપીલ કરી, ખાસ કરીને બાળકોને. તેમણે કેન્ડીમાં મળી આવતાં ઝેરી તત્ત્વો વિશે ચેતવણી આપી હતી.
માત્ર કોટન કેન્ડી જ નહીં, શક્કરિયાને ચમકદાર બનાવવા માટે તેમાં રોડામાઇન- બી કેમિકલ પણ ઉમેરવામાં આવે છે. તે લાલ મરચાના પાવડર સાથે પણ આડેધડ રીતે મિશ્રિત કરાય છે.
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવા બદલ સજાની જોગવાઈ છે. સમયાંતરે દરોડા પાડવામાં આવે છે, નમૂના લેવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે, ભેળસેળવાળો માલ જપ્ત કરવામાં આવે છે અને દંડ પણ વસૂલવામાં આવે છે.