2 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
આજકાલ બાળકોનું જીવન ઘરેથી શાળા અને શાળાથી ટ્યુશન સુધી મર્યાદિત થઈ ગયું છે. ટાઈટ શેડ્યૂલના કારણે બાળકોને સ્વતંત્ર રીતે રમવા માટે પૂરતો સમય મળી શક્તો નથી. તેમજ માતા-પિતા પણ પોતાની વ્યસ્તતાના કારણે બાળકોને સમય આપી શક્તા નથી. તેવામાં ઉનાળું અને શિયાળું વેકેશન બાળકો અને માતા-પિતા બંને માટે એક સાથે સમય વિતાવવાનો એક સારો વિકલ્પ છે.
આમ તો વેકેશન આરામ કરવાનો અને આનંદ-મસ્તી કરવાનો સમય છે પરંતુ શીખવાની પ્રક્રિયા ક્યારેય બંધ ન થવી જોઈએ. બાળકોને સ્વિમિંગ, સિંગિંગ, ચિત્રકામ, ડાન્સ સહિતની ઈત્તર પ્રવૃત્તિઓ શીખવવા માટે તો વર્ગોમાં મોકલી શકાય છે. પરંતુ કેટલીક બાબાતો એવી પણ હોય છે, જેને માતા-પિતાએ જાતે બાળકોને શીખવવાની જરુર હોય છે.
તો આ ઉનાળુ વેકેશનમાં બાળકોને કોઈ એક્સ્ટ્રા ક્લાસીસમાં મોકલવાના બદલે તેમની સાથે જાતે સમય વિતાવીએ એને ઘરે જ કેટલીક સારી ટેવો પાડીએ.
તેથી, આજે ‘રિલેશનશિપ‘ કોલમમાં આપણે વેકેશનનો બાળકો કેવી રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે તે વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- વેકેશનમાં બાળકોને કઈ સારી ટેવો શીખવવી જોઈએ?
- વેકેશન દરમિયાન બાળકોના ઉછેરમાં કેવા પ્રકારની ભૂલો ન કરવી જોઈએ?
વેકેશન દરમિયાન બાળકોને સારી ટેવ શીખવો
રજાઓ દરમિયાન બાળકોને વાંચવા માટે થોડો સમય મળે છે. તેવામાં આ દરમિયાન માતા-પિતા બાળકોને તેમના ફ્રી સમયમાં કેટલીક સારી ટેવો શીખવી શકે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી સમજીએ-

ચાલો, ઉપર આપેલા મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરીએ.
સવારે વહેલા ઉઠીને યોગ અને કસરત કરવી
બાળકને સવારે વહેલા ઉઠીને યોગ અને કસરત કરવા માટે પ્રોત્સાહિત કરો. શરીર અને મગજ માટે યોગ અને કસરતના ફાયદાઓથી બાળકને અવગત કરાવો. કસરત બાળકને ઉર્જાવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સફાઈ અને ઘરકામમાં મદદ કરવી
બાળકોને રમકડાં, પુસ્તકો, કપડાં સહિતની વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખવાનું શીખવો. તેમને ભોજન પીરસવું, ટેબલ સાફ કરવું સહિતના ઘરના નાના-મોટા કામમાં મદદ કરવા માટે પ્રોત્સાહિત કરો.
તેનાથી બાળકોમાં જવાબદારીની ભાવના વિકસશે. સાથે જ ઘરને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેકની છે તેવી સમજણ ઉભી થશે. ઉપરાંત સાફ-સફાઈ શા માટે મહત્વના છે અને તે સ્વસ્થ રહેવા માટે કેવી રીતે મદદ કરે છે તે અંગે બાળકોને માહિતગાર કરો.
ગાર્ડનિંગ કરવું
બાળકોને છોડને પાણી દેવું, ખાતર આપવું અને કાપણી કરવા સહિતની સારસંભાળ રાખવાનું શીખવો. તેમને જૂદા-જૂદા છોડ અને ફૂલો વિશે માહિતી આપો. તેમને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવો અને પર્યાવરણનું મહત્વ સમજાવો. ગાર્ડનિંગથી બાળકોમાં કાળજી રાખવાની ભાવના, ધીરજ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમની ભાવનાનો વિકાસ થાય છે.
સારા પુસ્તકો, મેગેઝિન કે છાપાં વાંચવા
બાળકને દરરોજ થોડો સમય વાંચવા માટે પ્રોત્સાહિત કરો. તેની ઉંમર અને રુચિ મુજબ પુસ્તકો, મેગેઝિન અથવા અખબારો વાંચવા માટે આપો. વાંચન બાળકમાં કલ્પનાશક્તિ અને ભાષા કૌશલ્યનો વિકાસ કરે છે.
મનપસંદ પ્રવૃત્તિઓમાં મુક્તપણે ભાગ લેવા દો
બાળકને રમતગમત, ચિત્રકામ, સંગીત, ડાન્સ જેવી મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો. તેને પોતાની પ્રતિભા વિકસાવવામાં અને નવી બાબતો શીખવામાં મદદ કરો. તેનાથી તેના આત્મવિશ્વાસ અને સર્જનાત્મક્તામાં વધારો કરવામાં મદદ મળશે.

રસોઈ કરવી
બાળકને સરળ અને હેલ્ધી વાનગીઓ બનાવતા શીખવો. તેને બધા ખાદ્યપદાર્થો અને મસાલાઓ વિશે જાણકારી આપો. રસોઈ એ એક આવશ્યક કૌશલ્ય છે. તે બાળકને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે.
બચતનું મહત્વ
બાળકને પૈસા બચાવવાનું મહત્વ સમજાવો. તેને એક પિગી બેંક આપો અને તેની પોકેટ મનીમાંથી થોડા પૈસા બચાવવા પ્રોત્સાહિત કરો. બાળકોને શીખવો કે, બચત તેને પોતાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં અને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે. આ ટેવ તેને ભવિશ્યમાં વધુ સારા નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરે છે.
ટાઈમ મેનેજમેન્ટ
બાળકોને સમયનું મહત્વ શીખવો. પોતાના કામો સમયસર પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરો. સફળ થવા માટે ટાઈમ મેનેજમેન્ટના મહત્વ અંગે માહિતગાર કરો. તેનાથી બાળકમાં શિસ્ત અને જવાબદારીની ભાવનાનો વિકાસ થાય છે.
બેઝિક ફર્સ્ટ-એડ
બાળકોને પ્રાથમિક સારવાર વિશે જણાવો. ઘા સાફ કરવા, પાટો લગાવવો, સામાન્ય દાઝી જવાની સ્થિતિમાં કેવી રીતે સારવાર કરવી તે શીખવો. તેમજ ઈમરજન્સીમાં શું કરવું તે પણ જણાવો. તેનાથી ઈમરજન્સીની સ્થિતિમાં તે યોગ્ય પગલાં લઈ શકશે અને પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત થશે.
દિનચર્યા ડાયરીમાં નોંધો
બાળકને તેની દિનચર્યા અને અનુભવો ડાયરીમાં લખવા માટે પ્રોત્સાહિત કરો. ડાયરી લખવાથી યાદોને સાચવવા અને વ્યક્તિગત વિકાસને ટ્રેક કરવામાં મદદ મળી શકે છે તેવું સમજાવો. ડાયરી લખવાથી બાળકમાં આત્મ-નિરીક્ષણ અને ભાવનાઓને સમજવાની ક્ષમતાઓનો વિકાસ થાય છે.
વેકેશન દરમિયાન બાળકોની સંભાળ રાખતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
સિનિયર સાયકાયટ્રિસ્ટ ડૉ. વિનય મિશ્રા કહે છે કે, ઉનાળુ વેકેશનમાં બાળકની સંભાળ રાખતી વખતે માતા-પિતાએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

ઉનાળામાં બાળકોનું ખાસ ધ્યાન રાખો
ઉનાળાના વેકેશન દરમિયાન બાળકને સવારે 10 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે બહાર લઈ જવાનું ટાળો કારણ કે આ સમયે સૂર્યનો તાપ ખૂબ જ તીવ્ર હોય છે. જો તમારે કોઈ કારણસર બહાર જવું પડે તો તમારા બાળકને તડકાથી બચાવવા માટે ટોપી, ચશ્મા અને આખી બાંયના આરામદાયક કપડાં પહેરાવો.
બાળકને પુષ્કળ પાણી પીવડાવો, જેથી તેના શરીરમાં પાણીની ઉણપ ન રહે. ઉપરાંત તેના આહારનું ખાસ ધ્યાન રાખો. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડને બદલે ફળો અને શાકભાજી ખવડાવો. વધુ પડતું તળેલું ભોજન ખાવાનું ટાળો. બાળકને નિયમિતપણે નવડાવો અને હંમેશા સ્વચ્છ કપડાં પહેરાવો. આ સાથે તેને ઉનાળામાં થતા જોખમો વિશે પણ જણાવો.