શું તમે જાણો છો કે લાઇટ બલ્બ કોણે બનાવ્યો? બધા જાણે છે, થોમસ આલ્વા એડિસન. શું તમે જાણો છો કે ટેલિફોનની શોધ કોણે કરી હતી? સરળ, ગ્રેહામ બેલ દ્વારા.
.
પરંતુ શું તમે જાણો છો કે રેફ્રિજરેટરની શોધ કોણે કરી હતી?
આના જવાબમાં, જો તમારા મગજમાં કોઈ પ્રખ્યાત પુરુષ વૈજ્ઞાનિક અથવા શોધકનું નામ આવી રહ્યું છે તો તમે ખોટા છો. આ શોધ એક સામાન્ય ગૃહિણી દ્વારા કરવામાં આવી હતી જે આઇસ બોક્સથી પરેશાન હતી. તમારી રોજિંદી જરૂરિયાતોથી લઈને પ્રથમ ચંદ્ર ઉતરાણ સુધી, એવી ઘણી વસ્તુઓ છે જેની શોધ સ્ત્રી દ્વારા કરવામાં આવી છે.
આજે, 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, ચાલો તમને આવી 8 શોધો વિશે જણાવીએ…
1941: પિયાનોની ધૂનને સમજીને Wi-Fi ટેકનોલોજી બનાવી વર્ષ 1933માં, એક યુરોપિયન ફિલ્મ આવી હતી – એક્સ્ટસી, જે તેના બોલ્ડ વિષય અને દૃશ્યોને કારણે તરત જ જાણીતી થઈ ગઈ. આ ફિલ્મમાં પહેલીવાર ફિમેલ ઓર્ગેઝમ બતાવવામાં આવ્યું હતું. આ સીન 18 વર્ષની અભિનેત્રી હેડી લેમર પર ફિલ્માવવામાં આવ્યો હતો. આ ફિલ્મ એટલી વિવાદાસ્પદ બની હતી કે પોપ અને હિટલરે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
‘એક્સટસી’ ફિલ્મના એક સીનમાં હેડી લમાર
આ પછી હેડી લેમર અમેરિકા આવ્યાં હતાં. ફિલ્મો આવતી રહી, પણ તેમને પ્રસિદ્ધિ ફિલ્મોથી નહીં પરંતુ તેની એક શોધથી મળી. જો તમે Wi-Fi દ્વારા મોબાઇલ પર આ લેખ વાંચી રહ્યાં છો, તો તમે આ માટે હેડી લેમરનો પણ આભાર માની શકો છો. હા… અમેરિકામાં આ શોધની પેટન્ટ હેડીના નામે છે. આ શોધની સ્ટોરી બીજા વિશ્વ યુદ્ધથી શરૂ થાય છે, જ્યારે જર્મન સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં તબાહી મચાવી રહી હતી. જર્મન સેના બ્રિટિશ અને અમેરિકન જહાજોનાં રેડિયો સિગ્નલને જામ કરતી હતી. આ સમસ્યાનો ઉકેલ યુદ્ધ મોરચાથી હજારો કિલોમીટર દૂર શોધાઇ રહ્યો હતો.

હેડીએ તેની શોધને ફ્રિક્વન્સી હોપિંગ સ્પ્રેડ સ્પેક્ટ્રમ (FHSS) નામ આપ્યું છે. આ જ ટેક્નોલોજીનો ઉપયોગ આપણા આજના વાયરલેસ કોમ્યુનિકેશનમાં થાય છે. લશ્કરી સંદેશાવ્યવહાર, Wi-Fi, બ્લૂટૂથ અને GPS સહિતની ઘણી પ્રકારની તકનીકો ફક્ત હેડી લેમરની શોધને કારણે જ શક્ય બની હતી.
1886: નોકરોએ મોંઘાં વાસણો તોડ્યાં, કંટાળેલી મહિલાએ ડિશવોશર બનાવ્યું 1858માં, 19 વર્ષની જોસેફિને 27 વર્ષના ધનાઢ્ય વેપારી વિલિયમ કોક્રેન સાથે લગ્ન કર્યાં અને શિકાગોમાં સ્થાયી થયાં. જોસેફિન કોક્રેન 1870ના દાયકામાં તેની પાર્ટીઓ માટે પ્રખ્યાત હતી. તે તેના ઘરે પાર્ટીઓ કરતી હતી. પરિણામ એ આવ્યું કે બીજે દિવસે સવારે રસોડામાં ગંદાં વાસણોનો ઢગલો થઈ જતો. જોસેફિન પાસે વાસણો ધોવા માટે નોકરો હતા, પરંતુ સમસ્યા એ હતી કે નોકરો મોંઘાં બોન ચાઈનાનાં વાસણો તોડી નાખતાં હતાં. કંટાળેલી જોસેફિને નોકરોને આ નોકરીમાંથી કાઢી મૂક્યા. પણ પોતે વાસણો ધોવાને બદલે લાઈબ્રેરીમાં જઈને અભ્યાસ કરવા લાગી.

શરૂઆતમાં આ શોધ હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા અપનાવવામાં આવી હતી. ધીરે ધીરે તે અમેરિકાના દરેક ઘરનો એક ભાગ બની ગયો. જોસેફિનની આ શોધે ઘરગથ્થુ ઉપકરણોની ટેકનોલોજીમાં ક્રાંતિ લાવી.
1903: કારની પાછળની સીટ પર જન્મ્યો વિન્ડશિલ્ડ વાઇપરનો આઇડિયા મેરી એન્ડરસનનો ઓટોમોબાઈલ ઉદ્યોગ સાથે કોઈ સંબંધ નહોતો. તે પહેલાં એક રિયલ એસ્ટેટ ડેવલપર હતી અને પછી તેણે પોતાનું રેન્ચ અને વિન્યાર્ડ ચલાવવાનું શરૂ કર્યું. 1902 માં, તે મુલાકાત લેવા એલબેમાથી ન્યૂ યોર્ક આવી હતી. ઠંડીનું વાતાવરણ હતું અને મેરી ન્યૂ યોર્કમાં બરફ વચ્ચે ભાડાની કારની પાછળની સીટ પર બેઠી હતી. હિમવર્ષાના કારણે કારની વિન્ડશીલ્ડ પર બરફ વારંવાર જમા થતો હતો. તેને સાફ કરવા માટે ડ્રાઈવર દર વખતે બારી ખોલીને કાચ સાફ કરીને બહાર નીકળી જતો. દર વખતે કાચ ખોલતી વખતે ઠંડી પવન મેરીને ઠંડક આપી દેતો. મેરીએ જોયું કે દરેક કારની આ હાલત હતી. અહીં જ તેના મનમાં એક વિચાર આવ્યો. કારની અંદર બેસીને વિન્ડશીલ્ડ સાફ કરી શકાય તો સારું.

પરંતુ આ એ જમાનો હતો જ્યારે બહુ ઓછા લોકો પાસે કાર હતી. કાર ઉત્પાદકોએ કહ્યું કે આ વાઇપર ડ્રાઇવરનું ધ્યાન ભંગ કરશે. એક દાયકા પછી હેનરી ફોર્ડના મોડલ ટીએ કારને સામાન્ય માણસ માટે સુલભ બનાવી ત્યાં સુધીમાં, લોકો મેરી એન્ડરસનની શોધને ભૂલી ગયા હતા.

વિન્ડશીલ્ડના વાઇપર માટેની મેરી એન્ડરસનની ઑફિશિયલ ડિઝાઇન
જો કે, પાછળથી કાર ઉત્પાદકોએ વિન્ડશીલ્ડને સ્વચ્છ રાખવા માટે સિસ્ટમની જરૂરિયાત અનુભવી. કારમાં વિન્ડશીલ્ડ વાઇપર્સ સામાન્ય બની ગયા હતા, પરંતુ મેરીને ઘણાં વર્ષો પછી તેની શોધ માટે શ્રેય મળ્યો હતો.
1965: ફેશન ડિઝાઇનિંગ અને વિજ્ઞાન પ્રત્યે સમાન પ્રેમ હતો… બુલેટપ્રૂફ કાપડ બનાવી નાખ્યું અમેરિકામાં જન્મેલી સ્ટેફની ક્વોલેકને બાળપણથી જ વિજ્ઞાનમાં રસ હતો, તે ડોક્ટર બનવા માગતી હતી. તેને ફેશન ડિઝાઇનિંગમાં પણ રસ હતો. બાળપણમાં જ ટેલરિંગ શીખી લીધું હતું.

પોલિમર્સ સાથે એક્સપરિમેન્ટ કરી રહેલી સ્ટેફની
કોલેજ પૂરી કર્યા પછી, સ્ટેફની રસાયણશાસ્ત્રી બની. પરંતુ કપડાં પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો થયો ન હતો. તેમણે વિવિધ પ્રકારનાં પોલિમરમાંથી ફેબ્રિક બનાવવાના પ્રયોગો કર્યા.

આજે કેવલર ફાઈબરનો ઉપયોગ બસ્સોથી વધુ વસ્તુઓમાં થાય છે. પછી તે સ્પેસ સૂટ હોય કે બુલેટપ્રૂફ જેકેટ. આ ફાઇબરે અસંખ્ય જીવન બચાવ્યાં છે. તેનો ઉપયોગ ફાઈબર ઓપ્ટિક કેબલમાં પણ થાય છે જેના દ્વારા ઈન્ટરનેટ તમારા સુધી પહોંચે છે.
1966: એક મહિલાએ પોતાના ઘરની સુરક્ષા માટે પ્રથમ CCTV બનાવ્યું 1960 ન્યૂ યોર્ક. ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા હતા અને પોલીસ ભાગ્યે જ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી શકતી હતી. તે સમયે, મેરી વૉન બ્રિટન બ્રાઉન, એક નર્સ, તેના પતિ આલ્બર્ટ સાથે રહેતી હતી. આલ્બર્ટ વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હતો. મેરી, જે મોટે ભાગે ઘરે એકલી રહેતી હતી, તેને હંમેશાં ડર રહેતો હતો કે કોઈ બળજબરીથી ઘરમાં ઘૂસી જશે. તે જાણતી હતી કે તેણે પોલીસને બોલાવી તો પણ તેઓ સમયસર પહોંચી શકશે નહીં.

મેરી અને આલ્બર્ટની અરજી પર તેમને 1969માં યુએસ સરકાર તરફથી પેટન્ટ મળી હતી. તેમની આ એક શોધે અમેરિકામાં સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખી.

હોમ સિક્યોરિટી સિસ્ટમ માટેની મેરી અને આલ્બર્ટની ડિઝાઇન
આ શોધ પાછળથી આધુનિક સીસીટીવી કેમેરાનો આધાર બની અને આજે સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ થાય છે.
1914: આઇસ બોક્સ માટે બરફ ખરીદવો પડતો હતો, તેથી મહિલાએ રેફ્રિજરેટરની શોધ કરી 1900ની શરૂઆતમાં, ખોરાકને ઠંડો રાખવા માટે અમેરિકન ઘરોમાં આઇસ બોક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. ન્યુ જર્સીમાં રહેતી ફ્લોરેન્સ પારપાર્ટ પણ આઇસ બોક્સનો ઉપયોગ કરતી હતી. પરંતુ તેને તે ગમ્યું નહીં આ માટે તેણે બરફના બ્લોક્સ ખરીદવા પડતા હતા. બરફ ઓગળ્યા પછી તેનું પાણી પણ ફેંકી દેવું પડતું હતું. અને સૌથી મોટી સમસ્યા એ થતી હતી કે જો બરફની ડિલિવરીમાં વિલંબ થાય છે, તો ઘરમાં વસ્તુઓ ઠંડી કરી શકાતી નહોતી.

જો કે, રેફ્રિજરેટર નામના આ મશીન વિશે તે સમયે થયેલી તમામ ચર્ચાઓમાં મુખ્યત્વે હિરમ ડી. લેમેનનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

રેફ્રિજરેટર માટેની ફ્લોરેન્સની ડિઝાઇન
1930 માં ફ્લોરેન્સના મૃત્યુ પછી, જ્યારે રેફ્રિજરેટર દેશભરમાં પ્રખ્યાત બન્યું, ત્યારે કેટલાક લેખકોએ ફ્લોરેન્સને પણ ક્રેડિટ આપવાનું શરૂ કર્યું.
1976: MITમાંથી પીએચડી મેળવનાર પ્રથમ અશ્વેત મહિલા, જેણે કોલર આઈડી બનાવ્યું હવે જ્યારે તમારો ફોન વાગે છે, ફોન કરનારનું નામ તરત જ સ્ક્રીન પર દેખાય છે. ટેકની ભાષામાં તેને કોલર આઈડી કહે છે. આ શોધ, જે આજે તમારા માટે એકદમ સામાન્ય બની ગઈ છે પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તે પણ એક મહિલા દ્વારા કરવામાં આવી હતી. આ મહિલા હતી ડૉ. શર્લી જેક્સન.

MITમાં અભ્યાસ કરતી વખતે શર્લી જેક્સન
1973માં MITમાંથી PhD મેળવનાર શર્લી પ્રથમ અશ્વેત અમેરિકન મહિલા હતી. 1964માં તેણે MITમાં એડમિશન લીધું. તેણીએ તેના અભ્યાસ દરમિયાન વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો, પરંતુ પીછેહઠ ન કરી અને તેણે પીએચડી પૂર્ણ કર્યું.

કોલર આઈડી ઉપરાંત, શર્લીએ કોલ વેઈટિંગ, ફાઈબર ઓપ્ટિક કોમ્યુનિકેશન, સોલાર સેલ અને ટચ-ટોન ફોન જેવી ટેક્નોલોજીના વિકાસમાં પણ યોગદાન આપ્યું.
1969: એક સ્ત્રીના કારણે માણસ પ્રથમ વખત ચંદ્ર પર ઊતરી શક્યો માર્ગારેટ હેમિલ્ટન, એક મહિલા જેના કારણે માણસ પ્રથમ વખત ચંદ્ર પર ઊતરી શક્યો. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલું પગલું માંડ્યું હતું, પરંતુ જો માર્ગારેટ હેમિલ્ટન ન હોત તો કદાચ તેમનું અવકાશયાન ક્યારેય ચંદ્ર પર ઊતરી શક્યું ન હોત.

માર્ગારેટને 2016માં પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો. તે સમયે રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું હતું કે આપણા અવકાશયાત્રીઓ પાસે વધુ સમય નહોતો, પરંતુ થેન્કફુલ્લી તેમની પાસે માર્ગારેટ હેમિલ્ટન છે.

માર્ગરેટને પ્રેસિડેન્શિયલ મેડલથી નવાજી રહેલા તત્કાલીન US પ્રેસિડન્ટ બરાક ઓબામા
આજે પણ માર્ગારેટના સોફ્ટવેરનો ઉપયોગ એરોસ્પેસ, સંરક્ષણ અને ટેક ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. શોધ-સંશોધનની આ ટ્રુ સ્ટોરીઝ દર્શાવે છે કે વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રે મહિલાઓ માત્ર પુરુષોની સમકક્ષ છે. એટલું જ નહીં, પરંતુ કોઈપણ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ વિના પણ અનોખી શોધ કરી શકે છે. એવાં ઘણાં ઇનોવેશન્સ છે જેણે ઈતિહાસ બદલી નાખ્યો છે, અને ઘણી એવી શોધો છે જે ભવિષ્યને બદલી નાખશે.
હવે પછી જ્યારે તમે Wi-Fi સાથે કનેક્ટ થાઓ, ફ્રિજનો દરવાજો ખોલો અથવા કારનાં વાઇપર્સ ચાલુ કરો, ત્યારે યાદ કરજો –
તેની પાછળ એક મહિલાની મહેનત છે! *** ગ્રાફિક્સ- કુણાલ શર્મા