10 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે, આ દુનિયામાં સૌથી અમૂલ્ય સુખ કયું છે, તો દરેકના જુદા જુદા જવાબો હોઈ શકે છે. કોઈ કહેશે સારું ખાવાનું, કોઈ કહેશે સારું પીણું, કોઈ કહેશે સેક્સ, કોઈ કહેશે ઊંઘ…. બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે તો, ખરેખર આપણી દુનિયામાં સારી ઊંઘ સિવાય બીજું કંઈ મોટું સુખ નથી. મોટી વાત એ છે કે, ઊંઘ માત્ર આનંદ સુધી સીમિત નથી. સારી ઊંઘ એ સારા સ્વાસ્થ્યનું પણ રહસ્ય છે. પરંતુ ભારતના લોકોને સારી અને સંપૂર્ણ ઊંઘ નથી મળી રહી.
લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ ભારતમાં 55% લોકો એવા છે જેમને સારી ઊંઘ નથી આવતી. આ લોકો કાં તો ગાઢ ઊંઘ નથી લઈ શકતા અથવા તો માંડ 6 કલાકથી ઓછી ઊંઘ લઈ શકે છે. દેશમાં 2.5 કરોડ લોકો સ્લીપ એપનિયાથી પીડિત છે.
આજે ‘ તબિયતપાણી ‘ માં જાણીશું કે સ્વસ્થ અને સંપૂર્ણ ઊંઘ કેટલી જરૂરી છે.
- સારી ઊંઘનો અર્થ શું છે અને તેના ફાયદા શું છે?
- ઊંઘ ન આવવાથી શું નુકસાન થઈ શકે?
- લોકોને સ્વસ્થ ઊંઘ કેમ નથી આવતી?
તંદુરસ્ત અને ગાઢ ઊંઘ ખૂબ જરૂરી છે
તમે લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે, જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણે બીજી દુનિયામાં હોઈએ છીએ. ખરેખર, સૂતી વખતે આપણે બેભાન અવસ્થામાં જઈએ છીએ. પોતાની આજુબાજુની દુનિયાથી સાવ બેધ્યાન, ક્યારેક સપનાની દુનિયામાં ખોવાઈ જઈએ છીએ.
આ સમયે આપણા શરીર અને મનની કામ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આખું શરીર ઝડપથી તેની ખામીઓની યાદી બનાવે છે અને તેને સુધારવાનું શરૂ કરે છે. આ સમય દરમિયાન, શરીરમાં જે કંઈપણ ખરાબી થઈ છે તેને શરીર ખુદ સુધારવા લાગે છે, સંભવિત જોખમનું મૂલ્યાંકન શરીર ખુદ કરે છે અને તેની સામે લડવાની તૈયારી કરે છે. સારી ઊંઘ પછી આપણા આંતરડાના બેક્ટેરિયાની શક્તિ અનેક ગણી વધી જાય છે. તબીબો બીમાર વ્યક્તિને આરામ કરવાની સલાહ આપે છે તો તેની પાછળ આ જ કારણ છે.
ગ્રાફિક પરથી સમજો પૂરતી ઊંઘ લેવાના ફાયદા-
પૂરતી ઊંઘ મેળવી શકતા નથી
આજકાલ, આપણા ઝડપી ગતિશીલ જીવનમાં, આપણે આપણી ઊંઘ સાથે સૌથી વધુ સમાધાન કર્યું છે. ઊંઘનો કોઈ નિશ્ચિત સમય નથી, આખી દિનચર્યા ખોરવાઈ ગઈ છે. પહેલા ઊંઘ ન આવવાની સમસ્યા મોટી ઉંમરના લોકોની હતી, હવે આ સમસ્યા ટીનેજમાં જ શરૂ થાય છે.
ઊંઘનો અભાવે રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે
કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટ મેથ્યુ વોકરે સ્લીપ પર ‘વ્હાય વી સ્લીપ’ નામનું પુસ્તક લખ્યું છે. આમાં તે લખે છે કે ‘આપણે ઊંઘના અભાવની ભયંકર મહામારીનો સામનો કરી રહ્યા છીએ.’ તેમણે તેને ‘વર્તમાન સદીનો સૌથી મોટો જાહેર આરોગ્ય પડકાર’- ગણાવ્યો છે. તેઓ લખે છે કે, ‘આબોહવા પરિવર્તન, સ્થૂળતા અને સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા એ ત્રણ સૌથી મોટા જાહેર આરોગ્ય જોખમો છે. આ યાદીમાં ચોથા નંબર પર સ્લીપ ઉમેરી શકાય છે, જે દરેક માટે ગંભીર ખતરો બની શકે છે.’
ઊંઘ ન આવવાથી અનેક ગંભીર રોગોનું જોખમ વધે છે, આને ગ્રાફિકલી સમજો-
ઊંઘ સાથે ચેડાં કરતા યુવાનો
કુદરતે આપણને ઊંઘના રૂપમાં એક મહાન વરદાન આપ્યું છે. તે આપણા મન અને શરીરને બીજા દિવસના પડકારોનો સામનો કરવા અને જીવનનો સંપૂર્ણ આનંદ માણવા માટે તૈયાર કરે છે. તે આપણા શરીરના આંતરિક અવયવોને આરામ આપે છે અને તેમને સ્વસ્થ બનાવે છે.
પરંતુ મોટાભાગના લોકો અજાણતા જ ઊંઘ સાથે સમાધાન કરી લે છે. તેનાથી કામ માટે થોડો વધુ સમય મળે છે પરંતુ તેના બદલે અનેક રોગોને આમંત્રણ આપવા માટેની યાદી પણ તૈયાર થઈ રહી હોય છે.
ઓછી ઊંઘ મગજને પણ કમજોર બનાવે છે
પૂરતી ઊંઘ ન લેવાથી માનસિક તણાવ વધે છે. તે લોકોને ગુસ્સા અને ચીડિયાપણુાથી ભરી દે છે. આવા લોકો સ્વભાવે આક્રમક બની જાય છે. તે ધીરે ધીરે મગજને નુકસાન પહોંચાડે છે અને અલ્ઝાઈમર જેવા જીવલેણ રોગોનું કારણ બને છે.
સારી ઊંઘ માટે શું કરવું?
સારી ઊંઘ માટે દિનચર્યામાં ફેરફાર કરવો જરૂરી છે. આપણે આપણી ઊંઘ અને જાગવાનો યોગ્ય સમય નક્કી કરવાનો છે. આ સિવાય બીજી પણ ઘણી મહત્ત્વની બાબતો છે, ચાલો તેને અમુક મુદ્દાઓમાં સમજીએ-
- ઇલેક્ટ્રિક ગેજેટ્સ સાથે ઓછામાં ઓછો સમય વિતાવો
- સવારે અને સાંજે થોડો સમય ખુલ્લી હવામાં ચાલવું જોઈએ
- મિત્રો સાથે વાત કરો, તમારા વિચારો શેર કરો
- હળવી કે મધ્યમ કસરત કરો
- આલ્કોહોલ, સિગારેટ કે કોઈપણ નશાથી દૂર રહો
- સૂવાના એક કલાક પહેલા સ્નાન કરવું ફાયદાકારક છે
- વધુ પડતી ચા કે કોફી ન પીવી
- સૂવાના 2 કલાક પહેલા રાત્રિભોજન લઈ લો
- સૂતા પહેલા તમારા મોબાઈલ અને અન્ય ગેજેટ્સને દૂર રાખો