23 મિનિટ પેહલાલેખક: સંદીપ સિંહ
- કૉપી લિંક
ગયા બુધવારે દિલ્હી-આગ્રા નેશનલ હાઈવે-91 પર 10થી વધુ વાહનો એકબીજા સાથે અથડાઈ ગયાં હતાં. આ અકસ્માતમાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે. ગાઢ ધુમ્મસ અને ઝાકળને કારણે આ અકસ્માત થયો હતો. શિયાળામાં આવા અકસ્માતો દરરોજ જોવા મળે છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના ‘રોડ એક્સિડન્ટ્સ ઈન ઈન્ડિયા-2022’ રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં ધુમ્મસ અને ઝાકણના કારણે 34,262 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 14,583 લોકોનાં મોત થયાં છે, જ્યારે 30,796 લોકો ઘાયલ થયા હતા.
જ્યારે વર્ષ 2021માં ધુમ્મસ અને ઝાકળને કારણે થયેલા માર્ગ અકસ્માતોની સંખ્યા 28,934 હતી. તેમાંથી 13,372 લોકોના મોત થયા હતા, જ્યારે 25,360 લોકો ઘાયલ થયા હતા.
દર વર્ષે શિયાળામાં ધુમ્મસ અને ઝાકળને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે. આવી સ્થિતિમાં વાહન ચલાવતી વખતે અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.
તો આજે કામના સમાચારમાં આપણે વાત કરીશું કે શિયાળામાં માર્ગ અકસ્માતની સંખ્યા કેમ વધે છે? તમે એ પણ જાણી શકશો કે-
- ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
- ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ?
નિષ્ણાત: વીર બહાદુર સિંહ, ટ્રાફિક ઈન્ચાર્જ, જાલૌન, ઉત્તર પ્રદેશ
પ્રશ્ન- શિયાળામાં માર્ગ અકસ્માતો કેમ વધે છે? જવાબ- શિયાળામાં માર્ગ અકસ્માતમાં વધારો થવાનું મુખ્ય કારણ ધુમ્મસ અને ઝાકળ છે, જેમાં વિઝિબિલિટી ઘણી ઓછી હોય છે. જેના કારણે વાહન ચાલકને થોડાક મીટર પછી આગળ વાહનો દેખાતા નથી જે અકસ્માતોનું કારણ બને છે.
ખાસ કરીને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગાઢ ધુમ્મસ હોય છે, ત્યારે વિઝિબિલિટી શૂન્ય સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં રોડ અકસ્માતના સમાચાર દરરોજ સામે આવે છે. આ સિવાય બીજા પણ ઘણા કારણો છે. તેને નીચેના ગ્રાફિકમાં જુઓ-
પ્રશ્ન- ધુમ્મસમાં વાહન ચલાવતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- કડકડતી ઠંડીમાં કોઈ ઘરની બહાર નીકળવા માગતું નથી. જો કે, કેટલાક લોકોને ઓફિસ જવા માટે અથવા તેમના મહત્ત્વના કામ માટે દરરોજ કેટલાંક કિલોમીટરનું વાહન ચલાવવું પડે છે. આવી સ્થિતિમાં ગાઢ ધુમ્મસ અને લપસણા રસ્તાઓ પર વાહન ચલાવવું કોઈ પડકારથી ઓછું નથી.
ઠંડીમાં હાથ પગ સુન્ન થવા લાગે છે. ઠંડું હવામાન તમારી કારને પણ અસર કરે છે. તેથી, તમારા વાહનને ઘરની બહાર કાઢતાં પહેલા કેટલીક બાબતો તપાસવી જરૂરી છે. જેનાથી રોડ અકસ્માતો મહદઅંશે ટાળી શકાય છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આને સમજો-
પ્રશ્ન- ધુમ્મસ કે ઝાકળમાં વાહન ચલાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- ધુમ્મસ એ ડ્રાઇવિંગ માટે સૌથી પડકારજનક હવામાન છે. આ સિઝનમાં રસ્તા પર કશું સ્પષ્ટ દેખાતું નથી. ઘણી વખત 1-2 મીટર પછી રસ્તા પર કશું દેખાતું નથી. રસ્તા પર માત્ર ધુમ્મસ જ દેખાય છે.
તેથી આ ઋતુમાં વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને જ્યારે તમે હાઈવે, એક્સપ્રેસ વે કે સિગ્નલ ફ્રી રોડ પરથી પસાર થઈ રહ્યા હો. આ માટે, માર્ગ સલામતી સંબંધિત કેટલીક મહત્ત્વપૂર્ણ ટીપ્સ અપનાવવી જોઈએ, જેથી આપણે સુરક્ષિત રીતે વાહન ચલાવી શકીએ અને માર્ગ અકસ્માતોથી બચી શકીએ. નીચેના ગ્રાફિક પરથી આને સમજો-
ચાલો હવે ગ્રાફિકમાં આપેલા કેટલાક મુદ્દાઓને વિગતવાર સમજીએ.
તમારી લેનમાં વાહન ચલાવો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ડ્રાઇવિંગ લેન ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અથવા મોટાં વાહનો અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે ધુમ્મસ દરમિયાન વિઝિબિલિટી ઓછી થાય છે ત્યારે તેનું મહત્ત્વ વધુ વધે છે. નિર્ધારિત લેનમાં આગળ વધતા વાહનો દ્વારા અકસ્માતો ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તેથી હંમેશા તમારી પોતાની લેનમાં વાહન ચલાવો. આનાથી તમે માત્ર સુરક્ષિત રીતે વાહન ચલાવી શકશો એટલું જ નહીં, પરંતુ તમે અન્ય ડ્રાઇવરોની સલામતી પણ સુનિશ્ચિત કરી શકો છો.
ધુમ્મસ દરમિયાન હેડલાઇટ ઓછી બીમ પર રાખો ધુમ્મસ દરમિયાન વાહનની હેડલાઈટ લો-બીમ પર રાખવી જોઈએ. લો-બીમ હેડલાઈટ્સ વાહનની સામેનો 50 થી 75 મીટરનો રસ્તો પ્રકાશિત કરવામાં મદદ કરે છે. જ્યારે, હાઇ-બીમ પર પ્રકાશ ફેલાય છે, ત્યારે ધુમ્મસમાં સામે કશું દેખાતું નથી.
અરીસાઓના ફોગિંગને રોકવા માટે ડિફોગર ચાલુ રાખો. શિયાળામાં બહારનું તાપમાન અને કારની અંદરનું તાપમાન અલગ-અલગ હોય છે. જેના કારણે વાહનની વિન્ડ સ્ક્રીન પર ધુમ્મસ જમા થવા લાગે છે. આ વિઝિબિલિટી ઘટાડે છે. ડિફોગર અરીસાઓ પર ફોગિંગ અટકાવે છે. તેથી, ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે ડિફોગર ચાલુ રાખવું જોઈએ.
ઓવરટેક કરવાનો પ્રયાસ કરશો નહીં ધુમ્મસમાં ઉતાવળ કરવી યોગ્ય નથી. તેથી, ફક્ત તમારી લેનમાં જ આગળ વધો. અન્ય વાહનોને ઓવરટેક કરવાનો પ્રયાસ કરશો નહીં.
આગળના વાહનોથી પૂરતું અંતર જાળવો ગાઢ ધુમ્મસ દરમિયાન, આગળ જતા વાહનોથી સામાન્ય કરતાં વધુ અંતર જાળવો, જેથી જો સામેનું વાહન અચાનક બ્રેક લગાવે તો તમને તમારા વાહનની ગતિ નિયંત્રિત કરવાની પૂરતી તક મળે. જેના કારણે ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે.
પ્રશ્ન- ધુમ્મસ દરમિયાન કેટલી ઝડપે વાહન ચલાવવું સલામત છે? જવાબ- ટ્રાફિક ઈન્ચાર્જ વીર બહાદુર સિંહનું કહેવું છે કે ગાઢ ધુમ્મસમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી વધુ વાહન ન ચલાવવું જોઈએ.
પ્રશ્ન- ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે કેવા પ્રકારની ભૂલો ન કરવી જોઈએ? જવાબ- ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે કેટલીક ભૂલો ન કરવી જોઈએ. જેમ કે-
- ધુમ્મસમાં તમારા વાહનને રસ્તાના કિનારે પાર્ક કરવાનું ટાળો.
- જો કોઈ ઈમરજન્સી હોય તો ચોક્કસપણે પાર્કિંગ અને હેઝાર્ડ લાઈટ્સ ચાલુ કરો.
- વળાંક લેતાં પહેલાં 10 સેકન્ડ પહેલા ઇન્ડિકેટર ચાલુ કરો.
- વાહનની વિન્ડશિલ્ડ અને બારીઓ સાફ રાખો