45 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની અક્ષરાને કોણ નહીં ઓળખતું હોય. હમણાં થોડા દિવસ પહેલાં જ અક્ષરા એટલે કે લોકપ્રિય ટીવી એક્ટ્રેસ હિના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘હું બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છું. હું આ રોગ પર કાબુ મેળવવા માટે મજબૂત અને સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને હું આમાંથી વધુ મજબૂત રીતે બહાર આવવા માટે શક્ય તેટલું બધું કરવા માટે તૈયાર છું.’
કેન્સર વિશે આપણે દરરોજ ઘણું સાંભળીએ છીએ, તે શું છે? જવાબ સરળ છે. આપણા શરીરમાં કરોડો કોષો છે. સામાન્ય રીતે તેઓ ચોક્કસ પેટર્નમાં નિયંત્રિત રીતે વધતા હોય છે અને સમય પછી પોતાની જાતે જ નાશ પામે છે. જે કોષો નાશ પામે છે તે નવા કોષો દ્વારા બદલવામાં આવે છે. કેન્સરના કિસ્સામાં કોષોની આ કંટ્રોલિંગ ઇફેક્ટ ખોવાઈ જાય છે અને તેઓ અનિયંત્રિત રીતે વધે છે. જ્યારે આ વધારાના કોષો એક જગ્યાએ ભેગા થાય છે, ત્યારે તે ગાંઠનું સ્વરૂપ લે છે.
જ્યારે કેન્સર બ્રેસ્ટમાં વિકસે છે ત્યારે તેને બ્રેસ્ટ કેન્સર કહેવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, બ્રેસ્ટ કેન્સર એ વિશ્વમાં સૌથી સામાન્ય કેન્સર છે. ભારતમાં દર વર્ષે 2 લાખથી વધુ મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થાય છે.
તેથી, આજે ‘ તબિયતપાણી‘ માં આપણે બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરીશું. તમે તે પણ જાણી શકશો
- બ્રેસ્ટ કેન્સરના લક્ષણો શું છે?
- બ્રેસ્ટ કેન્સરના કયા સ્ટેજનો અર્થ શું થાય છે?
- બ્રેસ્ટ કેન્સર માટે સૌથી મોટા જોખમી પરિબળો શું છે?
બ્રેસ્ટ કેન્સર શું છે?
જ્યારે કેન્સર બ્રેસ્ટ કોષોમાં વિકસે છે ત્યારે તેને બ્રેસ્ટ કેન્સર કહેવાય છે. બ્રેસ્ટ કેન્સર સામાન્ય રીતે બ્રેસ્ટના લોબ્યુલ્સ અથવા નળીઓમાં થાય છે.
બ્રેસ્ટ કેન્સરના લક્ષણો શું છે?
સામાન્ય રીતે, પ્રારંભિક તબક્કામાં બ્રેસ્ટ કેન્સરના કોઈ લક્ષણો જોવાં મળતાં નથી. કેટલીકવાર કેટલીક ગાંઠો બનવા લાગે છે, પરંતુ તે એટલી નાની હોય છે કે તે બહારથી અનુભવાતી નથી. જો તમે નિયમિત મેમોગ્રામ ટેસ્ટિંગ કરાવતા હો તો આ શોધી શકાય છે.
ડો.દેબાશીષ ચૌધરીના જણાવ્યા અનુસાર, જો બ્રેસ્ટમાં ગાંઠ હોવાનો અનુભવ થાય તો તે બ્રેસ્ટ કેન્સરની નિશાની હોઈ શકે છે. જો કે, તમામ ગાંઠ બ્રેસ્ટ કેન્સરની નથી હોતી.
બ્રેસ્ટ કેન્સરના ઘણા પ્રકારો છે, જે બધા વિવિધ લક્ષણોનું કારણ બને છે. કેટલાક લક્ષણો પણ સામાન્ય છે અને ઓળખવામાં સરળ છે. ચાલો આને ગ્રાફિકમાં જોઈએ:
જ્યારે પણ આપણે કેન્સર વિશે સાંભળીએ છીએ, ત્યારે આપણે એવું પણ સાંભળીએ છીએ કે, કોઈને પ્રથમ સ્ટેજનું કેન્સર છે, કોઈને બીજા અને કોઈને ત્રીજા સ્ટેજનું. કેન્સરના આ સ્ટેજનો અર્થ શું છે? ચાલો બ્રેસ્ટકેન્સરના કિસ્સામાં આને સમજીએ.
કેન્સર સ્ટેજ
ડોકટરો ગાંઠના કદ અને વિસ્તારના આધારે બ્રેસ્ટ કેન્સરને ઘણા સ્ટેજને ધ્યાનમાં લે છે અને તેની સારવાર કરે છે.
કેન્સરની સારવાર કેટલી મુશ્કેલ અથવા સરળ હશે તે કેન્સરનું નિદાન કયા સ્ટેજ પર થાય છે તેના પર નિર્ભર છે. પ્રારંભિક તબક્કામાં કેન્સરની સારવાર કરવી એકદમ સરળ છે, જ્યારે એડવાન્સ સ્ટેજમાં તે મુશ્કેલ બની જાય છે.
- કેન્સર આક્રમક છે કે બિન-આક્રમક છે?
- ગાંઠ કેટલી મોટી છે?
- શું લિમ્ફ નોડ્સ બની ગઈ છે?
- શું કેન્સર નજીકની પેશીઓ અથવા અંગોમાં ફેલાયું છે?
આવા અનેક પ્રશ્નોના આધારે બ્રેસ્ટ કેન્સરનું સ્ટેજ નક્કી કરવામાં આવે છે. તેના કુલ 5 સ્ટેજ છે: સ્ટેજ 0 થી 4.
સ્ટેજ 0 બ્રેસ્ટ કેન્સર
સ્ટેજ 0 એટલે ડક્ટલ કાર્સિનોમા ઇન સિટુ (DCIS). DCISમાં કેન્સરના કોષો બ્રેસ્ટની નળીઓ સુધી મર્યાદિત રહે છે અને આસપાસની પેશીઓમાં ફેલાતું નથી.
સ્ટેજ 1 બ્રેસ્ટ કેન્સર
સ્ટેજ 1A: પ્રાથમિક ગાંઠ 2 સેમી પહોળી અથવા ઓછી હોય છે. લિમ્ફ નોડ્સને અસર નથી કરતી.
સ્ટેજ 1B: જેમાં કેન્સર નજીકના લિમ્ફ નોડ્સ જોવા મળે છે. બ્રેસ્ટમાં કાં તો ગાંઠ નથી અથવા તો ગાંઠ 2 સેન્ટિમીટરથી નાની છે.
સ્ટેજ 2 બ્રેસ્ટ કેન્સર
સ્ટેજ 2A: ગાંઠ 2 સે.મી.થી નાની છે અને 1 થી 3 નજીકના લિમ્ફ નોડ્સ ફેલાઈ જાય છે. એવી સ્થિતિ પણ હોઈ શકે છે કે આ ગાંઠ 2 થી 5 સેન્ટિમીટરની વચ્ચે હોય અને કોઈપણ લિમ્ફ નોડ્સ સુધી ફેલાઈ ન હોય.
સ્ટેજ 2B: ગાંઠ 2 થી 5 સેન્ટિમીટરની વચ્ચે હોય છે અને તે 1 થી 3 એક્સેલરી (બગલ) લિમ્ફ નોડ્સમાં ફેલાયેલી હોય છે. તે પણ શક્ય છે કે ગાંઠ 5 સેન્ટિમીટર કરતાં મોટી હોય અને કોઈપણ લિમ્ફ નોડ્સમાં ફેલાઈ ન હોય.
સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર
ત્રીજા તબક્કાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.
સ્ટેજ 3A: કેન્સર 4 થી 9 એક્સેલરી લિમ્ફ નોડ્સ સુધઈ ફેલાય છે અથવા આંતરિક બ્રેસ્ટ લિમ્ફ નોડ્સ મોટી થઈ જાય છે. પ્રાયમરી ટ્યુમર કોઈપણ કદની હોઈ શકે છે, જેમાં ગાંઠ સામાન્ય રીતે 5 સે.મી.થી મોટી હોય છે. કેન્સર 1 થી 3 એક્સેલરી લિમ્ફ નોડ્સ અથવા કોઈપણ બ્રેસ્ટબોન નોડ્સ સુધી ફેલાઈ હોય છે.
સ્ટેજ 3B: જેમાં ગાંઠ ચેસ્ટ વોલ અથવા ત્વચા પર હુમલો કર્યો હોય છે. ઉપરાંત, તે 9 લિમ્ફ નોડ્સ સુધી હુમલો કરી શકે છે.
સ્ટેજ 3C: કેન્સર 10 અથવા વધુ એક્સેલરી લિમ્ફ નોડ્સ, કોલરબોન નજીક લિમ્ફ નોડ્સ અથવા ઇન્ટર્નલ લિમ્ફ નોડ્સમાં ફેલાઈ ચૂક્યું હોય છે.
સ્ટેજ 4 : બ્રેસ્ટ કેન્સર (મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર)
સ્ટેજ 4 બ્રેસ્ટ કેન્સરમાં કોઈપણ કદની ગાંઠ હોઈ શકે છે. તેના કેન્સર કોષોએ નજીકના અને દૂરના લિમ્ફ નોડ્સ તેમજ દૂરના અવયવોને પણ અસર કરે છે
બ્રેસ્ટ કેન્સરના જોખમી પરિબળો શું છે?
ઘણાં જોખમી પરિબળો છે જે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારી શકે છે. જો કે, આનો અર્થ એ નથી કે આ પરિબળો ચોક્કસપણે રોગનું કારણ બનશે.
કેટલાક જોખમી પરિબળો છે જેને ટાળી શકાતા નથી, જેમ કે કૌટુંબિક ઇતિહાસ. આમ છતાં આપણે ધૂમ્રપાન જેવાં ઘણાં જોખમી પરિબળોને બદલી શકીએ છીએ.બ્રેસ્ટ કેન્સરના મુખ્ય જોખમી પરિબળો શું છે, ચાલો ગ્રાફિકમાં જોઈએ:
બ્રેસ્ટ કેન્સર એ એક વ્યાપક વિષય છે. હવે પછીના લેખમાં આપણે સમજીશું કે તેના પ્રકારો શું છે, તેનું નિદાન કેવી રીતે થાય છે, તેની સારવાર કેવી રીતે થાય છે અને આપણે તેને કેવી રીતે અટકાવી શકીએ.