42 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
આપણને કોઈ રોગ થાય તો શું કરવું? જવાબ મળશે – ડૉક્ટર પાસે જાવ, થોડી દવાઓ લો અને સાજા થઈ જાવ. હવે કલ્પના કરો કે જો આ દવાઓ બિનઅસરકારક બની જાય તો શું થાય?. રોગ વધશે, શરીર નબળું પડી જશે, અને રોગો કબજો કરશે અને અંતે મૃત્યુ થશે.
અત્યારે દુનિયામાં આ જ થઈ રહ્યું છે, જેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને UN ચિંતિત છે. 26 સપ્ટેમ્બરે, એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સના ખતરાનો ઉકેલ શોધવા માટે સંયુક્ત રાષ્ટ્રની શિખર બેઠક યોજાઈ હતી. તેમાં વિશ્વના તમામ દેશો, નાગરિક સમાજ અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ હતા.
તાજેતરમાં જ વિશ્વ પ્રસિદ્ધ જર્નલ ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, એન્ટિબાયોટિક અને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સના કારણે આગામી 25 વર્ષમાં 3 કરોડ 90 લાખ લોકોના મોત થઈ શકે છે.
આ પ્રશ્ન પહેલીવાર નથી ઉઠ્યો, પરંતુ મહત્ત્વની વાત એ છે કે સમયની સાથે સંકટ વધુ મોટું થઈ રહ્યું છે. અમે અમારા બે લેખોમાં આ વિશે વિગતવાર જણાવ્યું છે.
તેથી, આજે ફરી એકવાર ‘ તબિયતપાણી ‘ માં જાણીશું કે આ રેઝિસ્ટેન્સ શા માટે થઈ રહ્યો છે. દવાઓ કેમ બિનઅસરકારક બની રહી છે? તમે એ પણ જાણી શકશો કે-
- આ સ્થિતિ માટે જવાબદાર કોણ?
- લોકો કઈ ભૂલો કરે છે?
- ડોકટરો અને હેલ્થકેર સિસ્ટમની કેટલી જવાબદારી છે?
- લોકોએ કઈ સાવચેતી રાખવાની જરૂર છે?
પ્રશ્ન: સમગ્ર વિશ્વનો આરોગ્ય સમુદાય ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયેલા ‘એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ સ્ટડી’ને લઈને આટલો ચિંતિત કેમ છે?
જવાબ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ થોડા સમય પહેલા સુપરબગ્સ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આપણે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ, નહીં તો એક સમય એવો આવશે જ્યારે દવાઓ સંપૂર્ણપણે બિન અસરકારક બની જશે અને રોગો પર તેની કોઈ અસર નહીં થાય.
હવે ‘લેન્સેટ’માં પ્રકાશિત એક અભ્યાસ જણાવે છે કે એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સના કારણે આગામી 25 વર્ષમાં 3 કરોડ 90 લાખ લોકોના મોત થઈ શકે છે. મતલબ કે આવનારા સમયમાં ઘણી દવાઓ બિનઅસરકારક બની જશે. તેથી આ એક મોટું સંકટ બની શકે છે.
પ્રશ્ન: એવી સ્થિતિ કેમ સર્જાઈ કે જે દવાઓ રોગોના ઈલાજ માટે બનાવવામાં આવતી હતી તે બિનઅસરકારક બનવા લાગી
જવાબ: આ જગતનો નિયમ છે કે માત્ર તે જ જીવ બચે છે, જે નવા વાતાવરણને અનુરૂપ બનીને પોતાને મજબૂત બનાવતો રહે છે. મચ્છરોએ પણ એવું જ કર્યું. પહેલા મોર્ટિનના ધુમાડા સાથે લડતા શીખ્યા. પછી ઝેરી ધૂપસળી સામે અને પછી ફાસ્ટ કાર્ડ સાથે. તેઓ તેમનો પ્રતિકાર વધારતા રહ્યા અને હવે ખૂબ શક્તિશાળી બની ગયા છે.
એ જ રીતે, ઘણા પેથોજેન્સ એન્ટીબાયોટીક્સનો સામનો કરવાનું શીખ્યા છે. હવે તેમના પર દવાઓની કોઈ અસર થતી નથી. તેથી, જે રોગોમાં અગાઉ આ દવાઓ તાત્કાલિક અસર દર્શાવતી હતી તે હવે રોગાણુઓ એન્ટિમાઈક્રોબાયલ પ્રતિરોધક બની જવાને કારણે બિનઅસરકારક સાબિત થઈ રહી છે. આ કેમ થયું તે ગ્રાફિકમાં જુઓ.
પ્રશ્ન: એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકાર શા માટે આટલો મોટો ખતરો છે? જવાબ: આવનારા સમયમાં આવા સુપરબગ્સ એટલે કે પેથોજેન્સ કે જેના પર તમામ દવાઓ બિનઅસરકારક હશે, તેની સંખ્યા વધશે. આવી સ્થિતિમાં, માનવીઓ માટે તેમનો સામનો કરવો મુશ્કેલ બનશે. ઘણી સામાન્ય બીમારીઓ પણ મૃત્યુનું કારણ બનશે. ભવિષ્યમાં વૈજ્ઞાનિકો જે ખતરનાક પરિસ્થિતિની કલ્પના કરી રહ્યા છે તે વધુ ખતરનાક બને તેવી પણ શક્યતા છે.
પ્રશ્ન: આ સ્થિતિ માટે કોણ જવાબદાર છે? લોકો કે ડોકટરો? જવાબ: ડૉ. વિજય સક્સેના કહે છે કે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સને કારણે ઊભી થયેલી આ પરિસ્થિતિમાં બંને સરખા જવાબદાર છે. વિશ્વભરની સરકારો અને હેલ્થકેર સિસ્ટમ પણ જવાબદાર છે.
સમસ્યા એ છે કે, આજે દરેક શેરીઓ નકલી ડોક્ટરોથી ભરેલી છે, જેમની પાસે યોગ્ય શિક્ષણ કે તબીબી ડિગ્રી નથી. ગરીબી એટલી બધી છે કે આવા ડોકટરો પાસે જતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આ જ કારણ છે કે એન્ટિબાયોટિક્સ અને એન્ટિમાઇક્રોબાયલ દવાઓ ખૂબ મોટી માત્રામાં અને ખૂબ ઊંચી શક્તિ સાથે આપવામાં આવે છે.
હેલ્થકેર સિસ્ટમ એટલી મોંઘી છે કે, લોકો ડોક્ટરના મોટા ખર્ચથી બચવા માટે મેડિકલ સ્ટોરમાંથી સીધી દવાઓ ખરીદે છે. આ બંને પરિસ્થિતિ માટે સરકાર અને આ તંત્ર જવાબદાર છે.
પ્રશ્ન: સામાન્ય લોકો તરફથી કઈ ભૂલો અને બેદરકારી થઈ? જવાબ: મોટાભાગના લોકો બીમાર હોય ત્યારે હોસ્પિટલમાં ન જવું એ બેદરકાર રહેવાને બદલે પૈસા બચાવવા તરીકે માને છે. તેઓ જાતે જ ગૂગલ દ્વારા દવાઓ ખરીદે છે અથવા મેડિકલ સ્ટોરમાંથી લાવીને તેનું સેવન કરે છે. આ નાની બેદરકારીનું પરિણામ આજે આપણી સામે છે.
પ્રશ્ન: આમાં દવાઓ બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓની ભૂમિકા શું છે? જવાબ: ડૉ. વિજય સક્સેના કહે છે કે અત્યારે આપણા દેશમાં સૌથી મોટી કટોકટી એ છે કે દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓને લઈને કોઈ યોગ્ય માળખું અને સિસ્ટમ નથી. દવાઓ બલ્કમાં બનાવવામાં આવી રહી છે અને નકલી ડોકટરો પણ તેમને પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે. અહીં પણ કડક નિયમો અને સરકારી તકેદારી હોવી ખૂબ જ જરૂરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિશ્વભરના ડોકટરોને ઓછી દવાઓ લખવા અને જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ એન્ટિબાયોટિક્સ લખવાની સલાહ આપી હતી. આ વર્ષે જૂનમાં ICMR એ પણ કહ્યું હતું કે ભારતમાં ડોકટરો દરેક બીજા દર્દીને ખોટી પ્રિસ્ક્રિપ્શન લખી રહ્યા છે અને જરૂરિયાત કરતાં વધુ દવાઓ આપી રહ્યા છે.
પ્રશ્ન: તબીબી સમુદાય આ સંકટનો સામનો કરવા માટે તેની બાજુથી કામ કરી રહ્યો છે. સામાન્ય લોકોએ શું સાવચેતી રાખવાની જરૂર છે? જવાબ: સહેજ શરદી થાય તો તરત જ મેડિકલ સ્ટોર પર જઈને દવા લેવાને બદલે આરામ કરવો જોઈએ. મોસમી શરદી અને ઉધરસ 2-3 દિવસમાં જાતે જ મટી જાય છે. ડૉક્ટરની સલાહ વિના ક્યારેય એન્ટિબાયોટિક્સ ન લો.
દવાઓ પર આધાર રાખવાને બદલે સારા સ્વાસ્થ્ય અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ પર ધ્યાન આપો. સારો અને સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી વધુ સારો વિકલ્પ બની શકે છે.