52 મિનિટ પેહલા
- કૉપી લિંક
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) પેમેન્ટ ફ્રોડ (ચુકવણી સંબંધિત છેતરપિંડી) રોકવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સંદર્ભે તે UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સંબંધિત સિક્યોરિટી ફીચર્સને સતત મજબૂત બનાવી રહ્યું છે.
હવે NPCI પેમેન્ટ ફ્રોડ અટકાવવા માટે UPI સંબંધિત નિયમોમાં કેટલાક જરૂરી ફેરફારો કરી શકે છે. જેમાં ‘પુલ ટ્રાન્ઝેક્શન’ ફીચર બંધ કરવાનો નિર્ણય લઈ શકાય છે. આ અંગે NPCI બેંકો સાથે વાતચીત કરી રહ્યું છે. આ સુવિધા બંધ થયા પછી, UPI સંબંધિત સાયબર ફ્રોડના કેસોમાં ઘટાડો થશે.
તો ચાલો, આજના ‘કામના સમાચાર‘માં ‘પુલ ટ્રાન્ઝેક્શન’ શું છે તે વિશે વાત કરીએ. સાથે એ પણ જાણીશું કે-
- આ સુવિધા બંધ થવાથી યુઝર્સને શું ફાયદો થશે?
- NPCI શા માટે સુવિધા બંધ કરવા માંગે છે?
નિષ્ણાત: ઈશાન સિન્હા, સાઈબર નિષ્ણાત, નવી દિલ્હી
પ્રશ્ન- ‘પુલ ટ્રાન્ઝેક્શન’ એટલે શું?
જવાબ- UPIમાં બે રીતે વ્યવહારો થાય છે. પ્રથમ ‘પુશ ટ્રાન્ઝેક્શન’ અને ‘ પુલ ટ્રાન્ઝેક્શન’.
જ્યારે કોઈ વેપારી ગ્રાહકને માલ અથવા સેવાઓના બદલામાં ચુકવણી માટે રિક્વેસ્ટ મોકલે છે, ત્યારે તેને ‘પુલ ટ્રાન્ઝેક્શન’ કહેવામાં આવે છે. આ વ્યવહારમાં ચુકવણીની રકમ અગાઉથી નક્કી હોય છે. ગ્રાહકે ફક્ત પોતાનો UPI પિન નાખવાનો હોય છે.
અહીં સ્પષ્ટ કરી દઈએ કે, ઓનલાઈન દુકાનો, દુકાન કે રેસ્ટોરન્ટ, વીજળી, મોબાઈલ રિચાર્જ વગેરે સેવાઓ પૂરી પાડતી કંપનીઓને વેપારી કહેવામાં આવે છે કારણ કે તેઓ ગ્રાહકો પાસેથી પેમેન્ટ લે છે.
જ્યારે ગ્રાહક પોતે QR કોડ સ્કેન કરીને અથવા મોબાઇલ નંબર દાખલ કરીને પૈસા મોકલે છે, ત્યારે તેને ‘પુશ ટ્રાન્ઝેક્શન’ કહેવામાં આવે છે. આમાં ગ્રાહક પોતે ચુકવણીની રકમ નાખે છે.
પ્રશ્ન: ‘પુલ ટ્રાન્ઝેક્શન’ સુવિધા બંધ થવાથી વપરાશકર્તાઓને શું ફાયદો થશે?
જવાબ- આ સુવિધા બંધ કરવા બાબતે હાલમાં NPCI બેંકો સાથે વાત કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વાતચીત હજુ પહેલા તબક્કામાં છે. જો ભવિષ્યમાં પુલ ટ્રાન્ઝેક્શન બંધ કરવામાં આવશે, તો ગ્રાહકોને થોડા સંભવિત ફાયદા થશે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

પ્રશ્ન: શું આનાથી ઓનલાઈન સબ્સ્ક્રિપ્શન અને બિલ ચુકવણી પર અસર પડશે?
જવાબ: ‘પુલ ટ્રાન્ઝેક્શન’ બંધ કરવાથી ઓટો-ડેબિટ આધારિત સબ્સ્ક્રિપ્શન્સ અને બિલ ચુકવણીઓ પર અસર પડશે. હાલમાં, ઘણા લોકો વીજળી, મોબાઈલ રિચાર્જ, ગેસ અને અન્ય બિલ ઓટો-ડેબિટ પર સેટ કરે છે. જેના કારણે દર મહિને તેમના બેંક ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જાય છે. આ ફીચર બંધ થયા પછી, યુઝરે દર મહિને મેન્યુઅલી પેમેન્ટ કરવું પડશે.
પ્રશ્ન: જે સેવાઓ માટે લોકો ઓટો-ડેબિટનો ઉપયોગ કરતા હતા તે હવે કેવી રીતે કામ કરશે?
જવાબ: UPIની ‘પુલ ટ્રાન્ઝેક્શન’ સુવિધા બંધ થયા પછી ઓટો-ડેબિટમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. ઓટો-ડેબિટનો ઉપયોગ મોટાભાગે વીજળીના બિલ, મોબાઈલ રિચાર્જ, OTT સબસ્ક્રિપ્શન, લોન EMI, વીમા પ્રીમિયમ, SIP રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ માટે થતો હતો. હવે આ સેવાઓ માટે નવા વિકલ્પો અપનાવવા પડશે. હવે ગ્રાહકે UPI નોટિફિકેશન અથવા SMS દ્વારા પેમેન્ટને મંજૂરી દેવી પડશે. EMI પેમેન્ટ એપ્લિકેશન્સ અથવા બેંકિંગ એપ્લિકેશન્સમાં ઓટો-ડેબિટ વિકલ્પ ઉપલબ્ધ હશે, પરંતુ દર વખતે મંજૂરીની જરૂર પડશે.

પ્રશ્ન – શું આનાથી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ટ્રાન્ઝેક્શન પર કોઈ અસર પડશે?
જવાબ: સાઈબર નિષ્ણાત ઈશાન સિન્હા કહે છે કે, ઘણા વેપારીઓ ગ્રાહકો પાસેથી મેમ્બરશીપ ચાર્જ, EMI પેમેન્ટ અને મંથલી સર્વિસનો ચાર્જ વસૂલવા માટે UPIના ઓટો-ડેબિટ મોડેલ પર આધાર રાખે છે. પુલ ટ્રાન્ઝેક્શન બંધ થયા પછી, તેમણે દર વખતે ગ્રાહક પાસેથી પેમેન્ટની મંજૂરી લેવી પડશે, જેનાથી ટ્રાન્ઝેક્શનને અસર થઈ શકે છે. ઉપરાંત, હવે તેમણે પેમેન્ટ લેવા માટે ગ્રાહકોને મેન્યુઅલી રિમાઈન્ડર મોકલવા પડશે.
પ્રશ્ન: પુલ ટ્રાન્ઝેક્શનની જગ્યાએ કઈ નવી પેમેન્ટ સિસ્ટમ વિકસાવી શકાય છે?
જવાબ: UPI ‘પુલ ટ્રાન્ઝેક્શન’ ફીચર બંધ થવાથી પેમેન્ટ સિક્યોરિટી વધશે, પરંતુ વેપારીઓ અને ગ્રાહકોએ નવી સિસ્ટમો અપનાવવી પડશે. આ માટે કંપનીઓએ નવા વિકલ્પો શોધવા પડશે.
પ્રશ્ન: શું NPCI કોઈ નવું ફીચર રજૂ કરશે જે ઓટો-ડેબિટ માટે સલામત હોય?
જવાબ- સુરક્ષિત ઓટો-ડેબિટ માટે કેટલાક અન્ય ફીચર્સ પણ છે. જેમાં મુખ્ય e-KYC સેતુ સિસ્ટમ છે, જે ગ્રાહકોની ઓળખ સુરક્ષિત અને અસરકારક રીતે ચકાસવામાં મદદ કરે છે. e-KYC સેતુ સિસ્ટમના ઘણા ફાયદા છે. જેમ કે-
- આ સિસ્ટમ આધાર-બેઝ્ડ e-KYC ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરે છે, જેમાં ગ્રાહકની ઓળખ આધાર નંબર શેર કર્યા વિના ચકાસી શકાતી નથી.
- ડિજિટલ વેરિફિકેશનને કારણે દસ્તાવેજી કામની જરૂર રહેતી નથી.
પ્રશ્ન: હવે લોકો કેવી રીતે ખાતરી કરી શકે કે તેમની પરવાનગી વિના ખાતામાંથી પૈસા કપાઈ ન જાય?
જવાબ: UPI ‘પુલ ટ્રાન્ઝેક્શન’ સુવિધા બંધ થયા પછી, ગ્રાહકોએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તેમની પરવાનગી વિના તેમના બેંક ખાતામાંથી પૈસા કપાઈ ન જાય. આ માટે જાતે સતર્ક રહેવું એ શ્રેષ્ઠ સલામતીનો ઉપાય છે. જો ગ્રાહકો UPI AutoPay, બેંક એલર્ટ, લિમિટ સેટિંગ્સ અને ઈ-મેન્ડેટ મેનેજમેન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરે, તો પરવાનગી વિના પૈસા કપાશે નહીં. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

ચાલો હવે આ મુદ્દાઓ સમજીએ.
- બેંક અને UPI એપ પર જઈને SMS અને ઈમેઇલ એલર્ટ ઓન કરો.
- જો કોઈ અનધિકૃત ટ્રાન્ઝેક્શન હોય તો તાત્કાલિક બેંકને જાણ કરો.
- બેંક અને UPI એપ (ફોનપે, ગૂગલપે, પેટીએમ) પર જઈને UPI ટ્રાન્ઝેક્શનની લિમિટ સેટ કરો.
- મોટી રકમ માટે OTP અથવા UPI પિન જરૂરી છે તેની ખાતરી કરવા માટે બેંકનો સંપર્ક કરો.
- મહિનામાં ઓછામાં ઓછા એક વાર બેંક સ્ટેટમેન્ટ અને UPI ટ્રાન્ઝેક્શનની સમીક્ષા કરો.
- અજાણ્યા નંબરો કે ઈમેલ પરથી આવતી પેમેન્ટ લિંક્સ પર ક્લિક ન કરો. કોઈ પણ બેંક કે NPCI તમારી પાસેથી OTP કે UPI પિન માંગતી નથી.
- UPI એપ ફક્ત Google Play Store અથવા Apple Play Store પરથી ડાઉનલોડ કરો.
- ફક્ત તમારી બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા NPCIના પોર્ટલ પરથી જ માહિતી મેળવો.
- ગૂગલ પે, ફોનપે અને પેટીએમ અથવા બેંકના નેટ બેંકિંગ પર જઈને અનવોન્ટેડ ઓટો-ડેબિટ સર્વિસ બંધ કરો.
- UPI એપ પર જાઓ અને જુઓ કે કયા એકાઉન્ટ લિંક કરેલા છે અને બિનજરૂરી એકાઉન્ટ્સ દૂર કરો.