- Gujarati News
- Lifestyle
- Health
- What Is This Disease, In Which Getting Up Walking Becomes Difficult; Know Its Symptoms And Remedies From The Doctor
2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
એક્ટર વરુણ ધવન અને સામંથા રુથ પ્રભુની વેબ સિરીઝ ‘સિટાડેલ: હની બન્ની’ની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સીરિઝની ફાઈટ કોરિયોગ્રાફી અને ડિટેક્ટિવ સ્ટોરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. સામંથા રુથ પ્રભુની તબિયતની પણ ચર્ચા થઈ રહી છે.
વરુણ ધવને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સામંથા શૂટિંગ દરમિયાન બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી ત્યારે સેટ પર જ ઓક્સિજન ટેન્ક મગાવવામાં આવતી હતી.
સામંથાને માયોસાઇટિસ નામની બીમારી છે. આમાં, રોગપ્રતિકારક કોષો શરીરના સ્નાયુઓ પર હુમલો કરવાનું શરૂ કરે છે. જેના કારણે ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે, જે ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે. ઇન્ફ્લેમેશનને કારણે સ્નાયુઓ નબળા થવા લાગે છે. જેના કારણે ઊઠવું અને બેસવું મુશ્કેલ બને છે. જ્યારે લક્ષણો ગંભીર બને છે, ત્યારે શ્વાસ લેવામાં અને કંઈક ખાવાનું પણ મુશ્કેલ બને છે.
તેથી જ આજે ‘ સેહતનામા ‘ માં આપણે માયોસાઇટિસ વિશે વાત કરીશું. તમે એ પણ જાણી શકશો કે-
- આ રોગના કેટલા પ્રકાર છે?
- તેનાં લક્ષણો શું છે?
- માયોસાઇટિસની સારવાર શું છે?
માયોસાઇટિસ શું છે? માયોસાઇટિસ એ એક રોગ છે જે રોગપ્રતિકારક શક્તિને શરીરના સ્નાયુઓ પર હુમલો કરવા દબાણ કરે છે. તે સ્નાયુઓમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન કરી શકે છે જે ક્યારેક વધી જાય છે. આનો અર્થ એ છે કે ઇન્ફ્લેમેશન લાંબા સમય સુધી ચાલુ રહે છે અને આ સમયગાળા દરમિયાન વધતી અને ઓછી થતી રહે છે. કેટલીકવાર તે ચામડી પર લાલ અથવા જાંબલી ફોલ્લીઓનું કારણ બને છે.
માયોસાઇટિસના લક્ષણો શું છે? માયોસાઇટિસથી અસરગ્રસ્ત વ્યક્તિમાં સામાન્ય રીતે શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી. તેનાં લક્ષણો સમય સાથે વધે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આનાથી શરીરમાં સોજો આવી જાય છે. આ પછી, સ્નાયુઓમાં નબળાઇ અને પીડાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય, અન્ય કયા લક્ષણો હોઈ શકે છે, ગ્રાફિકમાં જુઓ:
માયોસાઇટિસના કેટલા પ્રકાર છે? માયોસાઇટિસનું નિદાન લક્ષણો અને અસરગ્રસ્ત સ્નાયુઓના આધારે થાય છે. આ આધારે, તેમને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
તમામ પ્રકારના માયોસાઇટિસ વિશે વિગતવાર જાણો.
ડર્મેટોસાઇટિસ ડર્મેટોસાઇટિસ ચામડી પર લાલ ફોલ્લીઓનું કારણ બને છે. આ લક્ષણો સામાન્ય રીતે ચહેરા, ગરદન અને છાતી પર જોવા મળે છે.
જેના કારણે ત્વચા શુષ્ક અને ખરબચડી બની શકે છે. આમાં, અતિશય થાકની સાથે ગરદન, કમર અને ખભામાં નબળાઈની લાગણી થઈ શકે છે. માંસપેશીઓમાં બળતરાને કારણે તેને ખોરાક ગળવો મુશ્કેલ બને છે અને અવાજ ખૂબ ભારે થઈ જાય છે. સાંધામાં સોજાની સાથે દુખાવો પણ થઈ શકે છે.
ઇનક્લૂઝન બોડી માયોસાઇટિસ આ એકમાત્ર પ્રકારનો માયોસિટિસ છે જે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે.
જેના કારણે ચાલવું મુશ્કેલ બની જાય છે. જો વ્યક્તિ બેઠો હોય તો તેને ઉઠવામાં ઘણી તકલીફ થાય છે. ગળવામાં અને વાત કરવામાં મુશ્કેલી થાય છે
જૂવેનાઇલ માયોસાઇટિસ જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકમાં માયોસાઇટિસનું નિદાન થાય છે, તો તેને જુવેનાઇલ માયોસાઇટિસ કહેવામાં આવે છે.
આમાં, ત્વચા પર સોજો આવે છે અને આખા શરીર પર જાંબલી ફોલ્લીઓ દેખાય છે. પેટમાં દુખાવો થાય છે, માથામાં શેમ્પૂ કરવામાં કે કાંસકો કરવામાં સમસ્યા અનુભવાય છે. ગરદનના સ્નાયુઓ એટલાં નબળાં પડી જાય છે કે માથું ઉપાડવામાં કે હલાવવામાં તકલીફ પડે છે.
પોલી માયોસાઇટિસ આમાં શરૂઆતમાં કમરની ઉપરના સ્નાયુઓ નબળા પડી જાય છે. આ પછી તે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે. પોલિમાયોસાઇટિસનો દરેક કેસ અલગ હોય છે, અને તેની સાથેના મોટાભાગના લોકોને અન્ય ઓટો ઇમ્યૂન ડિસીસ પણ હોય છે.
આના કારણે, સ્નાયુઓમાં સોજો આવે છે અને દુખાવો ચાલુ રહે છે. આમાં લોકોને વારંવાર તાવ આવે છે અને વજન ઘટવા લાગે છે. અવાજ ભારે થઈ જાય છે અને થાક વધે છે.
ટોક્સિક માયોસાઇટિસ માયોસાઇટિસ એક જવલ્લે જ જોવા મળતો રોગ તો છે જ તેમાં પણ ટોક્સિક માયોસાઇટિસ તો તેનાથી પણ જવલ્લે જ જોવા મળતી બીમારી છે. આ ઘણીવાર અમુક દવાઓ અથવા ઝેરની આડઅસરોને કારણે થાય છે. કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરતી દવાઓ તેનું જોખમ વધારી શકે છે. તેના લક્ષણો સામાન્ય રીતે અન્ય માયોસાઇટિસ જેવા જ હોય છે.
માયોસાઇટિસનું કારણ શું છે? માયોસાઇટિસ શા માટે થાય છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ક્યારેક અન્ય તબીબી પરિસ્થિતિઓને કારણે પણ હોઈ શકે છે. તે ઓટો ઇમ્યૂન ડિસીઝ છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને અન્ય ઓટો ઇમ્યૂન ડિસીઝ હોય તો તેને માયોસાઇટિસ થવાની શક્યતા વધુ હોય છે. નીચેના ઓટો ઇમ્યૂન ડિસીઝમાં માયોસિટિસનું જોખમ વધારે છે:
- લ્યુપસ – જ્યારે ઇમ્યૂન સિસ્ટમ શરીરના તંદુરસ્ત કોષોને ખાવાનું શરૂ કરે છે
- રુમેટોઇડ સંધિવા – જ્યારે સાંધા અને તેની આસપાસની પેશીઓમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન હોય છે
- સ્ક્લેરોડર્મા – જ્યારે શરીર વધુ પડતું કોલેજન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે અને શરીરની પેશીઓને નુકસાન પહોંચાડે છે.
કેટલાક લોકોમાં એવું જોવામાં આવ્યું છે કે, આ રોગ વાયરલ ઇન્ફેક્શન પછી વિકસે છે. નીચેના વાયરલ ઇન્ફેક્શન પછી માયોસાઇટિસનું જોખમ વધારે છે:
- કોમન કોલ્ડ
- ઈન્ફલ્યુએન્ઝા
- HIV
માયોસાઇટિસની સારવાર શું છે? માયોસાઇટિસ માટે કોઈ સારવાર ઉપલબ્ધ નથી. જો કે, કેટલીક દવાઓ અને કસરતની મદદથી તેના લક્ષણો ઘટાડી શકાય છે. આમાં, સ્નાયુઓના સોજાને ઘટાડવા અને સુસ્તી અથવા નબળાઇને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેની સારવારમાં, કેટલાક સ્ટેરોઇડ્સ, ઇમ્યુનો સપ્રેસન્ટ્સ અને ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે.
અસરગ્રસ્ત સ્નાયુઓને લવચીક અને મજબૂત બનાવવા માટે ડૉક્ટર સ્ટ્રેચિંગ અને કસરતની ભલામણ કરી શકે છે. આ સાંધાનો દુખાવો અને જડતા ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ સિવાય ડૉક્ટરો આ રોગનો સામનો કરવા માટે વિશેષ આહારનું પાલન કરવાની સલાહ આપી શકે છે.
માયોસાઇટિસમાં આહાર કેવો હોવો જોઈએ? ‘સિટાડેલ હની બન્ની’ના પ્રીમિયર વીક દરમિયાન સામંથા રુથ પ્રભુ સવાલ-જવાબનું સેશન કરી રહી હતી. તે જ સમયે, એક પ્રશંસકે તેના પાતળાપણા પર પ્રશ્ન કર્યો અને તેને થોડું વજન વધારવા માટે કહ્યું.
તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો બનાવીને આનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે તમે લોકોએ જાણવું જોઈએ કે હું સખત એન્ટી-ઇન્ફ્લેમેટરી ડાયટ પર છું, જે મારી સ્થિતિ માટે જરૂરી છે. આ મારું વજન નિયંત્રણમાં રાખે છે અને મારી સ્થિતિ (માયોસાઇટિસ) માં મદદ કરે છે.
એન્ટી ઇન્ફ્લેમેટરી આહાર આવો છે ફળો અને શાકભાજી: આહારમાં તમામ રંગોનાં ફળો અને શાકભાજીનો સમાવેશ થવો જોઈએ. તેમાં ખાસ કરીને સાઇટ્રસ ફળો, બેરી અને પાંદડાવાળા શાકભાજી હોવા જોઈએ.
આખા અનાજઃ ઘઉં, ઓટ્સ, રાઈ, બાજરી, ક્વિનોઆ અને બ્રાઉન રાઈસનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ.
કઠોળ: તમામ કઠોળ, ચણા, બ્લેક બીન્સ અને લાલ રાજમાનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.
હેલ્ધી ફેટ: ખોરાકમાં ચરબીને લઈને થોડી વધુ સાવચેતી રાખવી જોઈએ. આમાં ઓલિવ તેલ અને ફેટી માછલીનો સમાવેશ થઈ શકે છે.
બદામ અને બીજ: બદામ, અખરોટ, ચિયા બીજ અને ફ્લેક્સ સીડ્સને આહારમાં સામેલ કરવા જોઈએ.
મસાલા અને જડીબુટ્ટીઓ: આદુ, લસણ, હળદર, એલચી, કાળા મરી અને તજનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.
ગટ હેલ્ધી ફૂડઃ દહીં, પનીર અને કેળાનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.
નોંધ – એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોસેસ્ડ, અલ્ટ્રાપ્રોસેસ્ડ ખોરાક, શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.