34 મિનિટ પેહલા
- કૉપી લિંક
શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે, જે વ્યક્તિ પર તમે આંધળો વિશ્વાસ કર્યો હોય તેણે તમારું દિલ તોડી નાખ્યું હોય? પાર્ટનર દ્વારા કરવામાં આવેલો વિશ્વાસઘાત એ કોઈપણ સંબંધ માટે એક ઊંડો ઘા છે, જે સરળતાથી રૂઝાતો નથી.
આવી સ્થિતિમાં, સંબંધને બીજી તક આપવી જોઈએ કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. દગો મળે ત્યારે આપણે ખૂબ નિરાશ થઈ જઈએ છીએ. તેનાથી આપણા મનમાં અસંખ્ય પ્રશ્નો ઉભા થાય છે.
આ એક મુશ્કેલ નિર્ણય છે જે દરેક માટે અલગ હોય છે. કેટલાક લોકો છેતરપિંડી કરનારા પાર્ટનરને ક્યારેય માફ કરી શકતા નથી, કારણ કે તેમના માટે વિશ્વાસઘાત એ એક એવી રેખા છે જેને ઓળંગી શકાતી નથી.
જ્યારે કેટલાક લોકો સંબંધોને સુધારવા અને ફરીથી પ્રેમનો પાયો નાખવાનો પ્રયાસ કરે છે. તેઓ માને છે કે, દરેક વ્યક્તિને બીજી તક મળવી જોઈએ. જોકે તેમ છતાં, આપણા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ચાલતા હોય છે.
આવી સ્થિતિમાં, આજે આપણે ‘રિલેશનશિપ‘ કોલમમાં જાણીશું કે-
- પ્રેમ સંબંધમાં વિશ્વાસઘાતની વ્યાખ્યા શું છે?
- શું છેતરપિંડી બાદ પણ પાર્ટનરને બીજી તક આપવી જોઈએ?

પ્રેમ સંબંધમાં છેતરપિંડી એટલે શું?
છેતરપિંડીની કોઈ એક વ્યાખ્યા નથી. જોકે, જો તમારો પાર્ટનર તમને એવી કોઈ પણ રીતે દગો આપે છે, જેનાથી તમને ભાવનાત્મક કે શારીરિક રીતે નુકસાન થાય છે, તો તે છેતરપિંડી છે.
જો તમારા પાર્ટનરે તમારી સાથે છેતરપિંડી કરી હોય, તો ફક્ત તમે જ નક્કી કરી શકો છો કે તમે સંબંધમાં રહેવા માંગો છો કે નહીં. તમારે નક્કી કરવું પડશે કે છેતરપિંડીની વ્યાખ્યા શું છે?
દરેક સંબંધ માટે આ વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે છે. કેટલાક લોકો માટે, છેતરપિંડી ફક્ત શારીરિક સંબંધો સુધી મર્યાદિત હોય છે, જ્યારે અન્ય લોકો માટે, શારીરિક સંબંધો સિવાયની બાબાતો છેતરપિંડી હોઈ શકે છે. ચાલો આને ગ્રાફિક દ્વારા સમજીએ.

પાર્ટનરથી છુપાઈને પોર્ન જોવું: પાર્ટનરથી છુપાઈને પોર્ન ફિલ્મો જોવી એ માત્ર શારીરિક સંતોષની વાત નથી પરંતુ તે વિશ્વાસ તોડવા સમાન છે.
જ્યારે પાર્ટનરને ખબર પડે છે કે, બીજી વ્યક્તિ છુપાઈને પોર્ન જોઈ રહી છે, ત્યારે તેમને લાગશે કે તમે કોઈ બીજા સાથે ફેંટસીમાં જીવી રહ્યા છો. આનાથી સંબંધોમાં અંતર અને અવિશ્વાસ પેદા થાય છે.
પાર્ટનરથી છુપાઈને એક્સ સાથે વાત કરવી: આ ભાવનાત્મક રીતે દગો દેવા જેવું છે. પૂર્વ પ્રેમી સાથે વાત કરવાથી તમારા જૂના સંબંધની યાદ આવે છે અને નવા સંબંધમાં અસુરક્ષા પેદા થાય છે.
જ્યારે પાર્ટનરને ખબર પડે છે, ત્યારે તેમને લાગે છે કે કોઈ બીજું તેમનું સ્થાન લઈ રહ્યું છે.
બીજા કોઈ સાથે ભાવનાત્મક સંબંધ રાખવો: આ શારીરિક દગા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે.
જ્યારે પાર્ટનરને ખબર પડે છે કે, તેમનો સાથી કોઈ બીજા સાથે ભાવનાત્મક રીતે સંકળાયેલો છે, ત્યારે તેમને લાગે છે કે તેમનો સંબંધ પોકળ છે. તેનાથી વિશ્વાસઘાત અને એકલતાનો અનુભવ થાય છે.
પાર્ટનરથી છુપાઈને ડેટિંગ એપ્સનો ઉપયોગ: આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમે સંબંધથી સંતુષ્ટ નથી. તેનાથી વિશ્વાસ તૂટે છે અને સંબંધોમાં અસુરક્ષા ઉભી થાય છે.
જ્યારે પાર્ટનરને ખબર પડે છે, ત્યારે તેમને લાગે છે કે તેમનો સંબંધ જોખમમાં છે.
વિશ્વાસઘાત બાદ પાર્ટનરને બીજી તક આપવી જોઈએ?
પાર્ટનરને બીજી તક આપવી કે નહીં તે સંપૂર્ણપણે તમારી વ્યક્તિગત પરિસ્થિતિ, લાગણીઓ અને માન્યતાઓ પર આધાર રાખે છે. આ એક મુશ્કેલ નિર્ણય છે અને તે લેતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.
ચાલો આ બાબતોને ગ્રાફિક્સ દ્વારા સમજીએ.

જો આવું પહેલી વાર થયું હોય: જો તમારા પાર્ટનરે ભૂલથી આવું કર્યું હોય. જો તે છુપાવવાને બદલે આગળ આવીને તમને આ વાત પોતે કહે અને તેને પોતાની ભૂલનો પસ્તાવો થાય, તો તમે તેને બીજી તક આપવા વિશે વિચારી શકો છો.
જો તમારો પાર્ટનર પોતાની ભૂલ સ્વીકારે અને જવાબદારી લે: જો તમારો પાર્ટનર પોતાની ભૂલ સ્વીકારે અને તેને સુધારવા તૈયાર હોય, તો તમે સંબંધ જાળવી શકો છો.
જોકે, તમારે સાથે રહેવું છે કે નહીં તે નક્કી કરવાનું તમારા ઉપર છે.
જો તમારો પાર્ટનર પારદર્શક હોય: તમારો પાર્ટનર તેના ફોન, સોશિયલ મીડિયા વગેરે વિશે પારદર્શક છે અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા તૈયાર છે.
જો તમે સંબંધ બચાવવા માંગતા હો: જો તમે માનતા હોવ કે સંબંધ હજુ પણ મજબૂત રહી શકે છે અને તમે બંને તેને સુધારવા માટે સાથે મળીને કામ કરી શકો છો. આવી સ્થિતિમાં, તમે તમારા પાર્ટનરને બીજી તક આપી શકો છો.
બીજી તક ન આપવાના કારણો
જો તમારો પાર્ટનર વારંવાર દગો આપે છે: કદાચ એક વાર ભૂલ થઈ હોય, પણ જો તે આદત બની ગઈ હોય, તો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તમારે આવા સંબંધથી દૂર થઈ જવું જોઈએ.
જો તે પોતાની ભૂલ સ્વીકારતો નથી: જો તમારો પાર્ટનર બહાના બનાવે છે અથવા તમને જ દોષ આપે છે, તો આ સંબંધ માટે ખતરનાક બની શકે છે.
જો તમને વારંવાર શંકાઓ થતી રહે: જો તમે ભવિષ્યમાં તેમના પર વિશ્વાસ ન કરી શકો અને આ તમને હંમેશા પરેશાન કરશે, તો સંબંધ બોજ બની શકે છે. આવી સ્થિતિમાં, અલગ થવું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે વધુ સારું રહેશે.
જો તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી હોય: જો તમને લાગે કે આ સંબંધ તમારી માનસિક શાંતિ અને આત્મસન્માનને નુકસાન પહોંચાડી રહ્યો છે, તો તેમાંથી બહાર નીકળવું શ્રેષ્ઠ છે.