8 મિનિટ પેહલા
- કૉપી લિંક
વેકેશન આવે તે પહેલાં જ લોકો ફરવા જવાનો પ્લાન કરી લેતા હોય છે, પરંતુ પરિવારમાં કેટલાક લોકો એવા હોય છે જેમને મુસાફરી કરતા પહેલાં જ એગ્ઝાયટી થવા લાગે છે. મુસાફરી કરતા પહેલાં જ , તેમના મનમાંથી મુસાફરીની એગ્ઝાયટી દૂર કરવી જરૂરી છે, નહીં તો તેઓબીજા લોકોના પ્રવાસના રંગમાં પણ ભંગ પાડી શકે છે. ડૉ. શીતલ રાડિયા, વોકહાર્ટ હોસ્પિટલ, મુંબઈના ઓટોરહિનોલેરીંગોલોજી (ENT) કન્સલ્ટન્ટ, પ્રવાસ પૂર્વેની એગ્ઝાયટી ના કારણો, લક્ષણો અને ઉપાયો સમજાવે છે.
મુસાફરી પહેલાં એગ્ઝાયટીના કારણો
પ્રી-ટ્રાવેલ અસ્વસ્થતા એટલે કે હોડોફોબિયાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણા લોકો ઊંચાઈથી ડરે છે, આવા લોકો એરોપ્લેનમાં મુસાફરી કરતા ડરે છે.
જો ઘણા લોકો મુસાફરી દરમિયાન અકસ્માત જુએ છે, તો તેઓ તેનાથી એટલા ડરી જાય છે કે તેઓ મુસાફરીનો ઉલ્લેખ કરતા જ ચિંતિત થવા લાગે છે. આફત, રોગચાળો કે હુલ્લડોના ખરાબ અનુભવને કારણે પણ મુસાફરીનો ડર લાગે છે.
હોડોફોબિયાના લક્ષણો
મુસાફરી પહેલાં એગ્ઝાયટી લક્ષણો ઘણી રીતે જોવા મળે છે. તેની અસર શારીરિક અને માનસિક બંને હોઈ શકે છે. તેની અતિશયતા ગભરાટના હુમલાનું સ્વરૂપ પણ લઈ શકે છે.
ચક્કર આવે છે
ઘણા લોકો મુસાફરી વિશે વિચારીને જ ચક્કર આવવા લાગે છે. તેઓ કોઈપણ સંજોગોમાં મુસાફરી કરવાનું ટાળવા માગે છે. તેઓ ઈરાદાપૂર્વક આવું નથી કરતા. મુસાફરીનો ડર તેમના મનમાં ઘર કરી ગયો હોય છે.
પરસેવાથી રેબઝેબ
ઘણા લોકો એવા હોય છે જેમને ફ્લાઈટમાં ચડતાની સાથે જ પરસેવો આવવા લાગે છે. ACની ઠંડીની તેમના શરીર પર કોઈ અસર થતી નથી. મુસાફરીનો ડર તેમના મનમાં એટલી હદે હાવી થઈ જાય છે કે તેઓ તેના વિશે વિચારતા જ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે.
ઉબકા લાગે છે
પ્રવાસ શરૂ કરતા પહેલાં ઘણા લોકોને ઉબકા આવે છે. તેઓ એટલા અસ્વસ્થ થઈ જાય છે કે ઘણા લોકોને મુસાફરીપહેલાં ઊલટી પણ થઇ શકે છે.
માથાનો દુખાવો વધે છે
મુસાફરીના ડરથી ઘણા લોકોને માથાનો દુખાવો થવા લાગે છે. પીડાને કારણે તે કોઈની સાથે વાત કરી શકતો નથી. તેમને કંઈ ગમતું નથી. પરંતુ મુસાફરી પૂરી થતાં જ તેનો માથાનો દુખાવો દૂર થઈ જાય છે.
ધ્રુજારી આવવા લાગે
મુસાફરી કરતાપહેલાં પણ કેટલાક લોકો એટલા ડરી જાય છે કે તેઓ ધ્રૂજવા લાગે છે. ખાસ કરીને પ્લેનમાં મુસાફરી કરવાના ડરને કારણે આવું થાય છે. કેટલાક લોકો પહાડોમાં મુસાફરી કરતી વખતે ઊલટી થવાથી ડરતા હોય છે અને મુસાફરી પહેલાં જ ધ્રૂજવા લાગે છે.
હૃદયના ધબકારા વધે છે
યાત્રા શરૂ કરતા પહેલાં ઘણા લોકોના હૃદયના ધબકારા વધી જાય છે. અગાઉના પ્રવાસ દરમિયાન બનેલી કેટલીક અપ્રિય ઘટનાને કારણે પણ આવું બની શકે છે. પ્રવાસ પહેલાં કે દરમિયાન કોઈપણ પ્રકારના ડર કે તણાવને કારણે વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે છે. મુસાફરી પહેલાંની એગ્ઝાયટીની અસર વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે.
આ રહ્યા ઉપાયો
જો તમને મુસાફરી દરમિયાન અકસ્માત, ચોરી કે લૂંટનો ડર લાગતો હોય, તો તમારા મનમાંથી મુસાફરીનો ડર દૂર કરવા માટે તમે મુસાફરી પહેલાં થોડી તૈયારીઓ કરી શકો છો, જેથી તમે કોઈપણ ચિંતા વગર પ્રવાસનો આનંદ માણી શકો. આ માટે, તમે જે સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તેની સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે અગાઉથી જાણો.
મનમાંથી ડર કે ચિંતા દૂર કરવા શ્વાસ લેવાની કસરત કરો. તમે યોગ અને પ્રાણાયામ કરવાથી ઘણી રાહત અનુભવશો.
જો તમને એકલા મુસાફરીનો ડર લાગતો હોય તો ગ્રુપમાં મુસાફરી કરવાનો પ્લાન બનાવો. આ તમને કંપની આપશે અને મુસાફરીનો તણાવ પણ દૂર કરશે.