32 મિનિટ પેહલાલેખક: સંદીપ કુમાર
- કૉપી લિંક
આજના સમયમાં સુંદર દેખાવા માટે લોકો એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય એવું લાગી રહ્યું છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિ બ્યૂટી કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.
2023માં ભારતીય કોસ્મેટિક્સ બજાર રૂ. 800 કરોડની આસપાસ હતું, જે 2032 સુધીમાં રૂ. 1800 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.
મોટાભાગના કોસ્મેટિક અને બ્યૂટી કેર પ્રોડક્ટ્સ બનાવવામાં કેમિકલનો ઉપયોગ થાય છે. આ કેમિકલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
જેના કારણે હોર્મોનલ સિસ્ટમમાં ગરબડ, ત્વચામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય આ કોસ્મેટિક પ્રોડક્ટ્સનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી સ્કિન કેન્સરનું જોખમ વધી જાય છે. તેથી, આ બ્યૂટી કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે.
તેથી, આજે કામના સમાચારમાં આપણે બ્યૂટી કેર પ્રોડક્ટ્સ વિશે વાત કરીશું.
તમે એ પણ શીખી શકશો કે-
- બ્યૂટી કેર પ્રોડક્ટ્સમાં કયા-ક્યા પ્રકારનાં કેમિકલ હોય છે?
- બ્યૂટી કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?
એક્સપર્ટ: ડૉ. શીના કપૂર, ડર્મેટોલોજિસ્ટ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, ઈન્દોર
પ્રશ્ન- બ્યૂટી કેર પ્રોડક્ટ્સમાં કયાં પ્રકારનાં કેમિકલનો ઉપયોગ થાય છે?
જવાબ- પર્સનલ હાઇજીન અને બ્યૂટી કેર પ્રોડક્ટ્સને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા, સુગંધિત બનાવવા અને સૂર્યપ્રકાશથી બચાવવા માટે અનેક પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ત્વચાને ઈન્ફેક્ટેડ કરી શકે છે.
નીચે આપેલા મુદ્દાઓ પરથી સમજો કે બ્યૂટી કેર પ્રોડક્ટ્સમાં કયું કેમિકલ ઉમેરવામાં આવે છે.
ટેલ્કમ પાવડરમાં રહેલો એસ્બેસ્ટોસ સબસ્ટેન્સ ખૂબ જ નુકસાનકારક
લોકો પરસેવો કે દુર્ગંધને દૂર કરવા ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરે છે. પરંતુ ટેલ્કમ પાવડર ત્વચા માટે હાનિકારક છે. તે એ હદે બારીક પીસાયેલો હોય છે કે તે ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે.
ટેલ્કમ પણ એક પ્રકારનું કેમિકલ છે, જેમાં મેગ્નેશિયમ અને સિલિકેટ મિક્સ થાય છે. પરસેવામાં સોડિયમ હોવાથી સોડિયમ અને મેગ્નેશિયમ મળીને પરસેવો શોષી લે છે. આ સિવાય કેટલાક ટેલ્કમ પાવડરમાં એસ્બેસ્ટોસ અને સ્પાસ્ટિક નામનો પદાર્થ હોય છે જે ફેફસાના કેન્સરનું કારણ બની શકે છે.
નેઇલ પોલીશ અથવા નેઇલ પેઇન્ટ રિમૂવરથી ઇન્ફેક્શનનું જોખમ
નેલ પોલીશમાં ટોલ્યુનિન, ફોર્માલ્ડીહાઈડ અને ડિબ્યૂટાઇલ ફેથલેટ જેવા હાનિકારક કેમિકલ હોય છે. નેલ પેઇન્ટ રિમૂવરમાં એસીટોન જોવા મળે છે. આ તમામ પદાર્થો ત્વચા માટે હાનિકારક છે.
તેમજ વિવિધ પ્રકારના નેલ પેઈન્ટનો ઉપયોગ કરવાથી નખ ડ્રાય, લાલ અને નબળા થઈ જાય છે. આ સિવાય આજકાલ આર્ટિફિશિયલ નખનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ નખને ચોંટાડવા માટે વપરાતા ગુંદરથી ઇન્ફેક્શન લાગવાનું પણ જોખમ રહેલું છે.
હેર રિમૂવલ
હેર રિમૂવલ ક્રીમનો ઉપયોગ ત્વચા પરથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે થાય છે. વાળ દૂર કરવાની ક્રીમમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા કેમિકલ હોય છે, જે ત્વચાને બાળી શકે છે અથવા કાળી કરી શકે છે. જે લોકોની સ્કિન સેન્સેટિવ હોય છે તેમની ત્વચા પર હેર રિમૂવલ ક્રીમના કારણે ફોલ્લીઓ થઈ શકે છે.
હેર ડાયથી આંખ અને ત્વચાની એલર્જીનું જોખમ
હેર ડાયમાં ઘણા કેમિકલ હોય છે જે ત્વચામાં બળતરા અથવા એલર્જીનું કારણ બની શકે છે. કેટલાક કેમિકલ હોર્મોન્સને વિક્ષેપિત કરી શકે છે.
હેર ડાયમાં એમોનિયા, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પી-ફેનીલેનેડિયામાઇન (PPD) જેવા કેમિકલ ઉમેરવામાં આવે છે. એમોનિયા વાળના પ્રોટીન લેયરને અલગ કરે છે જેથી રંગ વાળ સુધી પહોંચી શકે. હાઇડ્રોજન પેરોક્સાઇડ વાળને બ્લીચ કરે છે અને પી-ફેનીલેનેડીમાઇન વાળને સોફ્ટ કરવાનું કામ કરે છે. આ બધાથી આંખોમાં એલર્જી થઈ શકે છે.
પ્રશ્ન- બ્યૂટી કેર પ્રોડક્ટ્સ ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ- જ્યારે બ્યૂટી કેર પ્રોડક્ટ્સ ખરીદવાની વાત આવે છે, ત્યારે માર્કેટમાં બ્યૂટી પ્રોડક્ટ્સ સસ્તાથી લઈને મોંઘા ભાવે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં સ્કિન કેર, હેર કેર કે મેકઅપ રુટિન માટે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવી મુશ્કેલ છે.
દરેક બ્યૂટી કેર પ્રોડક્ટ અલગ-અલગ સ્કિન પ્રમાણે બનાવવામાં આવે છે. એવી કોઈ પ્રોડક્ટ નથી કે જેનો દરેક લોકો સમાન રીતે ઉપયોગ કરી શકે. તેથી, કોઈપણ બ્યૂટી કેર પ્રોડક્ટ ખરીદતાં પહેલાં તમારી સ્કિનને સમજવાની જરૂર છે. આ સિવાય તે પ્રોડક્ટ પર લખેલી વસ્તુઓને ધ્યાનથી વાંચો.
કોઈપણ બ્યૂટી કેર પ્રોડક્ટ ખરીદતાં પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તે નીચેના ગ્રાફિક પરથી સમજો.
ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ
- બહારથી સરખી દેખાતી સ્કિન ખરેખર ઓઈલી, ડ્રાય, અથવા સેન્સેટિવ હોઈ શકે છે. તેથી, બ્યૂટી કેર પ્રોડક્ટ્સ ખરીદતા પહેલાં તમારી સ્કિનના પ્રકારને સમજો. નિષ્ણાતની સલાહ બાદ તે મુજબ બ્યૂટી પ્રોડક્ટ્સ પસંદ કરો. જેમ કે ડ્રાય સ્કિન માટે હાઇડ્રેટિંગ ફોર્મ્યુલેશન અથવા ઓઈલી ત્વચા માટે ઓઇલ ફ્રી ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરવો વધુ સારું છે. આ સિવાય કેટલાક લોકોની ત્વચાનો પ્રકાર તેમના હોર્મોન લેવલ, હવામાન, પ્રદૂષણ અને અન્ય ઘણા કારણોસર બદલાતો રહે છે. તેથી, તે સમય અનુસાર ફક્ત તમારી સ્કિન માટે બનાવવામાં આવેલી પ્રોડક્ટ ખરીદવાનો પ્રયાસ કરો.
- બ્યૂટી કેર પ્રોડક્ટ્સ ખરીદતા પહેલાં બ્રાન્ડ વિશે રિસર્ચ કરો. ઓનલાઈન વેબસાઈટ પર સસ્તા અથવા ડિસ્કાઉન્ટ ઓફર પર ઉપલબ્ધ પ્રોડક્ટના રિવ્યૂ હંમેશા વાંચવાની ખાતરી કરો.
- તમારું બજેટ અને પ્રોડક્ટની કિંમત ચેક કરો. એક સામાન્ય માન્યતા છે કે મોંઘી પ્રોડક્ટ હંમેશા સારી હોય છે, જ્યારે કેટલીકવાર પરવડે તેવા ભાવે ઉપલબ્ધ પ્રોડક્ટ પણ સારા પરિણામ આપી શકે છે. આ ઉપરાંત, પ્રોડક્ટની શેલ્ફ લાઇફને પણ ધ્યાનમાં રાખો.
- સેન્સેટિવ સ્કિન ધરાવતા લોકોએ બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલાં પેચ ટેસ્ટ કરાવવો જોઈએ. આ માટે, તમે કાંડા પર અથવા કાનની પાછળ પેચ ટેસ્ટ કરી શકો છો. જો તમને પ્રોડક્ટ લગાવ્યા પછી ખંજવાળ અથવા ત્વચાની લાલાશ જેવી કોઈ સમસ્યા લાગે છે, તો આવી પ્રોડક્ટ ખરીદશો નહીં.