પ્રયાગરાજ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
મૌની અમાવસ્યા પહેલા મહાકુંભમાં ભારે ભીડ જોવા મળે છે. ભીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મંગળવાર બપોર સુધી લગભગ 2.5 કરોડ લોકોએ સ્નાન કર્યું છે.
સંગમ વિસ્તારના 15 કિલોમીટર વિસ્તારમાં ટ્રાફિક જામ છે. પગ મુકવાની પણ જગ્યા નથી. રસ્તાઓ અને શેરીઓ લોકોથી ભરેલી છે. ડ્રોનની તસ્વીરોમાં જાણે કીડિયારું ઉભરાયું હોય તેવું લાગી રહ્યું છે.
ભક્તોએ ત્રિવેણીમાં ડૂબકી મારવા માટે 20 કિમી ચાલીને જવું પડે છે. ઘાટ સુધી પહોંચવામાં 5-6 કલાકનો સમય લાગે છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવી દીધા છે.
એડીજી અને ડીએમ સતત દેખરેખ રાખી રહ્યા છે, પરંતુ ચારેબાજુથી આવતા ભક્તોને કારણે સંગમ પર ભીડ વધી રહી છે.
જુઓ મહાકુંભમાં ભારે ભીડની 10 તસવીરો…
આ તસવીર સ્ટેશનથી સંગમ સુધીના રૂટની છે. ભક્તોનો એવો ધસારો છે કે પગ મુકવાની પણ જગ્યા નથી.
સંગમમાં નાહવા માટે ભક્તોએ 20 કિમી ચાલીને જવું પડે છે. ભીડ એટલી છે કે 500 મીટર ચાલવામાં લગભગ અડધો કલાક લાગે છે.
મંગળવારે બપોરે 2 વાગ્યા સુધી લગભગ 2.5 કરોડ લોકોએ સ્નાન કર્યું છે, તમે આના પરથી ભીડનો અંદાજ લગાવી શકો છો.
મહાકુંભમાં 30 બ્રિજ બનાવવામાં આવ્યા છે, પરંતુ તમામ બ્રિજ ભક્તોથી ખીચોખીચ ભરેલા છે. ભક્તોની શોભાયાત્રા સંગમ તરફ આગળ વધી રહી છે.
પોલીસ વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરીને ભીડને અટકાવી રહી છે. જેના કારણે ભક્તોને સ્ટેશનથી સંગમ પહોંચવામાં 5-6 કલાકનો સમય લાગી રહ્યો છે.
ત્યાં એટલી બધી ભીડ છે કે વહીવટીતંત્ર જાહેરાત કરી રહ્યું છે કે લોકો જે ઘાટ પર પહોંચી રહ્યા છે ત્યાં સ્નાન કરીને સીધા ઘરે જવું જોઈએ. બિનજરૂરી રીતે આમ-તેમ ભટકશો નહીં.
વહીવટીતંત્ર લોકોને એક જગ્યાએ એકઠા ન થવા અપીલ કરી રહ્યું છે. કોઈ પણ સંજોગોમાં આવતા-જતા ભક્તોએ સામસામે ન આવવા જોઈએ. મેળામાં કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહો.
સંગમ વિસ્તારમાં ચારે બાજુથી લોકોના ટોળા આવી રહ્યા છે. તેના પર નિયંત્રણ રાખવું તંત્ર માટે પડકાર બની રહ્યું છે.
આ છે સંગમના ફૂટેજ છે, રારેય તરફ લોકોની ભીડ છે.
પોલીસ સતત ભીડને હટાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળતી નથી.
TOPIC- MAHAKUMBH