- Gujarati News
- National
- 43% More Women Candidates In Fray In Jammu And Kashmir; In Which 20 Will Contest As Independents
શ્રીનગર6 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ઘણી બેઠકો પર માત્ર મહિલા મતદારો નિર્ણાયક
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં એક દાયકા બાદ કલમ 370ની નાબૂદી પછી આ પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મહિલા ઉમેદવારોની વધુ ભાગીદારી જોવા મળી રહી છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સ્વીકૃત 873 ઉમેદવારીપત્રોમાંથી 40 મહિલાઓનાં છે. જેમાંથી 20 મહિલાને રાજકીય પક્ષોએ ટિકિટ આપી છે, જ્યારે 20 અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. 18 સપ્ટેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 9 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. બીજા તબક્કામાં 6 મહિલાઓ મેદાનમાં છે અને અંતિમ તબક્કામાં 25 મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે. 2014માં 28 મહિલાઓએ 87 વિધાનસભા મતવિસ્તારો માટે ચૂંટણી લડી હતી. જેમાંથી 21 મહિલાઓને રાજકીય પક્ષોએ ટિકિટ આપી હતી, જ્યારે 7 અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.
મહિલાઓને લઈને રાજકીય પક્ષોના સંકલ્પપત્રમાં મુખ્ય વાયદાઓ ભાજપ- સંકલ્પપત્રમાં ‘મા સન્માન યોજના’ના માધ્યમથી જમ્મુ-કાશ્મીરનાં દરેક ઘરની સૌથી વરિષ્ઠ મહિલાને દર વર્ષે 18 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. 50 હજાર લખપતિ દીદી અને ઉજ્જ્વલા લાભાર્થીઓને દર વર્ષે 2 મફત એલપીજી સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ- ‘મહિલા સન્માન યોજના’ હેઠળ મહિલાઓના ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા કરાશે. 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન. નેશનલ કોન્ફરન્સ- ઘોષણાપત્રમાં મહિલાઓ માટે વાયદાઓ કરાયા છે કે ઘરની મોભી મહિલાને આર્થિક લાભ આપવામાં આવશે. મહિલા ઉદ્યમીઓ માટે યોજનાઓ અને મફત સિલિન્ડરનું વચન આપવામાં આવ્યું છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી-મુફ્તીની પાર્ટીએ શૌચાલય, પાર્ક અને કૌશલ્ય કેન્દ્ર બનાવવાની વાત કરી છે.
મહિલા ઉમેદવારોની નજરમાં માત્ર મહિલાઓના જ મુદ્દાઓ {પીડીપીનો એક ઉભરતો યુવા ચહેરો ઇલ્તિજા મુફ્તી છે, જે દક્ષિણ કાશ્મીરના બિજબેહરા વિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડી રહી છે. તે કહે છે કે હું એમ નહીં કહું કે હું રાજકારણમાં પ્રવેશીશ અને પછી પરિસ્થિતિ બદલાવા લાગશે. જો રાજકારણમાં વધુ મહિલાઓ હશે તો મહિલાઓની સમસ્યાઓ ઝડપથી હલ થશે.
- પીપીડીની પૂર્વ ધારાસભ્ય આસિયા નક્શનું કહેવું છે ગઈ કાલે તે સદરીબલ વિસ્તારમાં ગઈ હતી. ત્યાં તેણે એક મહિલાને ફરિયાદ કરતી જોઈ કે તેનાં 4 શિક્ષિત બાળકો બેરોજગાર છે અને ખાતરી આપી કે જો પીડીપી સત્તામાં આવશે તો અમે આ મુદ્દાઓને હલ કરીશું.
- લંગેટની અપક્ષ ઉમેદવાર ખુર્શીદા બેગમે મહિલાઓ માટે રસ્તા, પાણી અને સારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. હું જંગલમાં રહેતી એક પહાડી મહિલા છું. મેં ગરીબી જોઈ છે.
સામાન્ય મહિલાઓના પ્રશ્નો રાજકીય પક્ષો કરતા અલગ
- શ્રીનગરની ગૃહિણી સબા ભટે કહ્યું કે હું એટલા માટે મત આપવા માગતી ન હતી કે મને આર્થિક સહાય મળશે પણ હું એટલા માટે મત આપવા માગું છું જેથી હું અને મારી પુત્રીઓ સુરક્ષિત અનુભવે. મહિલાઓ સામેના ગુનાઓને પ્રાથમિકતા આપવી જોઈએ.
- આર્ટ્સ ગ્રેજ્યુએટ બેનિશ મુમતાઝનું કહેવું છે કે હજુ પણ ઘણી એવી છોકરીઓ છે જે ભણવા માગે છે, પરંતુ તેમનાં માતા-પિતા તૈયાર નથી.
- કાયદાની સ્નાતક અસિમા ઝેહરા માટે આ ચૂંટણીમાં રાજકારણીઓએ માત્ર મહિલાઓ માટે નોકરીઓ જ નહીં, પરંતુ મહિલાઓની સુરક્ષા માટે વધુ સારા કાયદાઓ, ગ્રામીણ આરોગ્યસંભાળમાં સુધારો કરવાનું વચન આપવું જોઈએ.