- Gujarati News
- National
- 7 Dead, 2 Missing In Tripura, 5600 Families Living In Relief Camps; Heavy Rain Alert In 18 States
નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
દેશના કેટલાક ભાગોમાં ભારે અને મધ્યમ વરસાદ ચાલુ છે. ચોમાસુ અડધું વીતી ગયા પછી પણ અનેક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. હવામાન વિભાગ (IMD) એ બુધવારે (21 ઓગસ્ટ) 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યુ છે.
પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં ભારે વરસાદને કારણે 7 લોકોના મોત થયા છે, 2 લોકો ગુમ છે. 5600 પરિવારો રાહત શિબિરોમાં રહે છે. રાહત અને બચાવના પ્રયાસો ચાલુ છે.
અહીં રાજસ્થાનમાં ફરીથી ભારે વરસાદની શરૂઆત થઈ છે જે ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે કાલીસિંધ, ચંબલ અને અન્ય નદીઓના જળસ્તર વધી રહ્યું છે. જેના કારણે રાજસ્થાને આ નદીઓ પર બનેલા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરી દીધું છે.
આ તરફ હિમાચલ પ્રદેશના 8 જિલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. સિક્કિમના બાલુતારમાં ભૂસ્ખલન બાદ NHPCના તિસ્તા સ્ટેજ 5 ડેમ પર 510 મેગાવોટ પાવર સ્ટેશન નાશ પામ્યું હતું. આ વિસ્તારમાં સતત ભૂસ્ખલનને કારણે થોડા દિવસો પહેલા તેને ખાલી કરાવવામાં આવ્યું હતું. ઑક્ટોબર 2023માં, ગ્લેશિયલ તળાવ તુટવાને કારણે આવેલા પૂરમાં સ્ટેશનને ભારે નુકસાન થયું હતું, ત્યારબાદ કામ બંધ કરવામાં આવ્યું હતું.
યુપીમાં અત્યાર સુધીમાં 10% ઓછો વરસાદ
ઉત્તરપ્રદેશ: રાજ્યના 53 જિલ્લાઓમાં 19 ઓગસ્ટ સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. તેમજ, 22 જિલ્લામાં સામાન્ય અને સામાન્યથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 23 ઓગસ્ટ સુધીની આગાહી જાહેર કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 10% ઓછો વરસાદ થયો છે.
દિલ્હી: એક સપ્તાહ બાદ મંગળવારે અહીં ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હી રીજ વિસ્તારમાં 72.4 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
દક્ષિણના રાજ્યોમાં વરસાદઃ હૈદરાબાદ, મલકાજગીરી, ખમ્મામ, નાગરકુર્નૂલ, નાલગોંડા, નિઝામાબાદ, રંગારેડ્ડી અને તેલંગાણાના સિદ્દીપેટમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 21 ઓગસ્ટે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
તેમજ, હવામાન વિભાગે આજે કેરળના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (6 થી 20 સેમી સુધી વરસાદ) જાહેર કર્યુ છે.
દેશભરના વરસાદની તસવીરો…
ત્રિપુરામાં ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
ત્રિપુરામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળો પર લાવવામાં આવ્યા હતા.
ત્રિપુરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખભા પર સાયકલ લઈને કામ પર જતી વ્યક્તિ.
20 ઓગસ્ટે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો હતો. મિન્ટો બ્રિજ પાસે એટલું પાણી હતું કે આખી ઓટો ડૂબી ગઈ હતી.
શિમલામાં વરસાદના કારણે રસ્તા પર તિરાડ પડી ગઈ છે.
દિલ્હીમાં રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થઈને જતો એક વ્યક્તિ.
ગુવાહાટીમાં વરસાદને કારણે રસ્તાઓ પર બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા.
ત્રિપુરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. અગરતલાની સીમમાં આવેલા બાલદાખલ ગામમાં રસ્તા પર ભરાયેલા પાણીમાં જાળ નાખીને માછલી પકડતો એક માણસ.
અગરતલામાં પૂરગ્રસ્ત વિસ્તારમાંથી નીકળતા એક પુરુષ એક મહિલા.
22 ઓગસ્ટે 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ (12 સેમી)નું એલર્ટ આપ્યું છે.
- ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ-ગોવા અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ (7 સેમી)નું એલર્ટ છે.
રાજ્યોમાં હવામાનની સ્થિતિ…
રાજસ્થાનના 4 જિલ્લામાં આજે વરસાદનું એલર્ટઃ નદીઓના જળસ્તરમાં વધારો, ડેમમાંથી પાણી છોડાયું
રાજસ્થાનમાં ફરીથી ભારે વરસાદની શરૂઆત થઈ છે. જયપુર, કોટા અને ભરતપુર ડિવિઝનના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો હતો. આજે પણ હવામાન વિભાગે 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસ પણ ભારે વરસાદની સંભાવના છે.
હરિયાણામાં ચોમાસાના પવનો ફૂંકાશે; 24 કલાકમાં 8 જિલ્લામાં ભારે વરસાદ પડશે
હરિયાણામાં ફૂંકાતા ચોમાસાના પવનોને કારણે આજે પણ 7 જિલ્લામાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. જેમાં ચંદીગઢ, પંચકુલા, અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપત, સોનીપત જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ જિલ્લાઓમાં છૂટાછવાયા ઝરમર વરસાદ પડશે.
હિમાચલના 8 જિલ્લામાં પૂરનું એલર્ટ; નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે
હિમાચલ પ્રદેશના 8 જિલ્લાઓમાં આજે ફ્લૅશ-ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, બિલાસપુર, ચંબા, શિમલા, સોલન, સિરમૌર, કુલ્લુ, કાંગડા અને હમીરપુર જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.