બેંગલુરુ7 કલાક પેહલા
- કૉપી લિંક
કર્ણાટકમાં ભારે વરસાદને કારણે મંગળવારે બેંગલુરુમાં એક 7 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું હતું, જેમાં 5 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં 21 લોકો ફસાયા હતા, જેમાંથી 13ને બચાવી લેવાયા છે. એ જ સમયે 3 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે.
NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. બુધવારે સવારે ડોગ-સ્ક્વોડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ટીમે કાટમાળ હટાવવા માટે મોટાં મશીનો પણ મગાવ્યાં છે.
એક પ્રત્યક્ષદર્શી મજૂરે બુધવારે જણાવ્યું હતું કે અમે ગઈકાલે બપોરે 1 વાગ્યે ભોજન કરી રહ્યા હતા. એટલામાં જ જોરદાર અવાજ સંભળાયો. આ ઈમારત ધ્રૂજવા લાગી અને થોડા સમય પછી એ પડી ગઈ.
કર્ણાટકમાં આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષી પાર્ટી JDSએ કોંગ્રેસ પર બેંગલુરુની દુર્દશા સર્જવાનો આરોપ લગાવ્યો છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું હતું કે દુબઈ અને દિલ્હીમાં શું થઈ રહ્યું છે એ તમે જોયું જ હશે. દેશના ઘણા ભાગોમાં આવી જ સ્થિતિ છે. આપણે પ્રકૃતિને રોકી શકતા નથી, પરંતુ આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ.
બચાવ કામગીરીની 5 તસવીર…
મંગળવારે સાંજે ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળ નીચે કેટલાક લોકો હજુ પણ દટાયેલા છે. બુધવારે સવારે પણ બચાવ કામગીરી ચાલુ છે.
7 માળની ઈમારત ધરાશાયી થયા બાદ NDRFની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી હતી.
NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલી એક વ્યક્તિના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
પોલીસ અને એનડીઆરએફની ટીમને રાત્રે બચાવ કામગીરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
NDRF અને SDRF ટીમે કાટમાળ હટાવવા માટે મશીનો મગાવ્યાં હતાં.
ડેપ્યુટી સીએમએ કહ્યું- ઈમારતનું બાંધકામ ગેરકાયદે રીતે થઈ રહ્યું હતું કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર મંગળવારે રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જ માહિતી આપી હતી કે કાટમાળ નીચે 21 લોકો ફસાયા છે. તેમણે જણાવ્યું હતું કે 60/40 જમીન પર ગેરકાયદે રીતે મકાન બનાવવામાં આવી રહ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કર્ણાટકમાં છેલ્લા 3 દિવસથી વરસાદ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે બેંગલુરુ સહિત કર્ણાટકના ઘણા ભાગોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઉત્તર બેંગલુરુના યેલાહંકામાં અને એની આસપાસના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. યેલાહંકાના મધ્ય વિહાર પાણીમાં કમર સુધી છે. રાહત અને બચાવકર્મીઓએ બોટની મદદથી લોકોને બહાર કાઢ્યા છે.
ચક્રવાત દાનાની અસર કર્ણાટકમાં પણ આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન ‘દાના’ ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત 24મી ઓક્ટોબરની મધ્યરાત્રિએ અથવા 25મી ઓક્ટોબરની સવારે પુરીના કિનારે ટકરાશે. એની અસર કર્ણાટકમાં પણ જોવા મળી રહી છે. વાવાઝોડું આવે એ પહેલાં જ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
બેંગલુરુને લગતા આ સમાચાર પણ વાંચો
ગુજરાતી યંગસ્ટર્સે બેંગલુરુ જવું જોઈએ કે નહીં?:ફ્લેટ ભાડે રાખો તો 12 ભાડાં એડવાન્સ આપવાનાં, વોટર પ્યુરિફાય ભાડે લેવું પડે; પણ એન્જિનિયર્સના પગાર ‘તગડા’
(રાજકોટના વિરલ શુક્લ ત્રણ વર્ષથી બેંગલુરુ છે અને કોમ્પ્યુટર એન્જિનિયર છે. જે ગુજરાતી યંગસ્ટર્સ આગળના એજ્યુકેશન માટે કે આઈટી કંપનીમાં નોકરી કરવાનું સપનું લઈને બેંગલુરુ જવા માગે છે, તેમને શુક્લજી ચેતવે છે. તેમનું કહેવું છે કે બેંગલુરુ આવતાં પહેલાં બેવાર વિચારજો. તે એમ પણ કહે છે કે તમે દિવ્ય ભાસ્કરમાં એ બધું જ લખો જે હું જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું. જોકે તેમને નોકરીમાં તકલીફ ન પડે એટલે તેમની વિનંતીથી નામ બદલ્યું છે. આપણે એ ભાઈને વિરલ શુક્લના નામથી ઓળખીશું) આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…..