નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
કેન્દ્ર સરકારે 27 ડિસેમ્બર (બુધવાર)ના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બિહારના દિઘા અને સોનપુર જિલ્લાની વચ્ચે ગંગા નદી પર 6 લેનનો કેબલ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 4.56 કિલોમીટર લાંબો આ પુલ 42 મહિનામાં પૂર્ણ થશે. તેને બનાવવામાં 3064 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મોટી વાત એ છે કે મોટા જહાજો પણ પુલની નીચેથી સરળતાથી પસાર થઈ શકશે.
આ સિવાય બેઠકમાં માર્ગ અને પરિવહન મંત્રાલય સાથે સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે ત્રિપુરા અને આસામ માટે મહત્વપૂર્ણ છે. ખોવાઈથી હરિના સુધીનો રોડ બનાવવાની કામગીરીને મંજુરી આપવામાં આવી હતી.20487 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ 25 મહિનામાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ પૂરો થતાં, આસામ અને ત્રિપુરા વચ્ચે પરિવહન વધુ સુવિધાજનક બનશે. આ પ્રોજેક્ટ ઉત્તર ત્રિપુરાને દક્ષિણ ત્રિપુરા સાથે જોડવાનો પ્રયાસ છે.
કોપરા પર MSP વધ્યો
બેઠકમાં સરકારે કોપરા (નારિયેળ) અને કોપરાની મિલિંગની MSP વધારી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે સમગ્ર વિશ્વમાં કોપરાની કિંમતો ઘટી રહી છે, પરંતુ મોદી સરકારે વચન આપ્યું હતું કે અમે ખેડૂતોને ઓછામાં ઓછી 50% કિંમત આપીશું. મને આનંદ છે કે અમે તે પરિપૂર્ણ કરી રહ્યાં છીએ.
સરકારે 2024 સીઝન માટે મિલીંગ કોપરાની MSP 300 રૂપિયા વધારીને 11160 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. 2023માં તે 10,860 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.