13 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમિલનાડુના થુલસેન્દ્રપુરમ ગામમાં મંદિરની બહાર કમલા હેરિસનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. અમેરિકાની ચૂંટણીમાં કમલાની જીત માટે અહીં દરરોજ પૂજા કરવામાં આવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બાઈડન બહાર થયા બાદ ભારતીય મૂળના કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. આ દરમિયાન, કમલાના માતાનું ગામ તમિલનાડુના થુલસેન્દ્રપુરમમાં તેમના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે.
કમલા હેરિસના નાના પીવી ગોપાલન આ ગામના રહેવાસી હતા. ગામના પ્રવેશદ્વાર પર એક મંદિરની બહાર કમલા હેરિસના ફોટા સાથેનું બેનર છે. બાઈડન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટી જતાં જ આ મંદિરમાં પૂજા શરૂ થઈ હતી, જે અમેરિકામાં મતદાનના દિવસ સુધી ચાલુ રહેશે.
મંદિરના મુખ્ય પૂજારી એમ. નટરાજને સૂર્યોદયની થોડીવાહ બાદ પૂજા કરવામાં આવી, હિન્દુ દેવતા ધર્મસ્થાને મીઠાઈઓ અને ચોખાની ખીર અર્પણ કરી. ન્યૂઝ એજન્સી એએફપી સાથે વાત કરતા 61 વર્ષીય પૂજારીએ કહ્યું, “અમે કમલા માટે અગાઉ પણ પૂજા કરી હતી અને તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બની હતી. અમારા ભગવાનના આશીર્વાદથી, તે અમેરિકાની રાષ્ટ્રપતિ પણ બનશે.”
ગ્રામજનોને આશા છે કે જો કમલા હેરિસ ચૂંટણી જીતશે તો તે ચોક્કસપણે એક વખત ગામની મુલાકાતે આવશે.
મંદિરના દાતાઓમાં કમલા હેરિસનું નામ છે
મંદિરની એક દિવાલ પર દાતાઓની યાદી મુકવામાં આવી છે. તેના પર કમલા હેરિસનું નામ પણ લખેલું છે. જો કે, તે આ ગામમાં ક્યારેય આવી નથી. પૂજારીએ કહ્યું કે છેલ્લી વખત જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારે અમે ઉજવણી કરી હતી. હવે જો તે રાષ્ટ્રપતિ બનશે તો શાનદાર ઉજવણી થશે. અમે આશા રાખીએ છીએ કે રાષ્ટ્રપતિ તરીકે તેઓ ચોક્કસપણે એક વખત ગામની મુલાકાતે આવશે.
ગામમાં રહેતા એક સરકારી કર્મચારીએ એએફપીને જણાવ્યું કે કમલા હેરિસનું નામ તેની સાથે જોડાવાને કારણે તેના ગામને ઘણો ફાયદો થયો છે. ગામના જળાશયના સમારકામ માટે સ્થાનિક બેંકે રૂ. 1 કરોડનું દાન આપ્યું હતું. હેરિસના કારણે જ આવું થઈ શક્યું.
આખા ગામના લોકો મંદિરમાં પૂજા અને પ્રસાદ માટે સામાન દાન કરે છે. હેરિસના નાના આ ગામમાં દાયકાઓ પહેલા રહેતા હતા. પરંતુ ગ્રામજનોએ જણાવ્યું કે તેમના ગયા પછી પણ તેમનો પરિવાર હંમેશા સંપર્કમાં રહ્યો હતો. તેઓ મંદિર અને ગામની જાળવણી માટે પૈસા પણ આપતા રહ્યા છે.
કમલા હેરિસ (લાલ સર્કલમાં) તેના દાદી રાજન ગોપાલન, દાદા પીવી ગોપાલન અને બહેન માયા હેરિસ સાથે.
કમલા હેરિસની માતાનો જન્મ તામિલનાડુમાં થયો હતો
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 59 વર્ષના છે. તેમનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો, પરંતુ તેમન માતા તેમને ઘણી વખત ભારત લાવ્યા છે. કમલા હેરિસની માતા શ્યામલા ગોપાલન ખ્રિસ્તી ધર્મને અનુસરે છે, જ્યારે તેમના પિતા યહૂદી છે.
શ્યામલા બ્રેસ્ટ કેન્સર રિસર્ચર છે, જેઓ બાદમાં તમિલનાડુથી જઈને અમેરિકામાં સ્થાયી થઈ ગઈ. કમલાના પિતા જમૈકા- અમેરિકન મૂળના ડોનાલ્ડ જે. હેરિસ છે. શ્યામલા અને ડોનાલ્ડના લગ્ન 1963માં થયા હતા.
કમલા હેરિસનો જન્મ 1964માં અને તેની બહેન માયાનો જન્મ 1966માં થયો હતો. 1970માં પિતા ડોનાલ્ડથી છૂટાછેડા પછી, માતા શ્યામલાએ કમલા અને તેની બહેન માયાનો એકલા હાથે ઉછેર કર્યો. કમલાએ 2014માં અમેરિકન વકીલ ડગ એમ્હોફ સાથે લગ્ન કર્યા હતા.