- Gujarati News
- National
- A Topper From Uttar Pradesh With 18 Years In Civil Service, Humanities Subjects Pass The Highest
નવી દિલ્હી15 કલાક પેહલા
- કૉપી લિંક
દેશની સૌથી પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસ પરીક્ષામાં બી.ટેક. અને બી.ઇ. કરનારા વિદ્યાર્થીઓનો દબદબો કાયમ છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન પસંદ કરાયેલા ઉમેદવારોમાંથી 66 થી 60% એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના છે. બીજી તરફ IAS અધિકારી બનવાની દૃષ્ટિએ રાજ્યોનું પ્રતિનિધિત્વ જોઇએ તો 18 વર્ષથી ઉત્તરપ્રદેશના ઉમેદવારો અવ્વલ રહ્યા છે.
સિવિલ સર્વિસનો ટ્રેન્ડ દર્શાવે છે કે 2017ની બેચમાં જ્યાં 66% સિવિલ સેવક એન્જિનિયર હતા, ત્યારે 2021માં આ સંખ્યા 60% રહી હતી. ગ્રેજ્યુએટ એન્જિનિયર એટલે કે બી.ટેક. તેમજ બી.ઇ. ડિગ્રીધારકોની સફળતાની ટકાવારી વધુ છે. વર્ષ 2017ની બેચમાં 77.6% એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ડિગ્રીધારક હતા, જ્યારે 2021ની બેચમાં 72% એન્જિનિયર સ્નાતક હતા.
અનુસ્નાતક ઉમેદવારોની વાત કરીએ તો હ્યુમેનિટી બેકગ્રાઉન્ડવાળા ઉમેદવારોની સફળતાનો દર એન્જિનિયરોથી વધુ છે. 2017ની બેચમાં સફળ થયેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોમાં 52% MAની ડિગ્રી ધરાવે છે. 2021માં પીજી ઉમેદવારોમાં 61%એ એમએ કર્યું હતું. પાંચ વર્ષમાં એ ટ્રેન્ડ પણ સામે આવ્યો છે કે અંગ્રેજી-હિન્દી ઉપરાંત સંસ્કૃત, ઉર્દુ, મેથિલી, ડોગરી સહિત 13 ભાષાઓમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પણ સફળ રહ્યા હતા. પરીક્ષામાં હ્યુમેનિટીના વિદ્યાર્થીઓ વધુ સફળ થઇ રહ્યા છે. ટોપ-4 વિષયોમાં રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, એન્થ્રોપોલોજી અને જિયોલોજી છે. સિવિલ સર્વિસમાં ભાષા વિષયો સહિત 48 વૈકલ્પિક વિષય છે, પરંતુ 35થી 40% વિદ્યાર્થીઓ આ જ વિષયોમાં સફળ થઇ રહ્યા છે.
IAS…12 વાર યુપી, 4 વાર તમિલનાડુના ઉમેદવારો વધુ
આઇએએસ માટે ચૂંટાયેલા ઉમેદવારોમાં છેલ્લાં 18 વર્ષથી ઉત્તરપ્રદેશનો દબદબો છે. 2005થી 2022 સુધી IAS બેચમાં 12 વર્ષમાં ઉત્તરપ્રદેશના સર્વાધિક ઉમેદવારોને IAS માટે પસંદ કરાયા હતા. 2013 અને 2021ની બેચમાં રાજસ્થાનના ઉમેદવાર અવ્વલ રહ્યા હતા જ્યારે 2007, 2010, 2014 અને 2015ની બેચમાં તમિલનાડુના ઉમેદવારો IAS બનવામાં સૌથી આગળ હતા. ટૉપ-5 રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહાર પણ સામેલ રહ્યા હતા. 2012ની બેચમાં યુપીથી સર્વાધિક 34 તો તમિલનાડુ અને રાજસ્થાનથી 20-20 ઉમેદવાર IAS બન્યા હતા. દરેક વર્ષમાં ઉત્તરપ્રદેશના ઓછામાં ઓછા 18 ઉમેદવાર પસંદ કરાયા હતા. 2013ની બેચમાં રાજસ્થાનના સૌથી વધુ 28 ઉમેદવાર હતા.