બેંગલુરુ32 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેંગલુરુ મેટ્રોમાં એક યુવકને ચડવા દેવામાં આવ્યો નહીં કારણ કે તેના શર્ટના બટન ખુલ્લા હતા. મેટ્રો અધિકારીઓએ યુવકને તેના શર્ટના બટન બંધ કરીને સ્વચ્છ કપડામાં મેટ્રો સ્ટેશન આવવાની સૂચના આપી, નહીં તો મેટ્રોમાં ચડવા દેવામાં આવશે નહીં.
ડોડાકલાસન્દ્રા મેટ્રો સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોએ આ ઘટના રેકોર્ડ કરી અને તેને વાઈરલ કરી દીધી. મુસાફરોએ પોસ્ટમાં બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) અને બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યાને ટેગ કર્યા છે.
BMRCLએ સ્પષ્ટતા આપી
BMRCLએ કહ્યું- અમે તમામ મુસાફરો સાથે સમાન વ્યવહાર કરીએ છીએ. મુસાફરો અમીર છે કે ગરીબ, પુરૂષ છે કે મહિલા છે તેના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. અધિકારીઓને શંકા હતી કે મુસાફર નશાની હાલતમાં હતો. એટલા માટે તેને અટકાવવામાં આવ્યો હતો, જેથી તે મહિલાઓ અને બાળકોને હેરાન ન કરે. એક અધિકારીએ કહ્યું- વાતચીત બાદ તેને મેટ્રોમાં મુસાફરી કરવાની પરવાનગી આપી દીધી હતી.
ફેબ્રુઆરીમાં ખેડૂતને અટકાવ્યા હતા, ત્યારે સુરક્ષા કર્મચારીને બરતરફ કરાયો હતો
ફેબ્રુઆરીમાં બેંગલુરુ મેટ્રો સ્ટેશનનો એક વીડિયો વાઇરલ થયો હતો. તેમાં જોવા મળ્યું હતું કે રાજાજીનગર મેટ્રો સ્ટેશનના સ્ટાફે એક ખેડૂતને મેટ્રોમાં ચડતા અટકાવ્યા કારણ કે તેમના કપડાં ગંદા હતા.
વીડિયોમાં એક વૃદ્ધ ખેડૂત બેગ ચેકિંગ પોઈન્ટ પર ઊભા જોવા મળ્યા હતા. તેમના માથા પર સામાનની બોરી મૂકેલી હતી. જ્યારે ખેડૂતને રોકવામાં આવી રહ્યા હતા ત્યારે ત્યાં ઉભેલા એક મુસાફરે ઓફિસરને પૂછ્યું – શું મેટ્રોમાં મુસાફરી કરવા માટે કોઈ ડ્રેસ કોડ છે? મુસાફરે પોતે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
વીડિયોની તપાસ કર્યા પછી બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL)એ ખેડૂતને અટકાવનાર સુરક્ષા સુપરવાઈઝરને બરતરફ કરી દીધો.
ખેડૂતને મેટ્રોમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી. આના પર અન્ય લોકોએ ખેડૂત માટે અવાજ ઉઠાવ્યો અને અધિકારીઓને સવાલ કર્યા.
હવે જાણો શું હતું વાઇરલ વીડિયોમાં…
જ્યારે ખેડૂતને મેટ્રોમાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યા હતા ત્યારે કાર્તિક સી એરાની નામનો વ્યક્તિ પણ ત્યાં હાજર હતી. તેમણે પોતે વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેનો અવાજ સંભળાય છે. તેઓ ખેડૂતોને મેટ્રોમાં પ્રવેશતા રોકવા સામે વિરોધ કરી રહ્યા છે.
કાર્તિક મેટ્રો સિક્યુરિટી સુપરવાઈઝરને ખેડૂતને રોકવાનું કારણ પૂછી રહ્યો હતો. તેઓ અધિકારીને પૂછે છે કે શું મેટ્રોમાં મુસાફરી કરવા માટે કોઈ ડ્રેસ કોડ છે.
આ વ્યક્તિ ખેડૂત છે અને તેની પાસે મેટ્રોમાં મુસાફરી કરવાની ટિકિટ છે. તેમની બેગમાં એવી કોઈ વસ્તુ નથી જેને મેટ્રોમાં લઈ જવા પર પ્રતિબંધ છે. તેમની પાસે માત્ર કપડાં છે. કયા આધારે તેમને મેટ્રોમાં મુસાફરી કરતા રોકવામાં આવી રહ્યા છે?
કાર્તિકે અધિકારીઓને મેટ્રો મુસાફરો માટે ડ્રેસ કોડ ફરજિયાત બનાવતો નિયમ બતાવવાનું કહ્યું. શું મેટ્રો માત્ર VIP લોકો માટે જ છે? આ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે.