નવી દિલ્હી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ બીજેપીના CM ચહેરા મામલે X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લગ્નની જાનનો ઘોડો દેખાય છે. જો કે આ ઘોડા પર કોઈ બેઠું નથી
વીડિયોમાં AAPએ પૂછ્યું- આ વરરાજા વગરનો ઘોડો કોનો છે? શું ભાજપનો છે? અરે બીજેપીના લોકો, તમારા વરરાજાનું નામ તો જણાવો.
બીજી તરફ ભાજપે પોસ્ટર જાહેર કરીને આ વીડિયોનો જવાબ આપ્યો છે. ભાજપે X પર જાહેર કરાયેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે- આપ-દા જાએગી, ભાજપા આએગી. 5 દિવસમાં ભાજપનું આ 5મું પોસ્ટર છે. ભાજપે પહેલા કેજરીવાલને ‘દિલ્હી કા રાજા બાબુ’ કહ્યા હતા.
વરરાજાના વીડિયોના જવાબમાં બીજેપીએ AAP વિરૂદ્ધ આ પોસ્ટર X પર પોસ્ટ કર્યું છે.
ભાજપ પર AAPના 2 પોસ્ટર
3 જાન્યુઆરી: AAPએ અમિત શાહને ગુમ થયેલ વરરાજા કહ્યા
પીએમ મોદીએ કેજરીવાલને આફત કહ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આફત દિલ્હીમાં નહીં પરંતુ ભાજપમાં છે. ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન એજન્ડા. આ પછી AAPએ સોશિયલ મીડિયા પર અમિત શાહને લઈને એક પોસ્ટર જાહેર કર્યું. જેમાં ફિલ્મ મિસિંગ લેડીઝના પોસ્ટરની જેમ અમિત શાહને ગુમ થયેલ વરરાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે.
2 જાન્યુઆરી: AAPએ કહ્યું- કેજરીવાલ આજ સુધીના સૌથી મહાન નેતા છે
AAPએ તેના પોસ્ટરમાં કેજરીવાલને અત્યાર સુધીના સૌથી મહાન નેતા ગણાવ્યા છે. પાર્ટીના પોસ્ટરમાં તસવીરો સાથે દિલ્હીની હોસ્પિટલો અને શાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ કેજરીવાલને ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ટાઈમ ઓફ વર્ક’ની રાજનીતિ લખવામાં આવ્યું છે.
કેજરીવાલ પર ભાજપના 4 પોસ્ટર…
4 જાન્યુઆરી: ભાજપે પોસ્ટરમાં લખ્યું- AAP presents દિલ્હી કા શીશમહેલ
ગોવિંદાની 1994માં આવેલી ફિલ્મ રાજા બાબુના ગેટઅપમાં કેજરીવાલને બતાવીને ભાજપે સીએમ આવાસનો ખર્ચ બતાવ્યો છે. જેમાં ઈન્ટીરીયર પાછળ રૂ.10 કરોડ અને પડદા પાછળ રૂ.5 કરોડનો ખર્ચ થયો હોવાની વાત મુખ્ય રીતે દર્શાવવામાં આવી છે.
3 જાન્યુઆરી: ભાજપે કેજરીવાલને આફત ગણાવ્યા
દિલ્હી બીજેપીએ પુષ્પા ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ- ફ્લાવર નહીં આગ હૈ મેં રિક્રિએટ કર્યો અને લખ્યું- આપ નહીં આપ-દા હૈ મેં. પોસ્ટરમાં કેજરીવાલને પુષ્પા તરીકે દર્શાવવામાં આવ્યા છે.
2 જાન્યુઆરી: ભાજપે કેજરીવાલને મહાઠગ ગણાવ્યા
ભાજપે હર્ષદ મહેતા પર વેબ સિરીઝ કૌભાંડના પોસ્ટર પર કેજરીવાલનો ફોટો લગાવ્યો હતો. કેપ્શનમાં લખ્યું- દિલ્હીમાં કેજરીવાલની નવી ગેમ! નકલી મતોના ગોટાળા કરીને સત્તા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મકાનમાલિકને ખબર નથી, આ છેતરપિંડી કરનારે તેના ઘરના સરનામે સેંકડો મતો બનાવ્યા હતા અને તે પણ ચોક્કસ સમુદાયના (અને નવા મતદારોની ઉંમર 40 વર્ષથી 80 વર્ષ સુધીની છે).
31 ડિસેમ્બર: ભાજપે કેજરીવાલને ચૂંટણીલક્ષી હિન્દુ ગણાવ્યા
ભાજપે 31 ડિસેમ્બરે X પર પોસ્ટર જાહેર કર્યુ હતું. જેમાં અરવિંદ કેજરીવાલને ફિલ્મ ભૂલ ભુલૈયાના છોટા પંડિત (રાજપાલ યાદવ)ના રોલમાં બતાવવામાં આવ્યા હતા. ભાજપે તેમને ચૂંટણીલક્ષી હિન્દુ ગણાવ્યા હતા.
ભાજપે લખ્યું- કેજરીવાલ, ચૂંટણીલક્ષી હિન્દુ, જે 10 વર્ષ સુધી ઈમામોને પગાર વહેંચતો રહ્યા, જેઓ પોતે ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણથી ખુશ ન હતા, જેમણે મંદિરો અને ગુરુદ્વારાઓની બહાર દારૂના અડ્ડા ખોલ્યા હતા, જેમના સમગ્ર રાજનીતિ હિન્દુ વિરોધી હતી, હવે ચુંટણી આવતાં જ તમને પૂજારીઓ અને મંત્રીઓ યાદ આવ્યા?
દિલ્હીમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણી શક્ય છે દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ પુરો થાય છે. ચૂંટણી પંચ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર ચાલુ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી.