નવી દિલ્હી25 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીના જંતર-મંતર પર આતિશી, મેયર શૈલી ઓબેરોય અને ગોપાલ રાય ઉપરાંત AAP નેતાઓ ઉપવાસ પર બેઠા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ રવિવારે દેશભરમાં સામૂહિક ઉપવાસ શરૂ કર્યા છે. પાર્ટીના મોટા નેતાઓ સવારે ઉપવાસ માટે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટી માગ કરે છે કે લિકર પોલિસી કેસમાં 21 માર્ચે ધરપકડ કરાયેલા કેજરીવાલને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. EDએ તેમને ખોટા કેસમાં ફસાવ્યા છે. પાર્ટીએ X પર એક પોસ્ટમાં કહ્યું- આખો દેશ તાનાશાહી સામે એકજૂટ છે. આવો આપણે સાથે મળીને દેશના પુત્ર માટે અવાજ ઉઠાવીએ.
દિલ્હી બીજેપીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને પાર્ટીના નેતાઓએ ‘શરબ સે શીશ મહેલ’ અભિયાનના ભાગ રૂપે AAP સામે વિરોધ કર્યો. તેમણે કેજરીવાલના ઘરનું મોડલ રાખ્યું હતું અને કહ્યું કે આ દિલ્હી સીએમના ભ્રષ્ટાચારનો નમૂનો છે. આ સિવાય પાર્ટીએ દારૂની બોટલના કટઆઉટ પર સંજય સિંહની તસવીર બતાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પહેલાં AAPએ 26 માર્ચે પણ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં પાર્ટીના કાર્યકર્તાઓ પણ PMના નિવાસસ્થાનનો ઘેરાવ કરવા નીકળ્યા હતા, પરંતુ પોલીસે તેમને રસ્તામાં અટકાવ્યા હતા અને કસ્ટડીમાં લીધા હતા.
લાઈવ અપડેટ્સ
40 મિનિટ પેહલા
- કૉપી લિંક
AAPનું વિરોધ પ્રદર્શન
41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોપાલ રાયે કહ્યું- કેજરીવાલની ધરપકડ સામે દેશભરમાં આક્રોશ
દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું- જ્યારથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારથી સમગ્ર દેશમાં લોકોમાં આક્રોશ છે. કેજરીવાલની ધરપકડ સામે લોકો વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવ્યા છે. આજે પણ દેશ અને દુનિયાભરના લોકો અરવિંદ કેજરીવાલ જી માટે સામૂહિક ઉપવાસ કરી રહ્યા છે.
44 મિનિટ પેહલા
- કૉપી લિંક
AAP પ્રવક્તા રીના ગુપ્તાએ કહ્યું- જંતર-મંતર પહોંચો
AAP પ્રવક્તા રીના ગુપ્તાએ કહ્યું- આજે અમે દેશમાં વધી રહેલી તાનાશાહી અને અરવિંદ કેજરીવાલ જીની ધરપકડના વિરોધમાં ઉપવાસ પર છીએ. જો તમે પણ દિલ્હીમાં હોવ તો જંતર-મંતર પહોંચો.
46 મિનિટ પેહલા
- કૉપી લિંક
AAPના પ્રવક્તા જસ્મીન શાહે કહ્યું- દુનિયાભરમાં ઉપવાસ થઈ રહ્યા છે
અરવિંદ કેજરીવાલ જીની ખોટા સાક્ષીઓના નિવેદન પર નકલી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આજે અમે આ તાનાશાહી સામે જંતર-મંતર પર ઉપવાસ કરી રહ્યા છીએ. વિશ્વના વિવિધ દેશોમાં રહેતા ભારતીયો પણ ઉપવાસ કરી રહ્યા છે.
47 મિનિટ પેહલા
- કૉપી લિંક
AAPના ઉપવાસ કાર્યક્રમની તસવીરો
56 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાજપના નેતાઓએ દારૂની બોટલના કટઆઉટ પર સંજય સિંહની તસવીર લગાવી
58 મિનિટ પેહલા
- કૉપી લિંક
આતિશીએ કહ્યું- કેજરીવાલની ધરપકડને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું- અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. લોકો પૂછે છે કે કેજરીવાલ ક્યારે બહાર આવશે… લોકો કેજરીવાલને પોતાના પુત્ર અને ભાઈ માને છે…. BJPની ED-CBI AAPના નેતાને ભ્રષ્ટાચારના પૈસાનો એક રૂપિયો પણ બતાવી શકી નથી… ભાજપને 55 કરોડનું દાન આપવામાં આવ્યું, હજુ સુધી સમન્સ કેમ મોકલવામાં આવ્યું નથી?
1 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હી બીજેપી અધ્યક્ષે કહ્યું- કેજરીવાલ જણાવે કે તેમણે દિલ્હીને લૂંટીને કેટલો મોટો મહેલ બનાવ્યો
દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું- આજે અમે અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારનું મોડલ બતાવી રહ્યા છીએ. જે મહેલમાં અરવિંદ કેજરીવાલ રહે છે. અરવિંદ કેજરીવાલે જણાવવું જોઈએ કે તેમણે દિલ્હીની જનતાને લૂંટીને કેટલો મોટો મહેલ બનાવ્યો છે.
06:23 AM7 એપ્રિલ 2024
- કૉપી લિંક
ભાજપનું ‘શરબ સે શીશ મહેલ’ અભિયાન
દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને ભાજપે ‘શરબ સે શીશ મહેલ’ અભિયાન હેઠળ AAP સામે વિરોધ કર્યો હતો.
06:19 AM7 એપ્રિલ 2024
- કૉપી લિંક
કેજરીવાલ 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા કથિત દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. EDએ કેજરીવાલને 9 સમન્સ મોકલ્યા હતા. તેઓ એકપણ સમન્સ પહેલાં હાજર થયા નહોતા. આ દરમિયાન ઈડી અને કેજરીવાલ બંને સમન્સ લઈને કોર્ટ પહોંચ્યા હતા.
EDએ 17 માર્ચે કેજરીવાલને 9મો સમન્સ મોકલ્યો હતો. કેજરીવાલ 19 માર્ચે સમન્સ સામે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજી પર 20 માર્ચે સુનાવણી થઈ હતી. EDને વારંવાર સમન્સ મોકલવા બદલ કોર્ટે સમન્સ પાઠવ્યો હતો.
કેજરીવાલે કોર્ટ પાસે ખાતરી માગી હતી કે જો તેઓ પૂછપરછ માટે ED પાસે જશે તો તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કેજરીવાલે ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી. કોર્ટના નિર્ણય બાદ ED એ જ દિવસે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી અને લગભગ 2 કલાકની પૂછપરછ બાદ રાત્રે તેમની ધરપકડ કરી હતી.
06:18 AM7 એપ્રિલ 2024
- કૉપી લિંક
10 દિવસ સુધી ED રિમાન્ડમાં રહ્યા, પછી તિહાર મોકલવામાં આવ્યા
કેજરીવાલ 22 માર્ચથી 1 એપ્રિલ સુધી ED રિમાન્ડ પર હતા. એ જ દિવસે તપાસ એજન્સીએ તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યો હતો. EDની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા છે. કોર્ટમાં તેમની હાજરી દરમિયાન કેજરીવાલે મીડિયાને કહ્યું કે વડાપ્રધાન જે કરી રહ્યા છે એ દેશ માટે સારું નથી.
06:18 AM7 એપ્રિલ 2024
- કૉપી લિંક
કેજરીવાલે જેલમાં ત્રણ પુસ્તકો માગ્યા
સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલે કોર્ટ પાસે જેલને ત્રણ પુસ્તક આપવાની માગ કરી હતી, જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો, જેમાં ગીતા, રામાયણ અને હાઉ પીએમ ડિસાઈડ્સ પુસ્તકનો સમાવેશ થાય છે. કેજરીવાલને 1 એપ્રિલે જ મેડિકલ તપાસ બાદ સાંજે 4 વાગ્યે તિહાર લાવવામાં આવ્યા હતા. તેમને જેલ નંબર 2માં એકલો રાખવામાં આવ્યા હતા.
છ લોકોને જેલમાં કેજરીવાલને મળવાની છૂટ છે, જેમાં તેમનાં પત્ની સુનીતા કેજરીવાલ, બે બાળકો, તેમના અંગત સચિવ બિભવ કુમાર અને AAPના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકનો સમાવેશ થાય છે.
06:16 AM7 એપ્રિલ 2024
- કૉપી લિંક
દિલ્હી લિકર પોલિસી કેસની ટાઈમલાઈન