વારાણસી3 કલાક પેહલા
- કૉપી લિંક
આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિત,
22 જાન્યુઆરી, 2024ના દિવસે આ નામ સૌકોઈએ સાંભળ્યું હશે. અયોધ્યામાં બનેલા ભવ્યાતિભવ્ય મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થયા. લગભગ 500 વર્ષ પછી રામ વનવાસથી પાછા આવ્યા હોય એવો માહોલ હતો. જેમણે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા કરાવી તે આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું આજે (22 જૂન, 2024) શનિવારે સવારે નિધન થઈ ગયું. 86 વર્ષીય આચાર્ય છેલ્લાં ઘણા દિવસથી ગંભીર બીમારીની ઝપેટમાં હતા. લક્ષ્મીકાંત પ્રાણપ્રતિષ્ઠા આયોજનમાં પૂજારીઓની ટીમમાં સામેલ હતા. તેમનું મણિકર્ણિકા ઘાટ પર અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત થયા હતા. તેમનાં પૂર્વજોએ નાગપુર અને નાસિક રિયાસતોમાં પણ ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા હતા. લક્ષ્મીકાંત દીક્ષિત પૂજા પદ્ધતિમાં સિદ્ધહસ્ત અને વારાણસીના મીરઘાટ સ્થિત સાંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય રહ્યા હતા. લક્ષ્મીકાંતના નિધન પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યું.

અંતિમ યાત્રા મણિકર્ણિકા ઘાટ પહોંચી ગઈ છે. અહીં જ અંતિમસંસ્કાર થશે.

મણિકર્ણિકા ઘાટ પર પંડિત લક્ષ્મીકાંતના અંતિમ સંસ્કાર કરાશે.

તેમના નિવાસસ્થાનેથી અંતિમ સંસ્કાર માટે વિશાળ સંખ્યામાં લોકો સામેલ થયા.
PM પ્રાણપ્રતિષ્ઠા પહેલાં આચાર્ય પાસેથી રક્ષાસૂત્ર બંધાવીને પગે લાગ્યા હતા
લક્ષ્મીકાંત દીક્ષિતની અધ્યક્ષતામાં 121 પંડિતની ટીમે અયોધ્યા અનુષ્ઠાન કર્યું હતું. તેમાં કાશીના 40થી વધારે વિદ્વાન હતા, જે 16 જાન્યુઆરીથી પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં સામેલ રહ્યા. પ્રાણપ્રતિષ્ઠા પછી મુખ્ય પૂજારી અને આચાર્ય પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે પીએમ નરેન્દ્ર મોદીને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. પીએમે લક્ષ્મીકાંત દીક્ષિતને પગે લાગીને આશીર્વાદ લીધા હતા.
મુરાદાબાદમાં જન્મેલાં લક્ષ્મીકાંતને મળ્યા અનેક પુરસ્કાર
શુક્લ યજુર્વેદના ટોચના વિદ્વાન વેદમૂર્તિ લક્ષ્મીકાંત મથુરાનાથ દીક્ષિતનો જન્મ 1942માં મુરાદાબાદ (યુપી)માં થયો હતો. તેમની માતાનું નામ રુક્મિણી અને પિતાનું નામ વેદમૂર્તિ મથુરાનાથ દીક્ષિત હતું.
તેઓ નેપાળ સિવાય ભારતનાં અનેક શહેરોમાં વૈદિક અનુષ્ઠાનોમાં આચાર્ય તરીકે સામેલ થયા. તેમણે વેદસમ્રાટ, વૈદિક ભૂષણ, વૈદિક રત્ન, દેવી અહિલ્યાબાઈ રાષ્ટ્રીય પુરસ્કાર જેવા અનેક પુરસ્કાર મળી ચૂક્યા છે.

લક્ષ્મીકાંત દીક્ષિતના આચાર્યત્વમાં દીકરા અરુણ દીક્ષિતે પીએમને સંકલ્પ અને પૂજન કરાવ્યું હતું. લક્ષ્મીકાંત દીક્ષિતે જ પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય પૂજા કરાવી હતી.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
લક્ષ્મીકાંત દીક્ષિતના નિધન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા સહિત અને નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું- કાશીના પ્રચંડ વિદ્વાન તથા શ્રીરામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી, વેદમૂર્તિ, આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું ગોલોકગમન અધ્યાત્મ અને સાહિત્ય જગતની મોટી ખોટ છે. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની સેવા હેતુ તેઓ સદૈવ સ્મરણીય રહેશે. પ્રભુ શ્રીરામને પ્રાર્થના છે કે દિવગંત પુણ્યાત્માને તેઓ પોતાનાં શ્રીચરણોમાં સ્થાન આપે તથા તેમના શિષ્યો અને અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ॐ શાંતિ.
રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ X પોસ્ટ પર લખ્યું, કાશીના પ્રચંડ વિદ્વાન તથા શ્રીરામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી, વેદમૂર્તિ, આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું ગોલોકગમન અધ્યાત્મ અને સાહિત્યજગતની મોટી ખોટ છે. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની સેવા હેતુ તેઓ સદૈવ સ્મરણીય રહેશે. અયોધ્યાપતિ પ્રભુ શ્રીરામને પ્રાર્થના છે કે દિવ્યાત્માને પોતાના પરમધામમાં સ્થાન અને તેમના શિષ્યો તથા અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
રાજસ્થાનનાં ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું, સનાતન સંસ્કૃતિની ઓળખ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર શ્રીરામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી તથા સાંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના ગોલોકવાસી બનવાના દુઃખદ સમાચાર મળ્યા. પ્રભુ શ્રીરામજી, દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન તથા તેમના શિષ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
આચાર્ય લક્ષ્મીકાંતના નિધન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું- કાશીના મૂર્ધન્ય વૈદિક વિદ્વાન તથા અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી, શ્રદ્ધેય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનાં બ્રહ્મલીન થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમના દેવલોકગમનથી આધ્યાત્મિક જગતમાં અપૂરણીય ખોટ થઈ છે. સનાતન સંસ્કૃતિ હેતુ તમારા દ્વારા કરવામાં આવેલાં કાર્યો માટે સનાતન સમાજ સદૈવ ઋણી રહેશે. બાબા મહાકાળ પુણ્યાત્માને પોતાનાં શ્રીચરણોમાં સ્થાન આપે.
સાંગવેદ મહાવિદ્યાલયમાં આચાર્ય રહ્યા
મીરઘાટ સ્થિત સાંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય રહેલા લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના વિદ્વાનોમાં ગણવામાં આવતા હતા. કાશીમાં યજુર્વેદના જ્ઞાતાઓમાં નિષ્ણાત હતા. લક્ષ્મીકાંત દીક્ષિતે વેદ અને અનુષ્ઠાનોની દીક્ષા પોતાના કાકા ગણેશ દીક્ષિત ભટ્ટ પાસેથી લીધી હતી.
રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠાના પ્રધાન આચાર્ય રહેલા લક્ષ્મીકાંત
અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના પ્રધાન અર્ચક તરીકે સામેલ લક્ષ્મીકાંત દીક્ષિતનો પરિવાર અનેક પેઢીઓથી કાશીમાં રહેતો આવ્યો છે. લક્ષ્મીકાંત દીક્ષિતના પૂર્વજોએ નાગપુર અને નાસિક રિયાસતોમાં પણ ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા છે. લક્ષ્મીકાંત દીક્ષિતના દીકરા સુનીલ દીક્ષિતે જણાવ્યું- તેમના પૂર્વજોએ જ શિવજી મહારાજનો રાજ્યાભિષેક કરાવ્યો હતો.