- Gujarati News
- National
- Said My Proposal Was Rejected; Adhir Ranjan Called Mamata An Adhir Ranjan Chowdhury Mamata Banerjee Loksabha Election West Bengal Seat Sharing
કોલકાતા21 મિનિટ પેહલા
- કૉપી લિંક
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. મમતાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટીને કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની તમામ બેઠકો પર ચૂંટણી લડવા માગે છે, તેથી જ તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય લીધો છે. મમતા બેનર્જીના મનમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષી ગઠબંધનનો ચહેરો બનવાની ઈચ્છા હતી પરંતુ કોઈએ તેમના નામનો પ્રસ્તાવ ના આપ્યો. તેમની વારંવાર દિલ્હીની મુલાકાતોથી પણ કોઈ ફાયદો થયો નથી.
મમતા બેનર્જી બંગાળની ચૂંટણી પછી રાજ્યમાં થયેલી હિંસાના લોહીને છુપાવી શક્યા નથી અને તુષ્ટિકરણની રાજનીતિમાંથી પોતાને બહાર જાહેર કરી શક્યા નથી. ત્યાર બાદ મમતા બેનર્જીએ ઈન્ડિયા એલાયન્સના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કરીને આ પ્રક્રિયાથી પોતાને દૂર કરી લીધા હતા.
મમતાએ કહ્યું કે મારી કોંગ્રેસ સાથે આ બાબતે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશાં કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. મને આ વાતની બિલકુલ ચિંતા નથી કે દેશમાં શું થશે, પરંતુ અમે સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં અમે એકલાં જ ભાજપને હરાવીશું. હું હજુ પણ I.N.D.I.A ગઠબંધનનો ભાગ છું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થવા જઇ રહી છે, પરંતુ મને આ અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
રિપોટ્સ પ્રમાણે બંગાળમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે 10 થી 12 સીટની માગ કરી રહી છે, જ્યારે TMC માત્ર બે સીટ આપવા પર અડગ છે. આ તે સીટ છે જેને કોંગ્રેસે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં જીતી હતી. TMC, કોંગ્રેસ અને બંગાળની લેફ્ટ પાર્ટીઓ પણ I.N.D.I.A નો ભાગ છે.
મમતાએ કોંગ્રેસનું નામ લીધા વગર નિશાન સાધ્યું
બે દિવસ પહેલા મમતાએ કહ્યું હતું કે ટીએમસી પાસે ચૂંટણીમાં ભાજપ સાથે સ્પર્ધા કરવા માટે તાકાત અને સમર્થન છે. તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું, પરંતુ કેટલાક લોકો સીટ વહેંચણી પર અમારી વાત સાંભળવા માંગતા નથી.
જો તમે (કોંગ્રેસ) ભાજપ સામે લડવા નથી માંગતા તો ન લડશો. ઓછામાં ઓછું અમને (TMC) બેઠક આપો. સીટ વહેંચણીમાં મોડું કરવા માટે કોંગ્રેસ જ જવાબદાર છે.
મમતા તકવાદી છે- અધીર રંજન
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અધીર રંજન ચૌધરીએ ફરી એકવાર બંગાળના સીએમ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ચૌધરીએ મંગળવારે (23 જાન્યુઆરી) કહ્યું – મમતા એક તકવાદી છે. અમે તેમની દયા પર ચૂંટણી નહીં લડીએ.
અધીરે કહ્યું કે કોંગ્રેસ જાણે છે કે કેવી રીતે પોતાના દમ પર ચૂંટણી લડવી અને અમે પશ્ચિમ બંગાળમાં (લોકસભા ચૂંટણી 2019) જીતેલી બે બેઠકો TMC અને ભાજપને હરાવીને જીતી હતી. મમતા પોતે 2011માં કોંગ્રેસની દયાથી પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવ્યા હતા.
ચૌધરીનું આ નિવેદન રાહુલ ગાંધીએ આસામમાં મંગળવારે આપેલાં નિવેદન બાદ આવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે મમતા કોંગ્રેસની ખૂબ જ નજીક છે. સીટ શેરિંગ પર વાતચીત ચાલી રહી છે. ક્યારેક-ક્યારેક અમારા નેતા કઇંક કહે છે, તેમના નેતાઓ પણ કઇંક કહે છે અને આવું ચાલ્યા રાખે છે. આ એક સ્વાભાવિક વાત છે. આ પ્રકારની ટિપ્પણીઓથી કોઈ ફરક પડતો નથી.
રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા 25 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળ પહોંચશે
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી માટે ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી એક મોટો મુદ્દો છે. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. પ્રવાસ આસામમાં છે. તે આસામના દુબરી થઈને 25 જાન્યુઆરીએ બંગાળના કૂચ બિહાર પહોંચે તેવી શક્યતા છે. મંગળવારે ટીએમસીએ આસામમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. થોડા સમય પછી, આસામમાં TMC ચીફ રિપુન બોરાએ કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરોએ પૂર્વ-પશ્ચિમ કોંગ્રેસની રેલીને સમર્થન આપ્યું છે.
અગાઉ રિપુનને ન્યાય યાત્રામાં જોડાતાં ટીએમસી કાર્યકરોની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. પછી તેને ડિલીટ કરી દીધી હતી. આ પછી ટીએમસીના એક નેતાએ કહ્યું હતું કે પાર્ટીએ સત્તાવાર રીતે ન્યાય યાત્રામાં ભાગ લીધો નથી. પાર્ટીના નેતાનું કહેવું છે કે લોકસભા ચૂંટણી માટે સીટની વહેંચણી એક મોટો મુદ્દો છે, તેના પર પહેલા ધ્યાન આપવાની જરૂર છે.
કોંગ્રેસની પશ્ચિમ બંગાળમાં 12 લોકસભા સીટની માગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ બંગાળમાં લોકસભા ચૂંટણી માટે 10-12 સીટોની માગ કરી રહી છે. જ્યારે રાજ્યમાં સત્તામાં રહેલી TMC માત્ર બે બેઠકો આપવા પર અડગ છે. આ એ બેઠકો છે જે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીતી હતી.
TMC, કોંગ્રેસ અને બંગાળના ડાબેરી પક્ષો પણ I.N.D.I.Aનો ભાગ છે. આવી સ્થિતિમાં સીટ વહેંચણીનો મામલો પેચીદો છે. મમતાએ કહ્યું છે કે જો ટીએમસીને મહત્ત્વ આપવામાં નહીં આવે તો ટીએમસી રાજ્યની તમામ 42 લોકસભા સીટો પર તેના ઉમેદવારો ઉભા કરશે અને ભાજપ સાથે સીધો મુકાબલો કરશે.
રાહુલ વિશે કહ્યું- મંદિર જવું જ પૂરતું નથી
22 જાન્યુઆરીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને આસામમાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળમાં પ્રવેશતા રોકવા પર મમતાએ કહ્યું કે માત્ર મંદિરના દર્શન પૂરતું નથી. એવા કેટલા નેતાઓ છે જેઓ ભાજપને સીધી ટક્કર આપે છે? જો કોઈ એવું વિચારે છે કે એક મંદિર જવું પૂરતું છે તો એવું નથી.
હું એકલી છું જે મંદિર, ચર્ચ, ગુરુદ્વારા અને મસ્જિદ ગઇ છું. હું ઘણા સમયથી લડી રહી છું. જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી અને હિંસા થઈ રહી હતી ત્યારે હું રસ્તા પર જ હતી.