ADR(એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) તથા નેશનલ ઇલેક્શન વોચ દ્વારા 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અત્યારના મુખ્યમંત્રીઓના સોગંદનામાંનું વિશ્લેષણ કર્યું છે. જે તે મુખ્યમંત્રીએ છેલ્લી ચૂંટણી વખતે જે સોગંદનામું કર્યું છે તે વિશ્લેષણમાં લીધું છે
.
ચંદ્રાબાબુ નાયડુ સૌથી શ્રીમંત મુખ્યમંત્રી વિશ્લેષણ કરેલ 31 મુખ્યમંત્રીમાંથી 2 મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની મિલકત 100 કરોડ કરતાં વધુ છે. જેમાં સૌથી વધુ 931 કરોડની સંપત્તિ સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ નંબર 1 પર છે. તમામ મુખ્યમંત્રીઓની મિલકત મળીને કુલ 1630 કરોડ છે. 31 મુખ્યમંત્રીઓમાંથી 2 (6%) મહિલા મુખ્યમંત્રી છે. દેશના કૂલ 29 મુખ્યમંત્રીઓ કરોડપતિ છે.
10 મુખ્યમંત્રીઓ સામે ગંભીર ગુના આ વિશ્લેષણમાં કુલ 31 મુખ્યમંત્રીઓમાંથી 13 (42%) મુખ્યમંત્રીઓની સામે ગુના નોંધાયેલા છે. તેમાંથી રાજસ્થાન, ઓડિશા અને દિલ્હીને બાદ કરતાં બાકી તમામ, એટ્લે 10 (32%) મુખ્યમંત્રીઓ સામે ગંભીર ગુના છે. જેમાં હત્યા કરવાનો પ્રયાસ, કીડનેપિંગ, લાંચ રૂશ્વતના ગુનાઓ અને ગુનાઇત ઈરાદાથી ધમકી આપવી જેવા ગુનાઓ સામેલ છે. સૌથી વધુ 89 કેસ તેલંગાણાના મુખ્યમંત્રીના સામે દાખલ થયેલા છે.
31 મુખ્યમંત્રીઓની સરેરાશ મિલકત 52.59 કરોડ જ્યારે આ 31 મુખ્યમંત્રીઓની સરેરાશ મિલકત Rs.52.59 કરોડ છે. મુખ્યમંત્રીઓ પોતાની સરેરાશ મિલકત રૂ. Rs.13,64,310, છે, જે ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતા 1,85,854થી 7.3 ગણી વધુ છે. (PIB દ્વારા જાહેર કરાયેલા નેટ નેશનલ ઇન્કમ (NNI) અંગેના ડેટા અનુસાર)