- Gujarati News
- National
- The Train Was Going To Agra Cantt, Engine 4 Coach Derailed; Six Trains Were Canceled And Two Were Rerouted
અજમેર3 કલાક પેહલા
- કૉપી લિંક
રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે અમદાવાદના સાબરમતીથી આગ્રા જતી ટ્રેનને અકસ્માત નડ્યો હતો.
અજમેરમાં રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે સાબરમતી-આગ્રા કેન્ટ (ટ્રેન નં. 12548)ના એન્જિન અને 4 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. ઘટના સમયે મુસાફરો ગાડીમાં સૂઈ રહ્યા હતા. એકાએક ધડાકો થતાં સમગ્ર ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ, અકસ્માત બાદ છ ટ્રેન રદ કરવામાં આવી છે અને બેના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ADRM બલદેવરામે કહ્યું- આ દુર્ઘટના અજમેર રેલવે જંક્શનથી લગભગ 7 કિલોમીટર આગળ મદારમાં થઈ હતી. હોમ સિગ્નલ પાસે સુપરફાસ્ટ સાબરમતી એક્સપ્રેસ રવિવારે રાત્રે 1.04 વાગ્યે પાટા પરથી ઊતરી ગઈ હતી. એન્જિન અને ચાર જનરલ કોચ પાટા પરથી ઊતરી ગયાં હતાં. રેલવેએ અજમેર જંક્શન પર હેલ્પ ડેસ્ક બનાવ્યું છે. હેલ્પલાઇન નંબર 0145-2429642 જાહેર કરવામાં આવ્યો છે.

માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ ટ્રેનો રદ કરવામાં આવી છે…
- ટ્રેનનંબર 12065, અજમેર-દિલ્હી સરાય રોહિલ્લા 18.03.24ના રોજ રદ.
- ટ્રેનનંબર 22987, અજમેર-આગ્રા ફોર્ટ 18.03.24 ના રોજ રદ.
- ટ્રેનનંબર 09605, અજમેર-ગંગાપુર સિટી 18.03.24ના રોજ રદ.
- ટ્રેનનંબર 09639, અજમેર-રેવાડી 18.03.24ના રોજ રદ.
- ટ્રેનનંબર 19735, જયપુર-મારવાડ 18.03.24ના રોજ રદ.
- ટ્રેનનંબર 19736, મારવાડ-જયપુર 18.03.2ના રોજ રદ.
આ ટ્રેનોના રૂટ બદલાયા…
1. ટ્રેનનંબર 12915, સાબરમતી-દિલ્હી- દોરાઈ-મદાર (અજમેર સિવાય) થઈને રૂટ બદલ્યો.
2. ટ્રેનનંબર 17020, હૈદરાબાદ-હિસાર- આદર્શ નગર-મદાર (અજમેર સિવાય) થઈને રૂટ બદલ્યો.

રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે સાબરમતી-આગ્રા કેન્ટ (ટ્રેનનંબર 12548)નું એન્જિન અને 4 ડબ્બા પાટા પરથી ઊતરી ગયાં હતાં.
ટ્રેન સમયસર રવાના થઈ
એડીઆરએમ બલદેવરામે જણાવ્યું હતું કે ટ્રેન સમયસર અમદાવાદથી સાબરમતીથી નીકળી હતી. એવી શક્યતા છે કે માલગાડીને કંઈક થયું હશે, પરંતુ એનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જે એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી એની બાજુના ટ્રેક પર એક માલગાડી હતી. મુસાફરોને અજમેર રેલ્વે સ્ટેશન મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.
ચીફ પબ્લિક રિલેશન ઓફિસર, નોર્થ વેસ્ટર્ન રેલ્વે કેપ્ટન શશિકિરણે કહ્યું- ટ્રેક રિસ્ટોરેશનનું કામ થઈ રહ્યું છે. ડાઉન લાઇન પર ટ્રેનનું સંચાલન શરૂ થઈ ગયું છે.
ત્રણ મહિના પહેલાં પણ આ અકસ્માત થયો હતો
લગભગ ત્રણ મહિના પહેલાં પણ અજમેરના મદાર રેલવેયાર્ડમાં અજમેર-સિયાલદાહ એક્સપ્રેસના ચાર રેક પાટા પરથી ઊતરી ગયા હતા. ટ્રેન ખાલી હતી. આવી સ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના બની નથી. સલામતી માટે બ્રેક્સ મારતા સમયે રોલઓવરને કારણે આ બન્યું. માહિતી બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રેકને પાટા પર મૂક્યા હતા.
300થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ દુર્ઘટનાને લઈને બચાવકાર્યમાં લાગેલા છે. સાંજ સુધીમાં ટ્રેકને કાર્યરત કરી દેવામાં આવશે. હાલમાં રોકાયેલી ટ્રેનોને અન્ય ટ્રેક પરથી હટાવવામાં આવી રહી છે. રેલવેના જનરલ મેનેજર અમિતાભ, ડીઆરએમ રાજીવ ધનકર અને અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર છે. અકસ્માત અંગે ત્રણ અધિકારીની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
રેલવેએ સોશિયલ મીડિયા પર લખ્યું-
ટ્રેન સવારે 7.30 વાગે આગળ જવા માટે ઊપડી હતી
ટ્રેન રવિવારે સાંજે 4.55 કલાકે ગુજરાતના સાબરમતીથી આગ્રા કેન્ટ માટે રવાના થઈ હતી. 12.40 વાગ્યે અજમેર પહોંચી. અજમેર રેલવે સ્ટેશનથી બપોરે 12.50 કલાકે નીકળી. આ અકસ્માત મદાર (અજમેર) ખાતે 1.04 કલાકે થયો હતો. ટ્રેનને અજમેરથી સવારે 7.28 કલાકે રવાના કરવામાં આવી હતી. અકસ્માતને કારણે લગભગ સાડાછ કલાક મોડી ટ્રેન અજમેરથી દોડી રહી છે.