- Gujarati News
- National
- Andhra And Punjab More Than Doubled The Subsidy, While Kerala Tamil Nadu Reduced It To A Quarter.
નવી દિલ્હી19 કલાક પેહલા
- કૉપી લિંક
- રાજ્યોમાં સબસિડી આપવાની હોડ, દેવું ઝડપથી વધી રહ્યું છે
- પંજાબ વ્યક્તિ દીઠ સૌથી વધુ રૂ. 7,428ની સબસિડી આપે છે, કેરળ માત્ર 462 રૂપિયા
દેશનાં માત્ર ચાર રાજ્યોને છોડીને ‘ફ્રીબીઝ’ અથવા સુવિધાઓના નામ પર અપાતી સબસિડી સતત વધી રહી છે. જેને કારણે રાજ્યો દેવાંની જાળમાં ફસાઇ રહ્યાં છે. આંધ્રપ્રદેશમાં છેલ્લાં બે વર્ષમાં સબસિડી ચાર ગણી અને પંજાબમાં બમણી વધી ચૂકી છે. 81% સબસિડી માત્ર 10 રાજ્ય આપે છે.
બેન્ક ઑફ બરોડાના તાજેતરના રિપોર્ટ અનુસાર પંજાબમાં સૌથી વધુ સબસિડી વ્યક્તિદીઠ રૂ.7,428 મળે છે. ત્યારબાદ કર્ણાટક (રૂ.4,274), ગુજરાત (રૂ.4,272), મહારાષ્ટ્ર (રૂ.3,840)નો ક્રમ આવે છે. મોટાં રાજ્યોમાં ઓડિશા અને મધ્યપ્રદેશમાં સબસિડી સૌથી ઓછી છે. ગત દિવસોમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકારોએ મોટી મોટી જાહેરાત કરી છે. તેને પૂરી કરવા માટે પૈસા ક્યાંથી આવશે તે અંગે કોઇ સરકાર સ્પષ્ટતા કરી શકી નથી. આર્થિક નિષ્ણાતો અનુસાર તેના માટે પણ રાજ્ય સરકારોએ લોન લેવી પડશે.
કેન્દ્ર સરકારે પણ 10 વર્ષમાં સબસિડી બમણી કરી | કેન્દ્ર સરકાર દ્વારા અપાતી સબસિડી 10 વર્ષમાં 2.5 લાખ કરોડ રૂ.થી વધીને 5.7 લાખ કરોડ રૂ. થઇ ચૂકી છે. રાજ્યો દ્વારા અપાતી સબસિડી 3.1 લાખ કરોડ રૂ. છે. તેનાથી દેવું વધ્યું છે. સરકારને માત્ર વ્યાજની ચુકવણીમાં જ કુલ આવકનો 20 થી 30% હિસ્સો આપવો પડે છે. 4 મહિના બાદ લોકસભા ચૂંટણી છે.
ચૂંટણી જાહેરાતોનો બોજ પડવાનો હજુ બાકી છે
- મધ્યપ્રદેશ રાજ્ય સરકાર પર 3.85 લાખ કરોડ રૂ.નું દેવું છે. દરેક નાગરિક પર સરેરાશ 47 હજાર રૂ. થઇ ચૂક્યું છે. વ્યાજના 20 હજાર કરોડ રૂ. દર વર્ષે ચૂકવવા પડે છે. વેતન, ભથ્થાં, પેન્શનનો ખર્ચ વાર્ષિક 75,000 કરોડ રૂ. છે. માત્ર લાડલી બહેન યોજનાની રકમ વધારવાથી રૂ.48,000 કરોડનો ખર્ચ થશે.
- છત્તીસગઢ સરકાર પર 82 હજાર કરોડ રૂ.થી વધુ દેવું છે. આવકની તુલનામાં દેવું 110% સુધી છે. એટલે જ નવી જાહેરાતો માટે લોન લેવામાં ખૂબ જ મુશ્કેલી થશે.
- રાજસ્થાન સરકાર પર 5.37 લાખ કરોડ રૂ.નું દેવું છે. વાર્ષિક આધાર પર આ દેવું 18-20% સુધી વધી રહ્યું છે. ભાજપે ચૂંટણી જીતવા માટે અનેક લોભામણી યોજનાઓની જાહેરાત કરી હતી. તેમાં ‘લાડો યોજના, ફ્રી સ્કૂટી, માતૃવંદન યોજના’ની રકમ વધારવી વગેરે છે.
- તેલંગાણા સરકારને સબસિડી માટે જ દર વર્ષે 2.56 લાખ કરોડ રૂ. એકત્ર કરવા પડશે. તેના માટે વધુ લોન લેવી પડશે. ગત સરકારે 4.26 લાખ કરોડ રૂ.ની લોન પહેલા જ લીધી છે.