વિજયવાડા5 કલાક પેહલા
- કૉપી લિંક
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગુડીવાડામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજના ગર્લ્સ વોશરૂમમાંથી હિડન કેમેરો મળી આવ્યો છે. ગુરુવારે સાંજે 7 વાગ્યે આ સમાચાર સામે આવતા જ કોલેજમાં હોબાળો શરૂ થઈ ગયો હતો.
કેમેરા દ્વારા વિદ્યાર્થિનીઓનો વીડિયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો. જે બાદમાં લીક કરીને કેટલાક વિદ્યાર્થીઓને વેચવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર લીક થયેલા ફોટા અને વીડિયોની સંખ્યા 300ની આસપાસ છે.
આ કેસમાં પોલીસે ગુડીવાડાની ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગના બી.ટેકના છેલ્લાં વર્ષના વિદ્યાર્થી વિજય કુમારની ધરપકડ કરી છે. તેનો ફોન અને લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
આરોપી વિદ્યાર્થી વિજય કુમાર પોલીસની કસ્ટડીમાં છે, તેના પર 300થી વધુ વીડિયો લીક કરીને વેચવાનો આરોપ છે.
કોલેજ મેનેજમેન્ટને એક અઠવાડિયા પહેલાં જાણ કરવામાં આવી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગને એક અઠવાડિયા પહેલાં આ અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ કોલેજે તેના પર કોઈ કાર્યવાહી કરી ન હતી. ગુરુવારે વિદ્યાર્થિનીઓએ વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા. કોલેજ આ બાબતને છુપાવવા માગતી હતી. આ સમાચાર મીડિયા સુધી ન પહોંચે તે માટે કોલેજના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
જોકે, વિદ્યાર્થીઓએ મોડી રાત સુધી વિરોધ કર્યો હતો. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની પૂછપરછ કરી અને તેની ધરપકડ કરી.
કોલેજ કેમ્પસમાં હાજર વિદ્યાર્થિનીઓએ મોબાઈલ ટોર્ચ ઓન કરીને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા.
ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરીને હોસ્ટેલના વોશરૂમમાં કેમેરો લગાવ્યો
કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગર્લ્સ ટોઇલેટમાં કેમેરા છુપાવવામાં કોલેજની યુવતીએ વિજયને મદદ કરી હતી. પોલીસ કે કોલેજ પ્રશાસને આ યુવતી કોણ હતી તેનો ખુલાસો કર્યો નથી. જોકે, વિજય સાથે એક યુવતીની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. જે અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે કેમેરા છુપાવ્યો હતો.
આ યુવતી વિજયની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. વિજય તેને બ્લેકમેલ કરતો હતો. તેણે પહેલાં OYO રૂમમાં તેની ગર્લફ્રેન્ડનો વીડિયો બનાવ્યો. ત્યાર બાદ તેણે અને તેના મિત્રોએ તેને કેમેરા લગાવવા માટે બ્લેકમેલ કરી હતી. ઘટનાની જાણ થયા બાદ સીએમ ચંદ્રાબાબુ નાયડુએ મામલાની તપાસના આદેશ આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો…
અજાણ્યા વોશરૂમમાં જતા પહેલાં સાવધાન!: બેંગલુરુમાં કોફી શોપના ટોઈલેટમાંથી મળ્યો હિડન કેમેરા, ડસ્ટબીનમાં છુપાવ્યો હતો, મહિલા જોઈ જતાં પોલ ખૂલી
કર્ણાટકની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે દંગ રહી જશો. બેંગલુરુમાં કોફી શોપના વોશરૂમમાંથી હિડન કેમેરા મળી આવ્યો. તેને ટોઇલેટ શીટની સામે જ ડસ્ટબીનમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો. બે કલાક સુધી રેકોર્ડિંગ ચાલતું રહ્યું. ત્યારે જ એક મહિલાની નજર તેની પર પડી અને તેણે આ સમગ્ર પોલ ખોલી. આ ઘટના શનિવારે (10 ઓગસ્ટ) બેંગલુરુના BEL રોડ પર સ્થિત થર્ડ વેવ કોફી આઉટલેટમાં બની હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…