26 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેજરીવાલે કેમ આપ્યું રાજીનામું, 3 વાતો…
1. તેઓ મુખ્યમંત્રી છે, પરંતુ તેમની પાસે કોઈ સત્તા નથી. સુપ્રીમ કોર્ટે એક શરત મૂકી હતી કે તે સીએમ ઓફિસ નહીં જાય કે કોઈ ફાઇલ પર સહી નહીં કરે. મતલબ કે જેલમાંથી બહાર આવીને મુખ્યમંત્રી હોવા છતાં તેમની પાસે હવે સત્તા રહી નથી.
2. કાર્યકાળના માત્ર 5 મહિના બાકી છે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થઈ રહ્યો છે. એટલે કે સરકાર પાસે ચૂંટણીને માત્ર 5 મહિના બાકી છે. આ દરમિયાન, સરકારો લોક-લોભામણા ચૂંટણી નિર્ણયો લે છે. કેજરીવાલ કોર્ટની શરતોથી બંધાયેલા છે. જેલમાંથી છૂટ્યા બાદ કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ છે. કેજરીવાલ બે-ત્રણ મહિના અગાઉ દિલ્હીમાં ચૂંટણીની માંગ કરીને આનો ફાયદો ઉઠાવવા માંગશે.
3. ઈમાનદાર નેતાની ઈમેજ મજબૂત કરશેઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમનું નામ અને ધરપકડ થઈ ત્યારથી જ ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટી જવાની માંગ કરી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપના નેતાઓને સીધું કહી શકશે કે તેમણે આરોપોને કારણે જ મુખ્યમંત્રી પદ છોડ્યું હતું. તેમની પ્રામાણિકતા હવે જનતા નક્કી કરશે.