યોગેશ દુબે, દિમા હસાઓ (આસામ)9 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ અકસ્માત 6 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે થયો હતો. ખાણમાં અચાનક પાણી ભરાઈ જવાથી મજુરો અંદર ફસાઈ ગયા હતા.
આસામના દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસો ખાતે 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં ફસાયેલા નવ મજુરોમાંથી એકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. હજુ પણ 8 લોકો ફસાયેલા છે.
આ અકસ્માત 6 જાન્યુઆરીએ થયો હતો, જ્યારે મજુરો ખાણમાંથી કોલસો કાઢી રહ્યા હતા. મજુરોને બચાવવા માટે સેના દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
મંગળવારે રાત્રે ઓપરેશન રોકી દેવામાં આવ્યું હતું. સવારે ફરી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ થયું છે. NDRF અને SDRFની ટીમો પણ મદદ કરી રહી છે.
ભારતીય સેના અને આસામ રાઇફલ્સના જવાનો અને મેડિકલ ટીમો સાથે એન્જિનિયર્સ ટાસ્ક ફોર્સ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ છે. ONGCએ પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘણા પંપ આપ્યા છે.
અહેવાલો અનુસાર, આ રેટ માઈનર્સની ખાણ છે. તેમાં 100 ફૂટ સુધી પાણી ભરાયેલું છે, જેને બે મોટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યું છે. પોલીસે ખાણ માલિક પુનેશ નુનિસાની ધરપકડ કરી છે.
રેસ્ક્યૂ ઓપરેશનની 5 તસવીરો…
આસામમાં ખાણમાં ફસાયેલા 9 મજૂરોમાંથી એકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
આ ખાણ લગભગ 300 ફૂટ ઊંડી છે. જિલ્લા મુખ્યાલય હાફલોંગથી અહીં પહોંચવામાં લગભગ 7 કલાક લાગે છે.
બચાવ ટીમને ટ્રોલી દ્વારા ખાણમાં ઉતારવામાં આવી રહી છે.
ક્રેનની મદદથી પાણીથી ભરેલી ખાણની અંદર ટીમને મોકલવામાં આવી છે.
સેનાના જવાનોએ ઘટના સ્થળની નજીક એક હંગામી તંબુ લગાવ્યો છે. બચાવના તમામ સાધનો ત્યાં હાજર છે.
નજરેજોનારે કહ્યું- અચાનક પાણી આવ્યું, બહાર નીકળવાનો મોકો ન મળ્યો
દિમા હસાઓ જિલ્લાના એસપી મયંક ઝાએ કહ્યું કે ખાણમાં ઘણા મજૂરો ફસાયા હોવાની આશંકા છે. નજરેજોનારના નિવેદન મુજબ, અચાનક પાણી આવ્યું, જેના કારણે મજુરો ખાણમાંથી બહાર ન નીકળી શક્યા. ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ, સ્થાનિક અધિકારીઓ અને ખાણકામ નિષ્ણાતોની ટીમો સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાણમાં ફસાયેલા મજુરોને શોધવામાં આવી રહ્યા છે.
ઉમરાંગસો કોલસાની ખાણમાં ફસાયેલા મજુરોના નામ
- ગંગા બહાદુર શ્રેઠ, રામપુર (દુમ્માના-2 ભેજપુર), પીએસ થોકસીલા, જિલ્લો: ઉદયપુર, નેપાળ
- હુસૈન અલી, બાગરીબારી, જિલ્લો: દરરંગ, આસામ
- ઝાકિર હુસૈન, 4 નં. સિયાલમરી ખુટી, દલગાંવ, જિલ્લો: દરરંગ, આસામ
- સરપા બર્મન, ખલિસનિમારી, ગોસાઈગાંવ, જિલ્લો: કોકરાઝાર, આસામ
- મુસ્તફા શેખ, બાગરીબારી, પીએસ દલગાંવ, જિલ્લો: દરાંગ, આસામ
- ખુશી મોહન રાય, માજેરગાંવ, ફકીરગ્રામ, જિલ્લો: કોકરાઝાર, આસામ
- સંજીત સરકાર, રાયચેંગા, જિલ્લો: જલપાઈગુડી, પશ્ચિમ બંગાળ
- લિજાન મગર, આસામ કોલસાની ખાણ, પીએસ ઉમરાંગસો, જિલ્લો: દિમા હસાઓ, આસામ
- સરત ગોયારી, થિલાપરા, બાતાશીપુર, પોસ્ટ ઓફિસ પાનબારી, જિલ્લો: સોનિતપુર, આસામ
2018માં પણ 15 રેટ હોલ માઈનર્સ માર્યા ગયા હતા
આવો જ એક અકસ્માત 2018માં મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સમાં થયો હતો. જ્યાં કોલસાની ખાણમાં 15 મજૂરો ફસાયા હતા અને મૃત્યુ પામ્યા હતા. 13 ડિસેમ્બરે 20 મજુરો 370 ફૂટ ઊંડી ખાણમાં ગયા હતા, જેમાંથી 5 કામદારો પાણી ભરતા પહેલા જ બહાર આવી ગયા હતા. 15 મજૂરોને બચાવી શકાયા નહોતા.
રેટ હોલ માઇનિંગ શું છે?
રેટ એટલે ઉંદર, હોલ એટલે કાણું અને માઇનિંગ એટલે ખોદકામ કરવું. સ્પષ્ટ છે કે કાણામાં ઘૂસીને ઉંદરોની જેમ ખોદકામ કરવું. એમાં પહાડના કિનારાથી નાનો હોલ પાડીને ખોદકામ શરૂ કરવામાં આવે છે અને પોલ બનાવ્યા બાદ તેને ધીમે ધીમે નાના હેન્ડ ડ્રિલિંગ મશીન વડે ડ્રિલ કરવામાં આવે છે. હાથથી જ કાટમાળ જાતે જ બહાર કાઢવામાં આવે છે.
કોલસાની ખાણકામમાં સામાન્ય રીતે રેટ હોલ માઇનિંગ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. રૅટ હોલ માઇનિંગ ઝારખંડ, છત્તીસગઢ અને નોર્થ ઇસ્ટમાં થાય છે, પરંતુ રૅટ હોલ માઇનિંગ એ ખૂબ જ જોખમી કામ છે, તેથી તેના પર ઘણી વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
NGTએ 2014માં રેટ માઈનિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો
રેટ માઈનિંગની કોલસાની ખાણોમાં કામ કરતા કામદારો દ્વારા જ શોધ કરવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે NGTએ 2014માં તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. નિષ્ણાતોએ તેને અવૈજ્ઞાનિક પદ્ધતિ ગણાવી હતી. જો કે, ખાસ સંજોગોમાં, એટલે કે રેસ્ક્યૂ ઓપરેશનમાં રેટ માઈનિંગ પર પ્રતિબંધ નથી.