નવી દિલ્હી12 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ બુધવારે દાવો કર્યો હતો કે ધરપકડ બાદ છેલ્લા 12 દિવસમાં અરવિંદ કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટ્યું છે. જ્યારે 21 માર્ચે EDએ કેજરીવાલને કસ્ટડીમાં લીધા ત્યારે તેમનું વજન 69.5 કિલો હતું. હવે તે 65 કિલો છે.
10 દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ, કેજરીવાલને 1 એપ્રિલના રોજ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. આતિશીએ કહ્યું- કેજરીવાલ ગંભીર ડાયાબિટીસના દર્દી છે. આજે ભાજપ તેમને જેલમાં નાખીને તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકે છે. EDની કસ્ટડીમાં રહેવા દરમિયાન તેમનું શુગર લેવલ ત્રણ વખત ઘટી ગયું છે.
તેમણે કહ્યું કે ભાજપ અરવિંદ કેજરીવાલ અને AAPને ખતમ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

તિહાર જેલ પ્રશાસને કહ્યું- તેમનું વજન 65 કિલો હતું, હજુ પણ એટલું જ
આ અંગે તિહાર જેલ પ્રશાસને સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે કેજરીવાલની તબિયત બિલકુલ ઠીક છે. 1 એપ્રિલે જ્યારે તે અહીં આવ્યા ત્યારે તેમનું વજન 65 કિલો હતું, હજુ પણ એટલું જ છે. મેડિકલ ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે. ડૉક્ટરોએ પણ કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. કેજરીવાલ ઘરનું ભોજન જ ખાઈ રહ્યા છે.
કેજરીવાલને સૂવા માટે ગાદલું, ધાબળો અને બે ઓશીકાં આપવામાં આવ્યા
કેજરીવાલ 1 એપ્રિલની સાંજે જેલમાં પહોંચ્યા ત્યારે તેમને ચા આપવામાં આવી હતી. રાત્રિભોજન માટે તેમને ઘરે રાંધેલું ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમને સૂવા માટે એક ગાદલું, ધાબળો અને બે ઓશીકાં આપવામાં આવ્યા હતા. કેજરીવાલને બપોરે અને રાત્રે ઘરે બનાવેલું ભોજન ખાવાની છૂટ છે. જ્યાં સુધી તેમનું સુગર લેવલ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમને ઘરે બનાવેલું ભોજન આપવામાં આવશે.