લખનૌ38 મિનિટ પેહલાલેખક: રાજેશ સાહૂ
- કૉપી લિંક
અયોધ્યા દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી 10 માર્ચ સુધી અહીં 1 કરોડ લોકો પહોંચ્યા છે. એટલે લગભગ 2 લાખ લોકો અહીં રોજ દર્શન કરી રહ્યા છે.
દુનિયામાં આટલી મોટી સંખ્યામાં લોકો કોઈપણ ધર્મના ધર્મસ્થળ પર પહોંચી રહ્યા નથી. ઈસાઈઓના સૌથી મોટા ધાર્મિક સ્થળ વેટિકન સિટીમાં વાર્ષિક લગભગ 90 લાખ લોકો આવે છે. જ્યારે મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કામાં ગયા વર્ષે 1.35 કરોડ લોકો પહોંચ્યા.

UP-ઉત્તરાખંડના 9 ધાર્મિક સ્થળ
યૂપીમાં 4 ધાર્મિક કેન્દ્રો પર દર વર્ષે 20 કરોડ લોકો આવી રહ્યા છે
ઉત્તર પ્રદેશમાં અયોધ્યા સિવાય કાશી-મથુરા અને પ્રયાગરાજ મુખ્ય ધાર્મિક સ્થળ છે. અહીં દર વર્ષે લગભગ 20 કરોડથી વધારે લોકો પહોંચી રહ્યા છે. પાડોસી રાજ્ય ઉત્તરાખંડમાં હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી મુખ્ય ધાર્મિક સ્થળ છે. અહીં દર વર્ષે લગભગ 6 કરોડ લોકો આવી રહ્યા છે.


અયોધ્યાઃ 2019માં 5 હજાર લોકો રોજ આવતા હતા, હવે 2 લાખ
22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ. ત્યારથી 48 દિવસ (22 જાન્યુઆરીથી 10 માર્ચ સુધી)માં અહીં 1 કરોડ લોકો દર્શન કરી ચૂક્યા છે. યૂપી ટૂરિઝમ વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે લગભગ 8 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી શકે છે.
ધાર્મિક સ્થળ પર બિઝનેસ મોનિટરિંગ કરનારી એજન્સી હ્યુમન કેપિટલ સાસ પ્લેટફોર્મ બેટરપ્લેસના જણાવ્યા પ્રમાણે આગામી 4-5 વર્ષોમાં અહીં દોઢથી 2 લાખ લોકોને રોજગાર મળવાની શક્યતા છે.
અયોધ્યામાં મંદિર નિર્માણ સાથે અહીં જમીનની કિંમત 10 ગણી વધી ગઈ છે. લગભગ 700 લોકોએ પોતાના ઘરને હોમ સ્ટેમાં બદલી દીધા છે. છેલ્લાં 2 વર્ષમાં લગભગ 100 હોટલ બનીને તૈયાર છે. 50 થી વધારે હોટલનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ આંકલન કર્યું હતું કે મંદિર નિર્માણથી અહીં વેપારનો આંકડો 1 લાખ કરોડ રૂપિયા પહોંચી શકે છે. પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 50 હજાર કરોડનું અનુમાન હતું.

નવ્ય અયોધ્યા અને એરપોર્ટની બીજા કે ત્રીજા ફેઝનું કામ પણ શરૂ
યૂપી સરકારે 2047 સુધી નવ્ય અયોધ્યા બનવાનો ટાર્ગેટ રાખ્યો છે. 1400 એકરમાં રામાયણની થીમ પર ગ્રીન ફિલ્ડ ટાઉનશિપ ડેવલપ કરવાનો પ્લાન બનાવ્યો છે. સાથે જ 2025 સુધી અયોધ્યા એરપોર્ટનું બીજા અને ત્રીજા ફેઝનું કામ પૂરું થઈ જશે. ત્યારે અહીં બોઈંગ પ્લેન પણ લેન્ડ થઈ શકશે.
11 હજાર સ્ક્વેર મીટરમાં રેલવે સ્ટેશનનો વિકાસ થઈ રહ્યો છે. ત્રણ માળાના ટર્મિનલ બિલ્ડિંગ બની રહી છે. પહેલાં ફેઝનું કામ પૂરું થઈ ગયું છે. 19 જાન્યુઆરીથી રોજ 10 ટ્રેન શ્રદ્ધાળુઓને લઇને અહીં આવી રહી છે. 100 દિવસ અહીં 1 હજાર ટ્રેન ચાલશે. તેમાં 2 અમૃત ભારત ટ્રેન અને 2 વંદે ભારત પણ છે. આ સિવાય અહીં 3,935 કરોડના બજેટથી રિંગ રોડ અને મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર થઈ રહી છે.

કાશીઃ કોરિડોર બન્યા પછી દર વર્ષે 7 કરોડ લોકો આવી રહ્યા છે
8 માર્ચ 2019એ પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વનાથ કોરિડોર બનાવવાની શરૂઆત કરી. 900 કરોડના બજેટથી કાશી વિશ્વનાથને બદલવાનો ટાર્ગેટ હતો. કોરિડોર 5 લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યો. તેના હેઠળ 23 ઇમારત અને 25 મંદિરની કાયા બદલાઈ.
13 ડિસેમ્બર 2021ના રોજ પીએમે તેનું ઉદઘાટન કર્યું. કોરિડોર પહેલાં અહીં દર વર્ષે લગભગ 1 કરોડ લોકો આવતા હતા. 13 ડિસેમ્બર 2023ના રોજ મંદિર પ્રશાસને જાહેર કરેલાં આંકડા પ્રમાણે છેલ્લાં 2 વર્ષમાં અહીં 13 કરોડ શ્રદ્ધાળુઓ આવી ગયા છે. એટલે કે કોરિડોર બન્યા પછી અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા 7 ગણી વધી ગઈ છે.

કેન્દ્રથી કાશીને 60 હજાર કરોડ મળ્યા
પીએમ મોદી અહીંના સાંસદ છે. 10 વર્ષમાં તેઓ અહીં 43 વખત આવી ગયા છે. કાશીના વિકાસ માટે કેન્દ્રથી 60 હજાર કરોડના પ્રોજેક્ટ મળ્યા છે.
ત્રણેય રાજ્યોને જોડનાર રિંગ રોડ બનાવવામાં આવ્યો. તેના માટે 759 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. આ સિવાય બે વંદે ભારત ટ્રેન દિલ્હી-કાશી વચ્ચે શરૂ થઈ. આ ટ્રેન પ્રયાગરાજ-કાશીને પણ જોડતી છે. હવે કાશી-અયોધ્યાને સીધા જોડવાની તૈયારી છે.

મથુરાઃ દર વર્ષે અહીં લગભગ 6 કરોડ લોકો આવ્યા
મથુરા-વૃંદાવન પણ અયોધ્યા-કાશીથી પાછળ નથી. અહીં વર્ષભરમાં લગભગ 6 કરોડ લોકો આવી રહ્યા છે. ટૂરિઝમ વિભાગના જણાવ્યા પ્રમાણે 2022માં અહીં લગભગ 6.52 કરોડ લોકો આવ્યા. માત્ર જન્માષ્ટમી પર 20 લાખ લોકો પહોંચ્યા. આ સંખ્યા હજુ વધી શકે છ, કેમ કે વૃંદાવનમાં સરકાર કોરિડોર બનાવવાનો નિર્ણય કરી ચૂકી છે. તેના માટે 505 કરોડ રૂપિયાનું બજેટ પણ પાસ થઈ ગયું છે.

મથુરાના 20 ઘાટનું થશે બ્યુટિફિકેશન
આ વર્ષે યુપી સરકારે મથુરાના વિકાસ માટે 120 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું હતું. આ પૈસાથી યમુનાના 20 ઘાટને સુંદર બનાવવામાં આવશે. વેલકમ ગેટ, ઈકો ટુરિઝમ, વાસુદેવ વાટિકા, નવા ટીએફસીનું નિર્માણ અને પ્રાચીન સ્થળોના સંરક્ષણનું કામ થવાનું છે.
પ્રયાગરાજઃ મહાકુંભ-2025માં આવી શકે છે 40 કરોડ લોકો
પ્રયાગરાજમાં આ વર્ષે યોજાયેલા માઘ મેળામાં લગભગ 6 કરોડ ભક્તો પહોંચ્યા હતા. આ જિલ્લા વહીવટી તંત્રનો ડેટા છે. 2019ના અર્ધ કુંભમાં લગભગ 24 કરોડ લોકો આવ્યા હતા. 2025માં અહીં મહાકુંભનું આયોજન થવાનું છે, તેના માટે સરકારે 2600 કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કર્યું છે. વહીવટીતંત્રને આશા છે કે આ મેળામાં 40 કરોડ લોકો આવી શકે છે.

ઉત્તરાખંડ 5 ધાર્મિક સ્થળ-
દર વર્ષે 6 કરોડથી વધુ લોકો આવે છે મુલાકાતે
ઉત્તરાખંડમાં હરિદ્વાર અને ચારધામ મુખ્ય ધાર્મિક સ્થળો છે. હરિદ્વારમાં 2023ના શ્રાવણ મહિનામાં લગભગ 4 કરોડ કાવડિયા આવ્યા હતા. જ્યારે 22 એપ્રિલથી 18 નવેમ્બર 2023 સુધી અહીં ચારધામ યાત્રા ચાલી હતી. જેમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી માટે લગભગ 75 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
ઉત્તરાખંડ સરકારના જણાવ્યા અનુસાર 56 લાખ 13 હજાર 635 લોકોએ ચારધામની મુલાકાત લીધી હતી. સૌથી વધુ 19 લાખ 61 હજાર લોકો કેદારનાથ ધામ પહોંચ્યા હતા. ગત વર્ષે ચારધામ યાત્રામાં 46 લાખ 29 હજાર ભક્તો આવ્યા હતા.

ઉત્તરાખંડના બજેટમાં 15% પ્રવાસનનો હિસ્સો
ઉત્તરાખંડનું કુલ બજેટ લગભગ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા છે. આમાં પ્રવાસનનો ફાળો લગભગ 15% છે. રાજ્યમાં દર વર્ષે 6 કરોડ લોકો આવી રહ્યા છે. ગયા મહિને સરકારે હરિદ્વારના વિકાસ માટે 89 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું હતું.
કેદારનાથ ધામનો વિકાસ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેને ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવનાર છે. આ માટે લગભગ 500 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે.
2025 સુધીમાં લગભગ 68 કરોડ લોકો યુપી-ઉત્તરાખંડ આવશે
અંદાજ છે કે 2025માં લગભગ 68 કરોડ શ્રદ્ધાળુઓ યુપી-ઉત્તરાખંડ આવશે. પ્રયાગરાજ કુંભમાં લગભગ 40 કરોડ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. છેલ્લા બે વર્ષની જેમ કાશીમાં 7 કરોડ, મથુરામાં 7 કરોડ અને અયોધ્યામાં 8 કરોડ લોકો આવવાની ધારણા છે.
ઉત્તરાખંડમાં કાવડિયાઓ સહિત કુલ 6 કરોડ લોકો આવવાની ધારણા છે. કુલમાં ઉમેરવામાં આવે તો આ સંખ્યા 68 કરોડ થઈ જાય છે.