અયોધ્યા1 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યા આજે ભવ્ય છે…અલૌલિક છે અને રામધુનથી ગુંજી રહી છે. બીજી બાજુ, દેશ જ નહીં વિદેશોમાં ભજન-કીર્તન અને પૂજા થઈ રહી છે. કેમ કે આજે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થશે.
દેશ-વિદેશના અનેક અતિથી પહોંચી ગયા છે. તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, મુકેશ-નીતા અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદી સવારે 10 વાગીને 20 મિનિટ પર અયોધ્યા પહોંચશે.
સોમવારે સવારે સમારોહની શરૂઆત મંગળ ધ્વનિ સાથે થશે. વિવિધ રાજ્યોથી 50થી વધારે વાદ્યયંત્ર સવારે 10 વાગ્યાથી તેમની કૃતિઓ રજુ કરશે. પ્રાણપ્રતિષ્ઠા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર બનાવનાર શ્રમિકો સાથે મુલાકાત કરશે. કુબેર ટીલા જઇને ભગવાન શિવનું પૂજન કરશે. સાંદે દીપ પ્રગટાવીને દેશભરમાં ફરી દીવાળી ઊજવવામાં આવશે.
લાઈવ અપડેટ્સ
1 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 6 દિવસ અનુષ્ઠાન થયા
- 16 જાન્યુઆરીથી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દિવસે પ્રાયશ્ચિત અને કર્મકૂટી પૂજન કરવામાં આવ્યું.
- 17 જાન્યુઆરીએ રામલલ્લાની નવી મૂર્તિને મંદિર પરિસરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો
- 18 જાન્યુઆરીએ તીર્થ પૂજન, જળ યાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસ સાથે જ શ્રીરામલલ્લા વિગ્રહને તેમના સ્થાને બિરાજમાન કરવામાં આવ્યાં.
- 19 જાન્યુઆરીએ ઔષધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ, ધાન્યધિવાસ કરાવવામાં આવ્યો.
- 20 જાન્યુઆરીએ શર્કરાધિવાસ, ફલાધિવાસ, પુષ્પાધિવાસ કરાવવામાં આવ્યો.
- 21 જાન્યુઆરીએએ મધ્યાધિવાસ અને શૈય્યાધિવાસ કરાવવામાં આવ્યો.
4 મિનિટ પેહલા
- કૉપી લિંક
મંદિરની ભવ્યતા 2 વીડિયોમાં જુઓ
11 મિનિટ પેહલા
- કૉપી લિંક
84 સેકેન્ડનું શુભ મુહૂર્ત, આ જ સમયગાળામાં પ્રાણપ્રતિષ્ઠા થશે
આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે 84 સેકેન્ડનું મુહૂર્ત હશે. આ કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દૃવિડે જણાવ્યું છે. શુભ મુહૂર્તનો આ સમયગાળો માત્ર 84 સેકેન્ડનો છે. 12 વાગીને 29 મિનિટ 8 સેકેન્ડથી શરૂ થશે અને 12 વાગીને 30 મિનિટ 32 સેકેન્ડ સુધી રહેશે.
13 મિનિટ પેહલા
- કૉપી લિંક
આવી છે રામલલ્લાની મૂર્તિ
13 મિનિટ પેહલા
- કૉપી લિંક
નેપાળનું જનકપુરી રામ મંદિર, મોડી રાતે લાઇટિંગથી ઝગમગ્યું
13 મિનિટ પેહલા
- કૉપી લિંક
MPનાં ઓરછા રામ મંદિરમાં 5100 દીવા પ્રગટાવવામાં આવ્યા