બેંગલુરુ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ પછીના સીસીટીવી ફૂટેજ.
બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફેની બ્રુકફિલ્ડ બ્રાન્ચમાં શુક્રવારે બપોરે બ્લાસ્ટ કરનાર શખ્સની AI ટેક્નોલોજીની મદદથી ઓળખ કરવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, રાજ્ય પોલીસ AI દ્વારા ફેશિયલ રેકગ્નિશન દ્વારા શોધી કાઢશે કે બેગમાં બોમ્બ મુકીને જનાર વ્યક્તિ કેવો દેખાતો હતો. સીસીટીવીમાં કેપ્ચર થયેલો આ ફોટો હજુ પોલીસે જાહેર કર્યો નથી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી 25 થી 30 વર્ષનો છે. સીસીટીવી ફૂટેજમાં માસ્ક પહેરેલો એક વ્યક્તિ કેફેની નજીક બસમાંથી ઉતરતો અને 11:30 વાગ્યે કેફેમાં જતો દેખાઈ રહ્યો છે.
આ પછી તે રવા ઈડલીનો ઓર્ડર આપે છે, કાઉન્ટર પર પેમેન્ટ કરે છે અને ટોકન લે છે. આ પછી, 11:45 વાગ્યે તે ડસ્ટબિન પાસે બેગ મૂકીને જતો રહ્યો. એક કલાક પછી, તે જ બેગને ટાઈમર દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
રાજ્યના ડેપ્યુટી સીએમ ડી શિવકુમારે કહ્યું કે પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. સીસીટીવીમાં કેદ થયેલા તેના ચહેરાને ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ સાથે મેચ કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેને ટ્રેક કરવામાં આવશે.
દુર્ઘટના પછી તરત જ આ એક વીડિયો છે, જેમાં લોકો ભાગતા દેખાય છે.
અગાઉ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હોવાની વાત સામે આવી હતી
ઘટના બાદ ફાયર બ્રિગેડ અને વ્હાઇટ ફિલ્ડ પોલીસે સૌથી પહેલા કહ્યું કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા તો કેફેની દિવાલ પરનો અરીસો તૂટ્યો હતો અને ટેબલ પર વેરવિખેર પડ્યો હતો.
આ પછી ભાજપના બે સાંસદોએ વિસ્ફોટ પર શંકા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે તે બોમ્બ વિસ્ફોટ હતો. સાંજે 5:30 વાગ્યે, સીએમ સિદ્ધારમૈયાએ પોતે કહ્યું – તે ઓછી તીવ્રતાનો IED બ્લાસ્ટ હતો. એક વ્યક્તિ કેફેમાં એક બેગ મુકીને જતો રહ્યો હતો, જેના પછી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 9 લોકો ઘાયલ થયા છે.
કેફેમાં બ્લાસ્ટના સ્થળેથી બેટરી, બળી ગયેલી બેગ અને કેટલાક આઈડી કાર્ડ મળી આવ્યા હતા. રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું- વિસ્ફોટ બેઠક વિસ્તારમાં થયો હતો, જોકે ત્યાં કોઈ સિલિન્ડર નહોતું. બાબતે તપાસ ચાલુ છે. ડીજીપીએ કહ્યું કે અમે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા હતા.
CMની વિપક્ષને અપીલ- રાજનીતિ ના કરોમુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિએ 12 વાગ્યાની આસપાસ બેગ રાખી હતી. જેમાં 8 લોકો ઘાયલ થયા છે. અમે સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ. અમને જાણવા મળ્યું છે કે કોઈએ ત્યાં જાણી જોઈને બેગ રાખી છે. આ એક ઇમ્પ્રુવાઇઝ્ડ બ્લાસ્ટ છે. આવું ન થવું જોઈએ અને ભવિષ્યમાં પણ આવું ન બને તેનું ધ્યાન રાખીશું.
સાથે જ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે આ સમગ્ર મામલે કોઈ રાજકારણ ન થવું જોઈએ. અમે વિપક્ષ પાસેથી માગ કરીએ છીએ કે આ મુદ્દે અમને સહકાર આપે. તે ઓછી તીવ્રતાનો વિસ્ફોટ હતો.
ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?સાબરેશ કુંડલી: લગભગ 1 વાગ્યે અમે જોરદાર ધડાકો સાંભળ્યો. અમે ઘટનાસ્થળે પહોંચીને જોયું તો ચારે બાજુ કાળો ધુમાડો હતો. અમે 5-6 લોકોને ઘાયલ જોયા. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.
એડિસન: અમે લંચ માટે કાફેમાં આવ્યા હતા. લગભગ 1 વાગ્યે અમે જોરદાર ધડાકો સાંભળ્યો. મેં લોકોને એમ કહેતા સાંભળ્યા કે તે સિલિન્ડર વિસ્ફોટ હતો. અંદર લગભગ 35-40 લોકો હતા. ઘાયલોમાં લગભગ 4 કર્મચારીઓનો સમાવેશ થાય છે. અચાનક એક એમ્બ્યુલન્સ આવી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ.
સિક્યોરિટી ગાર્ડઃ હું હંમેશની જેમ કાફેની બહાર મારી ફરજ બજાવી રહ્યો હતો. હોટેલમાં ઘણા ગ્રાહકો આવી ગયા હતા. અચાનક જોરદાર અવાજ આવ્યો અને આગ ફાટી નીકળી, હોટલની અંદર રહેલા ગ્રાહકોને ઈજા થઈ.