- Gujarati News
- National
- Beautiful Valleys, Mountains, Dense Forests, And Streams Covered In White Sheets, Look At The Mesmerizing View.
53 મિનિટ પેહલા
- કૉપી લિંક
કુદરતી સૌંદર્યથી ભરપૂર અને મનમોહીલે તેવી સુંદરતા ધરાવતા જમ્મુ કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. પ્રવાસીઓનું પોતાનું ‘સ્વિટ્ઝર્લેન્ડ’ બનેલું કાશ્મીર હાલમાં સફેદ ચાદર ઓઢીને સૂઈ ગયું હોય તેવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. સુંદર ખીણો, બરફથી ઢંકાયેલા પર્વતો, ગાંઢ જંગલો અને એમાં પણ ખળખળ વહેતા ઝરણાએ પણ આ સ્વર્ગનો આનંદ માણવા જાણે ખમૈયા કર્યા છે. એટલે કે વહેતા ઝરણાઓમાં પણ બરફ જામી ગયો છે. દુનિયાભરમાંથી કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ સ્નોબોર્ડિંગ, સ્કીઇંગ, સર્ફિંગ અને સ્કેટબોર્ડિંગ જેવી એક્ટિવિટીની ભરપૂર મોજ માણે છે. આ સમયે વાદળી રંગ ધારણ કરેલ તળાવમાં બોટનો આનંદ માણવાની પણ એક અલગ મજા છે. ત્યારે આ ધરતીના સ્વર્ગનો આનંદ માણવો હોય તો જુઓ વીડિયો…