નવી દિલ્હી17 કલાક પેહલા
- કૉપી લિંક
નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ, ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમએસ સ્વામિનાથનનાં પુત્રી નિત્યા રાવે રાષ્ટ્રપતિ પાસેથી સન્માન મેળવ્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ચાર વ્યક્તિને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા, જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ એમએસ સ્વામિનાથન બધાને મરણોત્તર આ સન્માન મળ્યું છે. લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્ન આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આજના કાર્યક્રમમાં ચાર વ્યક્તિનાં પરિવારજનોએ આ સન્માન મેળવ્યું હતું. નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ, ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમએસ સ્વામિનાથનની પુત્રી નિત્યા રાવે રાષ્ટ્રપતિ પાસેથી સન્માન મેળવ્યું.
કેન્દ્રએ આ વર્ષે 5 વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. 2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે. 2024ની 5 સેલિબ્રિટી સહિત અત્યારસુધી આ સન્માન મેળવનારા લોકોની સંખ્યા 53 પર પહોંચી જશે.
1. પીવી નરસિમ્હા રાવ
નરસિમ્હા રાવ દેશના 9મા વડાપ્રધાન હતા વધુ વાંચવા ક્લિક કરો
2. ચૌધરી ચરણ સિંહ
ચરણ સિંહ ભારતના પાંચમા વડાપ્રધાન હતા. તેઓ ઉત્તરપ્રદેશના 5મા મુખ્યમંત્રી પણ હતા. 9 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે – આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ જીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ક્યારેય સંસદ ન ગયેલા ચરણ સિંહની કહાની વાંચો
3. કર્પૂરી ઠાકુર
કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી, 1924ના રોજ સમસ્તીપુરના પિતોંજિયામાં થયો હતો. પાછળથી તેમના ગામનું નામ કર્પૂરીગ્રામ પડ્યું. જ્યારે કર્પૂરી ઠાકુર 6 વર્ષના થયા ત્યારે તેમને સમસ્તીપુરની તાજપુર મિડલ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. 1933માં તેમણે 5મા ધોરણની પરીક્ષા પાસ કરી. બિહારના જનનાયક કર્પૂરી ઠાકુરની કહાની…
4. ડૉ. એમ.એસ. સ્વામિનાથન
અત્યારસુધી ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓ…