11 કલાક પેહલા
- કૉપી લિંક
BJP તાજેતરમાં જ બિહારની 17 બેઠક માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 4 જૂના ચહેરાની ટિકિટ કાપવામાં આવી હતી. આમાંથી એક નામ અશ્વિની ચૌબેનું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં તેમના વિરુદ્ધ ભારે એન્ટી ઇન્કમ્બન્સી હતી અને તેથી તેમને ટિકિટ આપવામાં આવી હતી.
- અશ્વિની ચૌબેની જગ્યાએ ભાજપે મિથલેશ તિવારીને બક્સરથી ઉમેદવાર બનાવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અશ્વિની ચૌબે રડતા જોવા મળી રહ્યા છે.
- દાવો કરવામાં આવી રહ્યો છે કે બક્સરથી ટિકિટ કેન્સલ થવાથી દુ:ખી અશ્વિની ચૌબે એટલા ભાવુક થઈ ગયા કે તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. અમને ઘણાં વેરિફાઇડ અને નોન-વેરિફાઇડ X એકાઉન્ટ્સ પર આ દાવા સંબંધિત ટ્વીટ્સ જોવા મળ્યાં છે.
RJD સાથે જોડાયેલા આલોક ચિક્કુ નામના વેરિફાઈડ યુઝરે ટ્વીટ કર્યું- બ્રાહ્મણ સમાજ અશ્વિની ચૌબેના દરેક આંસુનો બદલો લેશે, ભાજપે અશ્વિની ચૌબેની ટિકિટ કાપીને બિહારના બ્રાહ્મણોનું અપમાન કર્યું છે. બ્રાહ્મણ સમાજ એક સ્વાભિમાની સમાજ છે, તે ક્યારેય એવી પાર્ટીને મત નહીં આપે, જેમણે તેમના મનપસંદ નેતાને જાહેર સ્થળે રડવા મજબૂર કર્યા હોય. ( આર્કાઇવ ટ્વીટ )
ટ્વીટ જુઓ:
Rofl Lalu નામના વેરિફાઈડ X એકાઉન્ટે ટ્વીટ કર્યું-
અશ્વિની ચૌબેની ટિકિટ બક્સરથી રદ કરવામાં આવી હતી. ચૌબે જી રડી રહ્યા છે, ખૂબ જ દુઃખી છે, પરંતુ પક્ષ સામે બળવો કરવાની અથવા કોઈ અન્ય પક્ષમાં જોડાવાની હિંમત નથી. બળવો તો છોડો, ટોચના નેતૃત્વ સામે એક શબ્દ પણ બોલી શકશે નહીં. 1-2 દિવસમાં ચૌબેજીનું નિવેદન આવશે કે તેઓ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છે.
ગૌતમ ગંભીર, હર્ષ વર્ધન, વીકે સિંહ અને તમામ વર્તમાન સાંસદો જેમની ટિકિટ કાપવામાં આવી છે તેવા મોટા ભાગના લોકો તરફથી આ જ નિવેદન આવ્યું છે. તમે તેને અનુશાસન કહી શકો છો, પરંતુ આ અનુશાસન નથી. પાર્ટી વિરુદ્ધ કંઈક કહેશો તો અત્યારે તો માત્ર ટિકિટ જ કપાઈ છે, પછી તો મોર્નિંગ વોક પણ મુશ્કેલ થઈ જશે. એમ છતાંય તમને લાગે છે કે દેશમાં લોકતંત્ર છે?? પછી તો તમે લોકશાહીની વ્યાખ્યા જ બદલી નાખી છે. ( આર્કાઇવ ટ્વીટ )
ટ્વીટ જુઓ:
સંતોષ કુમાર યાદવ નામના એક્સ યુઝરે પોતાના ટ્વીટમાં લખ્યું- બ્રાહ્મણ સમાજના અશ્વિની ચૌબેની ટિકિટ કાપીને BJPએ સંપૂર્ણ બ્રાહ્મણ સમાજનું અપમાન કર્યું છે. સંપૂર્ણ બ્રાહ્મણ સમાજ ભાજપને હરાવીને આંસુઓનો બદલો ચોક્કસ લેશે. ( આર્કાઇવ ટ્વીટ )
ટ્વીટ જુઓ:
રાજ પ્રકાશ નામના પૈરોડી એકાઉન્ટે પોતાના ટ્વીટમાં લખ્યું- ટિકિટ કપાયા પછી ભાજપના અગ્નિવીર. ( આર્કાઇવ ટ્વીટ )
ટ્વીટ જુઓ:
વાઇરલ વીડિયોમાં કેટલી હકીકત?
દાવાને ચકાસવા માટે અમે વાઇરલ વીડિયોના ક્રીવર્ડને ગૂગલ ઇમેજ પર રિવર્સ સર્ચ કર્યા, સાથે જ ગૂગલ પર થોડા સામાન્ય કીવર્ડ્સ નાખીને જ અમને NDTV નો એક આર્ટિકલ મળ્યો.
આ આર્ટિકલ 23 જાન્યુઆરી 2023ના રોજ પ્રકાશિત થયો હતો, એટલે આજથી એક વર્ષ પહેલાં. આર્ટિકલની હેડલાઇન હતી-
VIDEO: મેરા ભાઈ…પાર્ટી કે સાથી કો યાદ કર ફૂટ-ફૂટકર રોને લગે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ( આર્કાઇવ લિંક )
સ્ક્રીનશોટ જુઓ…

આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે BJP નેતા પરશુરામ ચતુર્વેદીના નિધનના સમાચાર સાંભળીને અશ્વિની ચૌબે ભાવુક થઈ ગયા હતા અને પ્રેસ-કોન્ફરન્સ વચ્ચે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા.
તપાસ દરમિયાન અમને India Tvની યુટ્યૂબ ચેનલ પર પબ્લિશ થયેલો એક વીડિયો પણ મળ્યો. વીડિયોને 16 જાન્યુઆરી 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોની હેડલાઇન હતી- કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે આજે મીડિયા સામે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, જાણો શું હતું કારણ
વીડિયો જુઓ:
વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ નેતા પરશુરામ ચતુર્વેદીના નિધનના સમાચાર સાંભળીને અશ્વિની ચૌબે ભાવુક થઇ ગયા હતા.
સ્પષ્ટ છે કે અશ્વિની ચૌબેનો જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે એ અત્યારનો નથી, પરંતુ વર્ષ 2023નો છે. એવામાં દાવો કરવામાં આવ્યો છે કે બક્સરથી ટિકિટ કપાઈ જવાને લીધે ચૌબે ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા છે, જે સમાચાર સંપૂર્ણ રીતે ખોટા અને ભ્રામક છે.
ફેક ન્યૂઝ વિરુદ્ધ અમારી સાથે જોડાયેલા રહો. કોઈપણ આવી સૂચના જેના પર તમને શંકા હોય તો અમને ઈમેલ કરો @[email protected] અને WhatsApp- 9201776050 કરો