40 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોશિયલ મીડિયા પર મણિપુરમાં ભાજપ નેતાને માર માર્યો હોય તેવો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જનતાની વચ્ચે પહોંચેલા ભાજપના નેતાઓને લોકોની ભીડે દોડાવી-દોડાવીને માર માર્યો. આ વીડિયોને એક્સ પર અનેક વેરિફાઈડ અને નોન વેરિફાઇડ યૂઝર્સે શેર કર્યો.
પત્રકાર સંદીપ ચૌધરીના પૈરોડી અકાઉન્ટે વીડિયો શેર કરીને લખ્યું- શું આ વીડિયો મણિપુરનો છે, જ્યાં બીજેપી નેતાને જોરદાર માર મારવામાં આવ્યો છે? (આર્કાઇવ)
પૈરોડી અકાઉન્ટના શેર કરેલાં વીડિયોને અત્યાર સુધી 4 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. પોસ્ટને 14 હજારથી વધારે લાઇક અને 4 હજારથી વધારે લોકોએ રિટ્વિટ કરી છે.
જીશાન ખાન નામના યૂઝરે આ વીડિયો શેર કરીને લખ્યું- મણિપુરમાં ભાજપનું સ્વાગત કઇંક આ રીતે થયું.
અમરેન્દ્ર પટેલ નામના વેરિફાઇડ યૂઝરે લખ્યું- 2024, BJP 400 પાર પરંતુ જનતા તો ભાજપનું સ્વાગત આવી રીતે કરી રહી છે.
એક અન્ય વેરિફાઇડ યૂઝરે પણ આ દાવા અને કેપ્શન સાથે વીડિયો શેર કર્યો
વાઇરલ વીડિયોનું સત્ય…
વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે તેના કી-ફ્રેમને ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યું. સર્ચ કરવા પર અમને આ વીડિયો જાણકારી સાથે NYOOOZ TV નામની યૂટ્યૂબ ચેનલ પર મળ્યો.
ચેનલના જણાવ્યા પ્રમાણે, 5 ઓક્ટોબર 2017નો આ વીડિયો દાર્જિલિંગનો છે. જ્યાં પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ પર ગોરખા નેશનલ લિબરેશન ફ્રંટ (GNLF) સમર્થકોએ વિરોધ કર્યો હતો. આ વીડિયો પણ ચેનલ પર 5 ઓક્ટોબર 2017ના રોજ અપલોડ થયો હતો.

યૂટ્યૂબ ચેનલ પર હાજર વીડિયોનો સ્ક્રીનશોર્ટ
તપાસ દરમિયાન અમે નવભારત ટાઇમ્સની વેબસાઇટ પર આ મામલા સાથે જોડાયેલા સમાચાર પણ મળ્યા. સમાચારની લિંક…

વેબસાઇટ પર રહેલા સમાચારનો સ્ક્રીનશોર્ટ
વેબસાઇટ પ્રમાણે, 5 ઓક્ટોબર 2017ના રોજ પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ પર દાર્જિલિંગમાં હુમલો થયો હતો. દાર્જિલિંગમાં અજાણ્યા યુવકોએ તેમની સામે થોડા બીજેપી કાર્યકર્તાઓને માર માર્યો હતો. આરોપ હતો કે ગોરખા જનમુક્તિ મોર્ચા (જીજેએમ)ના બાગી નેતા બિનય તમાંગના સમર્થકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
બીજેપીનું કહેવું હતું કે તમાંગના સમર્થકોએ તેમના બે કાર્યકર્તાઓને ખરાબ રીતે માર માર્યો. દિલીપ ઘોષે આ ઘટના વિશે જણાવ્યું હતું કે આ પહેલાંથી નિયોજિત હુમલો હતો. પોતાના કાર્યકર્તાઓને બચાવતી સમયે મારી ઉપર હુમલો થયો. તેઓ ઘાયલ હતા. મને પણ આ દરમિયાન હુમલાઘોરોએ ધક્કો માર્યો. ત્યાં જ, આ સમાચાર પણ વેબસાઇટ પર 5 ઓક્ટોબર 2017ના રોજ પબ્લિશ થયા હતા.
સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો સાથે કરવામાં આવી રહેલો આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. 6 વર્ષ જૂનો આ વીડિયો દાર્જિલિંગનો છે, જ્યાં ભાજપ નેતા દિલીપ ઘોષ અને ભાજપના અન્ય સમર્થકો પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી વિશે શંકા હોય, તો કૃપા કરીને અમને @ fakenewsexpose @dbcorp.in અને WhatsApp- 9201776050 કરો.