17 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણી 2024 માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે થોડા લોકો ભાજપના ચૂંટણી પ્રચાર વાહનો પર લાકડીઓ વડે તોડફોડ કરી રહ્યા છે.
- દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના ચૂંટણી પ્રચાર વાહનો જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે. આ વીડિયોમાં ભાજપ વિરુદ્ધ જનતાનો આક્રોશ જોવા મળે છે.
- આ વીડિયોને એક્સ પર અનેક વેરિફાઇડ યૂઝર્સે શેર કર્યો. કેશવ ચાંદ યાદવ નામના વેરિફાઇડ યુઝર્સે વીડિયો શેર કરીને લખ્યું- હવે બીજેપીના લોકો માટે ગામડાઓમાં પ્રવેશવું મુશ્કેલ થઈ રહ્યું છે. ( આર્કાઇવ )
યુઝરની પોસ્ટને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ પોસ્ટને 3 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે અને 1 હજારથી વધુ લોકોએ તેને રિટ્વીટ કરી છે.
અન્ય એક વેરિફાઈડ યુઝરે લખ્યું- BJPનું સ્વાગત શરૂ થઈ ગયું છે, 400ને પાર, આ શબ્દ સાંભળેલો લાગે છે. ( આર્કાઇવ )
મનરાજ મીના નામના એક વેરિફાઈડ યુઝરે લખ્યું- શું કોઈ કહી શકે કે આ વીડિયો ક્યાંનો છે અને બીજેપીની ગાડીને જોઈને લોકો આટલા ગુસ્સામાં કેમ છે. આખરે ભાજપ પ્રત્યે આટલો ગુસ્સો કેમ? ભાજપ હંમેશાં વિકસિત ભારતની વાત કરે છે, તો પછી લોકો નારાજ કેમ છે? ( આર્કાઇવ )
વાઇરલ વિડીયોનું સત્ય…
થોડા સામાન્ય કી-વર્ડ્સ નાખીને અમે અંગ્રેજી વેબસાઇટ ટાઇમ્સ નાઉનો એક વીડિયો આર્ટિકલ મળ્યો. જેને 1 નવેમ્બર 2022ના રોજ પબ્લિશ કરવામાં આવ્યો હતો. જેમાં સંપૂર્ણ ઘટના વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું હતું. આ મામલો, તેલંગાણામાં 3 નવેમ્બર 2022ના રોજ થયેલા મુનુગોડે વિધાનસભા ચૂંટણી પહેલાં BJP અને TRS કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઝઘડાનો છે. સમાચારની લિંક…

ટાઇમ્સ નાઉ વેબસાઇટ પર પ્રકાશિત સમાચારનો સ્ક્રીનશોટ.
અમને હિન્દી વેબસાઈટ રિપબ્લિક ભારતનો એક લેખ પણ મળ્યો. આ લેખ 01 નવેમ્બર 2022ના રોજ પ્રકાશિત થયો હતો. લેખમાં કહેવામાં આવ્યું હતું કે આ ઘટના તેલંગાણાના નાલગોંડા જિલ્લાના મુનુગોડે નજીક પાલેવેલા ગામમાં બની હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે ટીઆરએસના કાર્યકર્તાઓએ પહેલા પથ્થરમારો અને હુમલો કર્યા પછી અથડામણ શરૂ થઈ. તે જ સમયે, TRSએ સમગ્ર ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું.

રિપબ્લિક ભારત પર પ્રકાશિત સમાચારનો સ્ક્રીનશોટ.
1 નવેમ્બર 2022ના રોજ તેલંગાણા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કિશન રેડ્ડીએ પણ તેના X એકાઉન્ટ પર વાઇરલ વીડિયો શેર કર્યો હતો.
કિશન રેડ્ડીએ વીડિયો શેર કર્યો અને લખ્યું- મુનુગોડે પેટાચૂંટણીમાં હાર્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતા એટેલા રાજેન્દ્ર અને તેમની પત્ની પર થયેલો હુમલો TRSની નિરાશાની સાબિતી છે. આ હુમલાની હું ખૂબ જ નિંદા કરું છું.
ફેક ન્યૂઝ વિરુદ્ધ અમારી સાથે જોડાયેલા રહો. કોઈપણ એવી સૂચના જેના પર તમને શંકા હોય તો અમને ઈમેલ કરો @fakenewsexpose@dbcorp.in અને WhatsApp- 9201776050 કરો