બેંગલુરુ37 મિનિટ પેહલા
- કૉપી લિંક
2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી બુધવારે (6 માર્ચ) આવી શકે છે. બીજેપી સંસદીય બોર્ડના સભ્ય અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે આનો સંકેત આપ્યો છે.
યેદિયુરપ્પાએ કહ્યું- તેઓ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા બુધવારે દિલ્હી જઈ રહ્યા છે. સંભવતઃ આ દિવસે કર્ણાટક સહિત બીજી યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. હું માનું છું કે બુધવારે આ યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જોકે આખરી નિર્ણય વરિષ્ઠ નેતાઓ જ લેશે.
બીજેપીએ અગાઉ 2 માર્ચે સાંજે 6 વાગ્યે 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં 34 કેન્દ્રીય મંત્રીને ટિકિટ મળી છે. આટલી જ સંખ્યામાં સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. યાદીમાં 28 મહિલા, 27 એસસી, 18 એસટી, 57 ઓબીસીનાં નામ છે. 50 વર્ષથી નીચેના 47 ઉમેદવાર છે.
પ્રથમ યાદી જાહેર કરી એ પહેલાં દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર અને ઝારખંડના હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ રાજનીતિથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ યાદી આવ્યા બાદ પશ્ચિમ બંગાળના આસનસોલથી ઉમેદવાર બનાવવામાં આવેલા ભોજપુરી ગાયક પવન સિંહે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. ચાંદની ચોકથી ટિકિટ નકાર્યા બાદ પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષ વર્ધને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી.
પ્રથમ યાદીમાં મોદી-શાહ અને 34 કેન્દ્રીય મંત્રીનાં નામ
ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીથી ચૂંટણી લડશે અને અમિત શાહ ગાંધીનગરથી જ ચૂંટણી લડશે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજને વિદિશાથી, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબને ત્રિપુરા પશ્ચિમથી અને આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને ડિબ્રુગઢથી ટિકિટ મળી છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલા ફરી પોતાની સીટ કોટાથી ચૂંટણી લડશે. પાર્ટીએ કેરળના મલપ્પુરમથી માત્ર એક મુસ્લિમ ઉમેદવાર ડો. અબ્દુલ સલામને મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ IAS અને મોદીના ભૂતપૂર્વ અંગત સચિવ નૃપેન્દ્ર મિશ્રાના પુત્ર સાકેત મિશ્રાને ઉત્તરપ્રદેશના શ્રાવસ્તીથી ટિકિટ મળી છે. આ યાદીમાં ચાર ભોજપુરી સ્ટાર્સ મનોજ તિવારી, રવિ કિશન, દિનેશ લાલ અને પવન સિંહનો સમાવેશ થાય છે.
ગુજરાતના 15માંથી 10 ઉમેદવાર રિપીટ
ભાજપ દ્વારા ગુજરાતના ઉમેદવારો સહિત દેશમાં પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરાયાં છે, જેમાં ગુજરાતના 15 ઉમેદવારનાં નામ જાહેર કરાયાં છે. એમાં ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહનું નામ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌ પહેલું નામ વારાણસી બેઠક માટે જાહેર કરાયું છે.
પ્રથમ યાદીમાં બે મહિલા ઉમેદવાર અને બે પાટીદાર ઉમેદવારનાં નામ જાહેર કરાયાં છે, જ્યારે સતત ભરૂચ લોકસભા બેઠક પર સતત સાતમીવાર ઉમેદવાર બનાવાયા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી માંડવિયા અને રૂપાલાને લોકસભા માટે ટિકિટ અપાઈ છે.
BJPની પ્રથમ યાદી 3 પૂર્વ CM સહિત મુસ્લિમ ઉમેદવારને ટિકિટ
ઉમેદવારોની રાજ્યવાર યાદી અહીં જુઓ:
10 માર્ચ સુધીમાં 50% બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની યોજના
સૂત્રોનું માનીએ તો ભાજપ 10 માર્ચ સુધીમાં 50 ટકા લોકસભા બેઠકો માટે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી શકે છે. પાર્ટીએ 2019ની ચૂંટણીમાં પણ આવું જ કર્યું હતું. છેલ્લી વખત, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતનાં થોડાં અઠવાડિયાં પહેલાં ભાજપે 21 માર્ચે 164 બેઠકો માટે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી હતી.