મુંબઈ8 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોમ્બે હાઈકોર્ટે યૌન ઉત્પીડનના એક કેસમાં તાંત્રિક વિરુદ્ધ ચુકાદો આપતા કહ્યું કે લોકો પોતાની સમસ્યાઓ લઈને તાંત્રિકો અને બાબાઓ પાસે જાય છે. આ આપણી કમનસીબી છે. તાંત્રિક ઉપાયોના નામે લોકોનું શોષણ કરે છે.
હાઈકોર્ટે કહ્યું- આ કહેવાતા તાંત્રિકો અને બાબાઓ લોકોની નબળાઈ અને અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવે છે. આ (તાંત્રિક/બાબાઓ) સમસ્યાઓ ઉકેલવાના બહાને માત્ર લોકો પાસેથી પૈસા પડાવતા નથી, પરંતુ પીડિતોની જાતીય સતામણી પણ કરે છે.
બોમ્બે હાઈકોર્ટે છ સગીર છોકરીઓ સાથે યૌન શોષણના દોષિત પુરૂષની સજાને યથાવત રાખતા આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી.
45 વર્ષના યુવકે પોતે તાંત્રિક હોવાનો દાવો કર્યો હતો. તે સારવારના નામે માનસિક વિકલાંગ યુવતીઓનું યૌન શોષણ કરતો હતો. તેમજ સગીરોની સારવારની આડમાં તેમના માતા-પિતા પાસેથી 1.30 કરોડ રૂપિયા લીધા હતા.
તાંત્રિક વિરુદ્ધ 2010માં FIR નોંધવામાં આવી હતી
વર્ષ 2010માં આ કેસમાં FIR નોંધવામાં આવી હતી. સેશન્સ કોર્ટે 2016માં તાંત્રિકને દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. તાંત્રિકે સેશન્સ કોર્ટના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને સજા યથાવત રાખી હતી.
હાઈકોર્ટે કહ્યું- આ અંધશ્રદ્ધાનો વિચિત્ર મામલો છે
હાઈકોર્ટે ગયા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટનો ચુકાદો શનિવારે (2 માર્ચ) બહાર આવ્યો હતો. કોર્ટે આમાં કહ્યું- આ અંધશ્રદ્ધાનો વિચિત્ર મામલો છે. આ એવો કેસ નથી કે જ્યાં સજા ઓછી થવી જોઈએ. તાંત્રિક સામે નક્કર પુરાવા છે અને પીડિતોની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં તેની સજા પણ ગુનાને અનુરૂપ હોવી જોઈએ.