નવી દિલ્હીઅમુક પળો પેહલા
- કૉપી લિંક
દિલ્હીના ભારત મંડપમ ખાતે ગુરુવારે વીર બાળ દિવસના અવસરે વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કારો આપવામાં આવશે. આ વખતે 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં 7 છોકરાઓ અને 10 છોકરીઓનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ 17 બાળકોને એવોર્ડ આપશે. આ એવોર્ડ સાત કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં કલા અને સંસ્કૃતિ, બહાદુરી, ઈનોવેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક કાર્ય, રમતગમત અને પર્યાવરણનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.
કાર્યક્રમમાં 3500 બાળકો ભાગ લેશે પીએ મોદી આ કાર્યક્રમમાં સુપોષિત પંચાયત યોજનાનું ઉદ્ઘાટન પણ કરશે અને માર્ચ પાસ્ટને લાલાઝંડી આપશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી ઉદઘાટન સંબોધન કરશે. વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ અને મહાનુભાવો સહિત લગભગ 3,500 બાળકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર શું છે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1996માં શરૂ કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનારા બાળકોને સન્માનિત કરવાના હેતુથી રાષ્ટ્રીય બાળ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. 1996થી એવોર્ડ મેળવનાર આ બાળકો કર્તવ્ય પથ પર યોજાતી ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લે છે.
કયા બાળકોને આ એવોર્ડ મળે છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે બાળકોને પસંદ કરે છે. જે બાળકોની ઉંમર 5 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી છે. જેઓ ભારતના નાગરિક છે અને દેશમાં રહે છે. તેમને આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2018માં બહાદુરીના ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરનાર બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
એવોર્ડ 7 કેટેગરીમાં આપવામાં આવે છે શરૂઆતમાં આ એવોર્ડ 6 કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, શિક્ષણ, સમાજ સેવા અને રમતગમતનો સમાવેશ થતો હતો. હવે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉમેરો થયો છે.
જો તમે એવોર્ડ જીતશો તો તમને શું મળશે? વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કારના દરેક વિજેતાને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ સાથે એવોર્ડ વિજેતાઓને 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ મળે છે.
2023માં 11 બાળકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 5 થી 18 વર્ષની વયજૂથના બાળકોને આપવામાં આવે છે.
2023માં 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 11 બાળકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ વિજેતાઓમાં બહાદુરી અને સામાજિક કાર્ય કેટેગરીમાં એક બાળક, ઈનોવેશનમાં બે, રમતગમતમાં ત્રણ અને કલા અને સંસ્કૃતિ કેટેગરીમાં ચાર બાળકનો સમાવેશ થાય છે. આ 11 એવોર્ડ વિજેતાઓમાંથી 5 છોકરીઓ અને 6 છોકરાઓ હતા.