લખનૌ19 મિનિટ પેહલા
- કૉપી લિંક
બસપા પ્રમુખ માયાવતી સાથે આકાશ આનંદ લખનઉમાં પાર્ટી કાર્યાલય ખાતે બેઠકમાં પહોંચ્યા હતા.
બસપા સુપ્રીમો માયાવતીએ મોટી જાહેરાત કરી છે. રવિવારે દોઢ કલાક ચાલેલી બેઠક બાદ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. લખનઉમાં બસપા પ્રમુખ માયાવતીએ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો બાદ પદાધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. આકાશ આનંદ પણ પોતાની કારમાં માયાવતી સાથે ઓફિસે પહોંચ્યો હતો. જેમાં 28 રાજ્યોના પદાધિકારીઓએ ભાગ લીધો હતો.
પદાધિકારીઓએ આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈને અત્યાર સુધીની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. બસપાના વડાએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને રાજ્ય સંયોજકો પાસેથી લોકસભાની તૈયારીઓ અંગેનો રિપોર્ટ માંગ્યો હતો.

માયાવતી લોકસભા ચૂંટણી 2024ને લઈને પાર્ટી ઓફિસમાં બેઠક કરી રહી છે. 28 રાજ્યોમાંથી પદાધિકારીઓ આવ્યા છે.
બેઠકમાં પહોંચેલા તેલંગાણા જિલ્લા અધ્યક્ષ અહેમદ અલીએ કહ્યું કે, માયાવતી આજે આગામી લોકસભા ચૂંટણીને લઈને એક બેઠક કરશે. જેમાં આગામી ચૂંટણીમાં ઉમેદવારોની યાદી પણ બસપા પ્રમુખને આપવામાં આવશે. આગળ તેમની સૂચનાઓનું પાલન કરશે.
મધ્યપ્રદેશના દતિયાના એક અધિકારી લોકેન્દ્ર અહિયાવારે જણાવ્યું કે, આ આદેશ BSP ચીફની બેઠકમાં આપવામાં આવશે. તેનું પાલન કરશે. વિધાનસભાની ચૂંટણીમાં સ્થિતિ સારી નહોતી. પરંતુ, લોકસભાની ચૂંટણીમાં સ્થિતિ સુધરશે.
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પર ભાર
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે લખનઉમાં બસપાના વડા દ્વારા આયોજિત આ બેઠક અનેક દૃષ્ટિકોણથી રાજકીય સંદેશ આપવા સમાન છે. બહુજન સમાજ પાર્ટીની તાકાતનો અહેસાસ કરવા માટે રાજ્યની 80 લોકસભા સીટો પર તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને રાજ્યોને લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પર સંપૂર્ણ ભાર મૂકવામાં આવશે.

બેઠકમાં પહોંચેલા કાર્યકરો બસપાના વડાના આદેશનું પાલન કરશે અને આગામી ચૂંટણીમાં જીત નોંધાવશે.
બહુજન સમાજ પાર્ટીનાં સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી પહેલાં માયાવતી પાર્ટીમાં જવાબદારીઓ પણ બદલી શકે છે અને અન્ય રાજ્યોને લઈને મોટા નિર્ણય લઈ શકે છે. બેઠકમાં પક્ષના તમામ રાષ્ટ્રીય અધિકારીઓ અને કાર્યકારી સભ્યો, તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો, ઉપપ્રમુખો, મુખ્ય ઝોન પ્રભારીઓ, ઝોન પ્રભારીઓ, રાજ્યસભાના સભ્યો, તમામ ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો, મંડલ અને ઝોન પ્રભારીઓ, જિલ્લા પ્રમુખો અને બહુજન સ્વયંસેવક દળ જેવા તમામ સંગઠનોના જવાબદાર લોકોને બોલાવવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના દતિયાથી પહોંચેલા અધિકારી લોકેન્દ્ર અહિયાવારે કહ્યું કે બસપાના વડાના નિર્દેશોનું પાલન કરીને અમે આગામી ચૂંટણીમાં જીત નોંધાવીશું.
પાર્ટીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠકમાં ચાર રાજ્યોની તાજેતરની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે પણ રણનીતિ નક્કી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી માટે મજબૂત દાવાવાળા ઉમેદવારોનાં નામો પર પણ ચર્ચા થશે. તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને વિચિત્ર અને રહસ્યમય ગણાવતા BSP સુપ્રીમોએ દેશભરના અધિકારીઓને બેઠક માટે બોલાવ્યા છે.

તેલંગાણાના જિલ્લા અધ્યક્ષે કહ્યું, અમે 15 લોકો સાથે બેઠકમાં ભાગ લેવાના છીએ. બસપા ચીફને આગામી ચૂંટણી અંગેનો રિપોર્ટ સોંપશે.
- હવે મિટિંગની તસવીરો જુઓ

BSPના પદાધિકારીઓ આગામી લોકસભા ચૂંટણીને લઈને માયાવતીને પોતાનો રિપોર્ટ સોંપશે.

આ ફોટો પાર્ટીના પદાધિકારીઓની એન્ટ્રીનો છે.