15 મિનિટ પેહલા
- કૉપી લિંક
શુક્રવારે લોકસભા ચૂંટણીના ફર્સ્ટ ફેઝમાં 21 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 સીટ પર મતદાન થયું. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 68.29 ટકા લોકોએ મતદાન કર્યું. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે બુરખો પહેરીને બે યુવતીઓને મહિલા પોલીસ કર્મચારીએ લાફો માર્યો અને અરેસ્ટ કરી લીધી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલાઓ પાસે બુરફો પહેરાવીને નકલી મતદાન કરાવવામાં આવ્યું છે.
- આ વીડિયોને આ દાવા સાથે X પર અનેક યૂઝર્સે શેર કર્યો. ફ્રંટલ ફોર્સ નામના વેરિફાઇડ યૂઝરે લખ્યું- બુરખાની આડમાં નકલી મતદાન કરતી મહિલાઓ પકડાઈ, આ જ કારણ છે કે વિપક્ષ બુરખો હટાવીને ઓળખ ન કરવા માટે કહી રહ્યું છે.
આ પોસ્ટને અત્યાર સુધી 5 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે, 19 હજારથી વધારે લાઇક અને 5 હજારથી વધારે લોકોએ રીટ્વિટ કરી છે.
પોતાને પીએમ મોદીના સમર્થક બતાવનાર વેરિફાઇડ યૂઝર જિતેન્દ્ર પ્રતાપ સિંહે લખ્યું- સલમા નગમા વગેરેને બુરખો પહેરાવીને નકલી વોટ કરાવવામાં આવે છે. આ વખતે કડકાઈ એટલા માટે છે કે નકલી વોટિંગ માટે આવતી આવી કેટલીય મહિલાઓ પકડાઈ રહી છે. છોકરીઓ સાંભળી લો, નકલી મતદાન માટે બહુ આકરી સજા છે.
પોસ્ટને અત્યાર સુધી 2.5 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. 7 હજારથી વધારે લાઇક અને 3 હજારથી વધારે રીટ્વિટ થઈ ગઈ છે. યૂઝરની પ્રોફાઇલ ચેક કરવા પર અમને જાણકારી મળી કે તેને X પર PM મોદી સહિત 40 હજારથી વધારે લોકો ફોલો કરે છે.
આ દવા અને કેપ્શન સાથે અનુરાગ રાવ નામના એક અન્ય વેરિફાઇડ યૂઝરે પણ વીડિયો શેર કર્યો.
એક યૂઝરે લખ્યું- મહિલા સુરક્ષા કર્મચારીએ શું લાફો માર્યો છે, બુરખો પહેરીને નકલી મતદાન કરવા જઈ રહી હતી.
વાયરલ વીડિયોનું સત્ય… વીડિયોનું સત્ય જાણવા માટે અમે તેના કી-ફ્રેમને ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યા. સર્ચ કરવા પર અમે આ વીડિયો ટ્રોલ ઇન્ડિયન પોલિટિક્સ નામના ફેસબુક પેજ પરથી મળ્યો. વિડિયોની લિંક…
ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલ વીડિયોનો સ્ક્રીનશોટ.
આ વીડિયો ફેસબૂક પેજ પર 15 ફેબ્રુઆરી 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- યૂપી ઇલેક્શન 2022 રામપુરમાં પોલીસે નકલી મતદાન કરવાની કોશિશમાં બુરખો પહેરેલી મહિલાઓને પકડી, માર માર્યો અને પછી અરેસ્ટ કરી લીધી છે
તપાસના બીજા ચરણમાં અમે તેની સાથે જોડાયેલા કી-વર્ડ ગૂગલ પર સર્ચ કર્યા. સર્ચ કરવા પર અમને આ મામલા સાથે જોડાયેલાં અનેક મીડિયા રિપોર્ટ્સ મળ્યા. સમાચારની લિંક…
નવભારતની વેબસાઈટ પર ઉપલબ્ધ સમાચારનો સ્ક્રીન શોટ.
14 ફેબ્રુઆરી 2022નો આ વીડિયો ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાનો છે. જોકે, ઉત્તરપ્રદેશમાં 2022ના રોજ થયેલી લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન દરમિયાન નકલી મતદાન કરતી બુરખા પહેરેલી 2 મહિલાઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બંને મહિલાઓના નામ મુસ્કાન અને રાની જણાવવામાં આવ્યા હતા. પોલીસે તેમના વિરુદ્ધ મામલો નોંધીને તેમને ઘટનાસ્થળેથી જ અરેસ્ટ કરી લીધા હતા. સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સાથે કરવામાં આવી રહેલાં આ દાવા સંપૂર્ણ રીતે ખોટા છે. આ વીડિયો અત્યારનો નહીં પરંતુ ઉત્તર પ્રદેશમાં 2022માં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાનનો છે.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @[email protected] ઇમેલ કરો અને WhatsApp – 9201776050 પર મેસેજ કરો