નવી દિલ્હી8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂઝ એજન્સી ANIના એડિટર-ઈન-ચીફ સ્મિતા પ્રકાશને આપેલા ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે આ વાત કહી.
ગૃહમંત્રી અમિત શાહે નાગરિક સુધારા અધિનિયમ (CAA) પર ચાલી રહેલા રાજકારણ પર વાત કરી. CAAનો વિરોધ કરી રહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અંગે શાહે કહ્યું કે તેઓ શરણાર્થીઓ અને ઘૂસણખોરો વચ્ચેનો તફાવત નથી જાણતા.
ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રીએ કહ્યું, ‘હું મમતા બેનર્જીને અપીલ કરું છું કે રાજકારણ કરવા માટે બીજા ઘણા મુદ્દાઓ છે. મહેરબાની કરીને બાંગ્લાદેશથી આવતા બંગાળી હિન્દુઓનો વિરોધ ન કરો. તમે પણ એક બંગાળી છો.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ CAA લાગુ થવા દેશે નહીં. તેમણે બંગાળના લોકોને નાગરિકતા માટે અરજી ન કરવાની પણ અપીલ કરી હતી. આમ કરવાથી તેઓ ગેરકાયદેસર પ્રવાસીઓની યાદીમાં સામેલ થઈ જશે અને તેમના અધિકારો છીનવી લેવામાં આવશે.

અમિત શાહે કહ્યું- હું મમતા બેનર્જીને અપીલ કરું છું કે રાજકારણ કરવા માટે બીજા ઘણા મુદ્દા છે.
CAA પર શાહના ઇન્ટરવ્યુની મુખ્ય વાતો…
1. હું મમતા બેનર્જીને પડકાર ફેંકુ છું
શાહે કહ્યું, ‘મમતા બેનર્જી રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજકારણ કરી રહી છે અને લોકો તેમને સાથ નહીં આપે. હું મમતા બેનર્જીને પડકાર ફેંકુ છું કે તેઓ જણાવે આ કાયદાનો કયો નિયમ કોઈની નાગરિકતા છીનવી રહ્યો છે. તેઓ માત્ર વોટબેંક માટે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે અંતર અને ડર પેદા કરી રહી છે.
2. કેજરીવાલ રોહિંગ્યા-બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતા?
AAP નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે આ કાયદો શરણાર્થીઓને નાગરિકતા આપશે. આ જોખમી છે. કાયદો અને વ્યવસ્થા ડહોંળાશે. લૂંટ અને ચોરીઓ વધશે. શાહે આ બાબતે કહ્યું, ‘કેજરીવાલને ખબર નથી કે આ લોકો પહેલાથી જ આપણા દેશમાં શરણાર્થી છે. તેઓ ભારતમાં રહે છે. આ એવા લોકો છે જે 2014 પહેલાથી અહીં રહે છે અને આવા લોકોને જ નાગરિકતા મળશે.
અને જો કેજરીવાલને આટલી જ ચિંતા છે તો તે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતા. તમે રોહિંગ્યાનો વિરોધ કેમ નથી કરતા? શું એ લોકો આપણી નોકરી નથી છીનવી લેતા? કેજરીવાલ માત્ર જૈન, બૌદ્ધ અને પારસી લઘુમતીઓની વાત કરી રહ્યા છે. ભાગલા બાદ આ લોકો લાખોની સંપત્તિ છોડીને અહીં આવ્યા હતા. અમે તેમની સમસ્યાઓ કેમ સાંભળીએ નહીં?’
3. કોંગ્રેસે નાગરિકતાનું વચન આપ્યું હતું
શાહે કહ્યું, ‘જે લોકો ભારત આવ્યા છે તેમણે દેશના ભાગલાનો નિર્ણય લીધો ન હતો. આ કોંગ્રેસનો નિર્ણય હતો. કોંગ્રેસે તે લોકોને નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું. હવે તે પોતાના વચનથી ફરી રહી છે.
4. ભારતમાં લઘુમતીઓને ડરવાની જરૂર નથી
AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ CAAને મુસ્લિમ વિરોધી ગણાવ્યો છે. આ મામલે ગૃહમંત્રીએ કહ્યું, ‘આ ભારતીય જનતા પાર્ટીની રાજકીય રમત નથી. આપણા નેતા મોદીજી અને આપણી સરકારની જવાબદારી છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લોકોને સમાન અધિકાર આપે.
આવા લોકો આપણા દેશમાં શરણાર્થીઓની જેમ જીવી રહ્યા છે. આ તેમને તે અધિકારો આપવાનો મુદ્દો છે જે ત્રણ પેઢીઓથી તેમની પાસેથી છીનવાઈ ગયો છે. હાલમાં મેં 41 વખત કહ્યું છે કે ભારતમાં લઘુમતીઓને ચિંતા કરવાની જરૂર નથી. આ કાયદો કોઈની નાગરિકતા છીનવતો નથી.