નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે ગૃહ મંત્રાલયે વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓ પાસે નાગરિકતા માટે આવેદન માગવામાં આવ્યાં છે.
કેન્દ્રએ સોમવાર (11 માર્ચ)ના રોજ CAAનું નોટિફિકેશન જાહેર કર્યું હતું, સાથે જ આ કાનૂન દેશભરમાં લાગુ થઈ ગયું છે. CAAને હિન્દીમાં નાગરિકતા સંશોધન કાનૂન કહેવામાં આવે છે, જે હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે.
બીજી બાજુ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે CAA પર પ્રતિબંધ લગાવવાની માગ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ 2019 અને સિટિઝનશિપ અમેન્ડમેન્ટ રૂલ્સ 2024ની વિવાદાસ્પદ જોગવાઈઓના અમલીકરણ પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી છે.
તમે કેવી રીતે અરજી કરી શકો છો?
CAA હેઠળ નાગરિકતા માટે https://indiancitizenshiponline.nic.in/ પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. આમાં અરજદારે જણાવવાનું રહેશે કે તે કયા વર્ષમાં ભારત આવ્યા હતા. પાસપોર્ટ કે અન્ય યાત્રાના ડોક્યુમેન્ટ્સ ન હોય તોપણ અરજી કરી શકાશે.
4 વર્ષ, 8 એક્સટેન્શન પછી CAA લાગુ
સંસદે 11 ડિસેમ્બર 2019ના રોજ CAAને મંજૂરી આપી હતી. નિયમો 6 મહિનાની અંદર બનાવવા અને અમલમાં મૂકવાના હતા, પરંતુ 4 વર્ષ અને 8 એક્સટેન્શન પછી સરકારે 11 માર્ચ 2024ના રોજ એનું નોટિફિકેશન બહાર પાડ્યું.
જોકે સરકારે નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ ત્રણ દેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવા માટે 2022થી નવ રાજ્યના 31 જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને મંજૂરી આપી હતી, જેમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના 2021-22ના અહેવાલ મુજબ, એપ્રિલ-ડિસેમ્બર 2021માં કુલ 1,414 વિદેશીને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.
અપડેટ્સ
09:36 AM12 માર્ચ 2024
- કૉપી લિંક
શાહે કહ્યું- PMએ શરણાર્થીઓને નાગરિકતા આપીને સન્માન કર્યુ
ગૃહ મંત્રી અમિત શાહે તેલંગાણાના સિંકદરાબાદમાં સોશિયલ મીડિયા વોરિયર્સ મીટમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વોટ બેંકની રાજનીતિના કારણે CAAનો વિરોધ કરતી હતી. અમે કહ્યું હતુ, અમે CAA લાવીશું. લાખો લોકો પોતાનો ધર્મ બચાવવા માટે આ દેશમાં આવશે. PM મોદીએ તેમને નાગરિકતા આપીને તેમને સન્માન આપવાનું કામ કર્યું છે
09:04 AM12 માર્ચ 2024
- કૉપી લિંક
દિલ્હીમાં પાકિસ્તાની રેફ્યૂજીઓએ હોળી મનાવી
09:02 AM12 માર્ચ 2024
- કૉપી લિંક
ઝારખંડ ગવર્નરે કહ્યું- ભારતને અનાથનો દેશ બનાવી શકીએ નહીં, CAA લાગુ કરવો એ સારું પગલું
ઝારખંડના ગવર્નર સીપી રાધાકૃષ્ણએ મંગળવારે કહ્યું કે CAAને લાગુ કરવો એ સારું પગલું છે. આપણે દેશને અનાથોનો દેશ બનાવી શકીએ નહીં, જ્યાં કોઈપણ ક્યારેય પોતાની મરજીથી આવી-જઈ શકે છે. આપણે ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવું પડશે.
08:42 AM12 માર્ચ 2024
- કૉપી લિંક
તમિલનાડુ CMએ કહ્યું- રાજ્યમાં CAA લાગુ નહીં થાય
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મંગળવારે કહ્યું કે રાજ્યમાં CAA લાગુ કરવામાં આવશે નહીં. કેન્દ્રએ 11 માર્ચથી તેને આખા દેશમાં લાગુ કરવાની જાહેરાત કરી છે.
08:31 AM12 માર્ચ 2024
- કૉપી લિંક
30,000 શરણાર્થીઓને મળશે તાત્કાલિક લાભ
ઇન્ટેલિજન્સ બ્યૂરોના રેકોર્ડ પ્રમાણે, CAA લાગુ થવાથી લગભગ 30,000 શરણાર્થીઓને તાત્કાલિક લાભ મળશે. તેમાં 25, 447 હિન્દુ, 5,807 શીખ, 55 ઈસાઈ, 2 બૌદ્ધ અને 2 પારસી સામેલ છે
08:26 AM12 માર્ચ 2024
- કૉપી લિંક
આસામમાં વિદ્યાર્થી સંગઠને CAAની કોપીઓ બાળી
આસામના વિશ્વનાથમાં અસમ જાતીયતાવાદી યુવા છાત્ર પરિષદે CAAની કોપીઓ બાળીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.
08:19 AM12 માર્ચ 2024
- કૉપી લિંક
મમતાએ કહ્યું- આ લોકોના અધિકારોને છીનવી લેવાનો ખેલ છે
CAA લાગુ કરવા પર પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જીએ કહ્યું કે આ લોકોના અધિકારોને છીનવવાનો ખેલ છે.
કેન્દ્રના નોટિફિકેશનમાં CAAના નિયમોને લઇને કોઈ સ્પષ્ટતા નથી. મને તેની કાનૂની માન્યતા પર શંકા છે.
08:17 AM12 માર્ચ 2024
- કૉપી લિંક
પાકિસ્તાન શરણાર્થીએ મનોજ તિવારીને કહ્યું- મોદી ભગવાન રામનો અવતાર
CAA પર નોટિફિકેશન પછી દિલ્હીના મજનૂ કા ટીલા વિસ્તારમાં રહેતા પાકિસ્તાની શરણાર્થીને બીજેપી સાંસદ મનોજ તિવારીએ મુલાકાત કરી. BJP સાંસદે તેમને ઘર આપવાનું આશ્વાસન આપ્યું. એક શરણાર્થીએ કહ્યું- હું મોદીને રામનો અવતાર માનું છું
08:12 AM12 માર્ચ 2024
- કૉપી લિંક
દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી બહાર કડક સુરક્ષા
CAA લાગુ થયા પછી સોમવારે સાંજે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે પછી મંગળવારે યુનિવર્સિટી બહાર દિલ્હી પોલીસ અને RAF તહેનાત કરવામાં આવ્યા છે.