- Gujarati News
- National
- Centre Approves Chandrayaan 5 Mission Moon Mission ISRO Launch Details Update | V Narayanan
બેંગ્લોર14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના અધ્યક્ષ વી નારાયણને રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. ISROના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું- માત્ર ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-5 મિશન માટે મંજૂરી મળી છે. આમાં જાપાન આપણું સાથી બનશે. ચંદ્રયાન-3 મિશનમાં 25 કિલોગ્રામનું રોવર (પ્રજ્ઞાન) હતું, જ્યારે ચંદ્રયાન-5 મિશન ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામનું રોવર લઈ જશે.
ભવિષ્યના પ્રોજેક્ટ અંગે નારાયણને કહ્યું કે 2027 માં લોન્ચ થનારા ચંદ્રયાન-4 મિશનનો હેતુ ચંદ્રની માટીના નમૂનાઓ લાવવાનો છે. ગગનયાન સહિત અનેક મિશન ઉપરાંત અવકાશમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજનાઓ ચાલી રહી છે.

ઇસરો એ 17 ઓગસ્ટ, 2023ના રોજ બપોરે 1:15 વાગ્યે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડર અને રોવરથી અલગ કર્યું.
ચંદ્રયાન-4 મિશનને સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર અવકાશયાન ઉતારવાનો ચંદ્રની માટી અને ખડકોના નમૂના એકત્રિત કરવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે.
આ મિશનનો ખર્ચ 2104 કરોડ રૂપિયા થશે. આ અવકાશયાનમાં પાંચ અલગ અલગ મોડ્યુલ હશે. જ્યારે, 2023માં ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-3 માં ત્રણ મોડ્યુલ હતા – પ્રોપલ્શન મોડ્યુલ (એન્જિન), લેન્ડર અને રોવર.
ચંદ્રયાન-4 ના સ્ટેક 1માં ચંદ્રના નમૂના સંગ્રહ માટે એસેન્ડર મોડ્યુલ અને સપાટી પર ચંદ્રના નમૂના સંગ્રહ માટે ડિસેન્ડર મોડ્યુલ હશે. સ્ટેક 2 માં થ્રસ્ટ માટે પ્રોપલ્શન મોડ્યુલ, નમૂનાને પકડી રાખવા માટે ટ્રાન્સફર મોડ્યુલ અને નમૂનાઓને પૃથ્વી પર પાછા લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલ હશે.
આ મિશનમાં બે અલગ અલગ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. હેવી-લિફ્ટર LVM-3 અને ISROનું વિશ્વસનીય વર્કહોર્સ PSLV અલગ અલગ પેલોડ વહન કરશે.
ચંદ્રયાન-4ના બે મોડ્યુલ ચંદ્રની સપાટી પર જશે ચંદ્રયાન-4 મિશન અનેક તબક્કામાં પૂર્ણ થશે. ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી, બે મોડ્યુલ મુખ્ય અવકાશયાનથી અલગ થઈ જશે અને સપાટી પર ઉતરશે. બંને મોડ્યુલ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરશે.
ત્યારબાદ ચંદ્રની સપાટી પરથી એક મોડ્યુલ લોન્ચ થશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં મુખ્ય અવકાશયાન સાથે જોડાશે. આ નમૂનાઓ પૃથ્વી પર પાછા ફરતા અવકાશયાનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરવા માટે એક રોબોટ તૈયાર કરી રહ્યા છે. વધુ ઊંડાણમાં ખોદકામ કરવાની ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે. નમૂનાઓ એકત્રિત કરવા માટે કન્ટેનર અને ડોકીંગ મિકેનિઝમની ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.
અન્ય ભવિષ્યની યોજનાઓ
- 3 અવકાશયાત્રીઓ અવકાશમાં જશે: 2025માં 3 સભ્યોની એક ટુકડીને ગગનયાનમાં 3 દિવસના મિશન માટે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 400 કિમી ઉપર મોકલવામાં આવશે.
- ભારતીય અવકાશ મથકનું પ્રક્ષેપણ: ભારતના અવકાશ મથકમાં પાંચ મોડ્યુલ હશે. પહેલું મોડ્યુલ 2028 માં લોન્ચ કરવામાં આવશે. આ માટેની ડિઝાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને રિપોર્ટ સરકારને મંજૂરી માટે સુપરત કરવામાં આવ્યો છે. આ સ્ટેશન અવકાશમાં અવકાશયાત્રીઓનું ઘર હશે.
- ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવા: ઇસરો 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલવા પર કામ કરી રહ્યું છે. હાલમાં, અમેરિકા એકમાત્ર એવો દેશ છે જેણે ચંદ્ર પર માણસો મોકલ્યા છે. ચીન 2030 સુધીમાં ચંદ્ર પર પોતાના અવકાશયાત્રીઓને મોકલવા પર પણ કામ કરી રહ્યું છે.
- શુક્ર ઓર્બિટર મિશન: ૧,૨૩૬ કરોડ રૂપિયાનું બજેટ. તે માર્ચ 2028 માં લોન્ચ થવાનું છે. VOM નો મુખ્ય ઉદ્દેશ શુક્ર ગ્રહની સપાટી અને વાતાવરણ તેમજ શુક્ર ગ્રહના વાતાવરણ પર સૂર્યની અસર વિશેની આપણી સમજણ વધારવાનો છે.