નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
દેશના બિહાર-રાજસ્થાન સહિત 14 રાજ્યોમાં હવામાન વિભાગે આજે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર, તેલંગાણા, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશમાં, નર્મદાપુરમ, બેતુલ, નરસિંહપુર અને છિંદવાડા સહિત 36 જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા અને કરા પડવાનું રેડ એલર્ટ છે. ઉત્તરપ્રદેશના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારના 9 જિલ્લામાં આજે હળવા વરસાદની શક્યતા છે.
તેમજ, આગામી બે દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એક તરફ દેશમાં વરસાદી માહોલને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. આ સાથે જ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ભીષણ ગરમીની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે કર્ણાટક અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે.
ગુરુવારે મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું.
આ તરફ, PM મોદીએ ગુરુવારે ઉનાળાની ઋતુ અંગે રિવ્યુ મીટિંગ કરી હતી. જેમાં તેમણે હીટ વેવની સ્થિતિ માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી અને કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું.
રાજ્યોમાં હવામાનની સ્થિતિ…
મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડશે, 36 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફ લાઇન પસાર થવાને કારણે વરસાદ અને કરાની સ્ટ્રોંગ સિસ્ટમ એક્ટિવ છે.
મધ્યપ્રદેશમાં નર્મદાપુરમ, બેતુલ, નરસિંહપુર, છિંદવાડા અને પાંઢુર્ણા સહિત 36 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડવાનું રેડ એલર્ટ છે. તેમજ, વાવાઝોડા અને વરસાદી માહોલ આગામી 4 દિવસ સુધી ચાલુ રહી શકે છે. આ પહેલા ગુરુવારે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ભોપાલમાં મોડી રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થયો હતો. રતલામ, સાગર, છિંદવાડા, ઉજ્જૈન સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. રતલામમાં પણ કરા પડ્યા હતા.
બિહારના 9 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા, 41 ડિગ્રી સાથે સિવાન સૌથી ગરમ રહ્યું હતું
બિહારમાં આગામી ચારથી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
બિહારના કેટલાક જિલ્લાઓને બાદ કરતા બાકીના ભાગોમાં આજે હવામાન શુષ્ક બની રહેશે. આગામી 24 કલાક દરમિયાન આજે 9 જિલ્લામાં હળવો વરસાદ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુરુવારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સિવાનના જીરાદેઈમાં તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. અહીં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
યુપીના 13 જિલ્લામાં વરસાદની સંભાવના છે, કરા પડવાની પણ શક્યતા છે
યુપીના 13 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 30 થી 40 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ ઉડશે તેમજ ભારે પવન પણ ફૂંકાશે. કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. જો કે પૂર્વ યુપીમાં આજે વરસાદની કોઈ શક્યતા નથી. પશ્ચિમ યુપીમાં 13 એપ્રિલે વરસાદ માટે રેડ એલર્ટ છે, જ્યારે પૂર્વ યુપીમાં પણ સારો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન રાજ્યના 35 થી વધુ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે.
ઝારખંડમાં આજે વરસાદનું યલો એલર્ટ, ભારે પવન સાથે વીજળી પડવાની શક્યતા
ઝારખંડના પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય ભાગોમાં આજે ઘણી જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે અહીં યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે તાપમાન મહત્તમ 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 21 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ઘણી જગ્યાએ પવનની ગતિ 30 થી 40 કિમીની વચ્ચે રહી શકે છે.
PMએ દેશમાં ભીષણ ગરમી પડવા મામલે રિવ્યુ મીટિંગ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉનાળાની ઋતુ અંગે રિવ્યુ મીટિંગ કરી હતી. આમાં, તેમણે હીટ વેવની સ્થિતિ માટે તૈયારીઓની સમિક્ષા કરા હતી અને કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે તમામ સરકારી સંસ્થાઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું. આ મીટિંગમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ભારતીય હવામાન વિભાગ (IMD)ના અધિકારીઓ અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓએ હાજરી આપી હતી.
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં પીએમ મોદીને એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના વિશે માહિતી આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભીષણ ગરમીની સ્થિતિ વધુ જોવા મળે તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે હાલમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન દરમિયાન કાળઝાળ ગરમી પડી શકે છે. મધ્ય અને પશ્ચિમ દ્વીપકલ્પના વિસ્તારોમાં સ્થિતિ સૌથી ખરાબ હોઈ શકે છે. આ દરમિયાન, 19 એપ્રિલથી દેશમાં સાત તબક્કામાં સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ રહી છે.
PMએ હીટવેવની સ્થિતિ માટે તૈયારીઓની સમિક્ષા કરી અને કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે તમામ સરકારી એજન્સીઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું.