નવી દિલ્હી10 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીમાં જામિયા યુનિવર્સિટી કેમ્પસમાં દિવાળીની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન અથડામણને કારણે કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં મંગળવારે દિવાળીના કાર્યક્રમ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. નજરેજોનારે જણાવ્યું કે અથડામણ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ડીસીપી રવિ કુમાર સિંહે કહ્યું કે દિવાળીના તહેવાર નિમિત્તે યુનિવર્સિટીની કોલેજોમાં રજાઓ પડી રહી છે. આથી મંગળવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓના એક જૂથે સૂત્રોચ્ચાર કર્યા અને હંગામો મચાવ્યો. જેના જવાબમાં બીજા જૂથે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પછી મામલો મારામારી સુધી પહોંચી ગયો. મારામારીની માહિતી મળતાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓને સમજાવ્યા બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા બુધવારે સવારે પણ યુનિવર્સિટીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે જામિયા યુનિવર્સિટી કેમ્પસમાં ધાર્મિક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
નજરેજોનારે કહ્યું- બહારથી આવેલા લોકોએ વિદ્યાર્થિની પર કમેન્ટ કરી એક પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે બહારથી આવેલા કેટલાક લોકોએ વિદ્યાર્થિનીઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે લાત મારીને દીવા તોડી નાખ્યા અને પછી રંગોળી બગાડી નાંખી. વિદ્યાર્થિનીના ડ્રેસ અંગે પણ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
જામિયામાં અલ્લાહ હુ અકબર અને પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા લાગાવ્યા આ દરમિયાન ચોક્કસ સમુદાયના વિદ્યાર્થીઓએ ધાર્મિક નારા લગાવ્યા હતા. 100થી વધુ લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. લોકો અલ્લાહ હુ અકબર અને પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા પણ લગાવી રહ્યા હતી. સૂત્રોચ્ચારથી વાતાવરણ તણાવભર્યુ બની ગયું હતું.
વિદ્યાર્થીઓના આક્ષેપ- યુનિ.પ્રશાસને મૌન સેવ્યું હતું
પીડિત વિદ્યાર્થીઓએ બુધવારે સવારે આરોપ લગાવ્યો કે જ્યારે હંગામો શરૂ થયો ત્યારે યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટર સહિત અનેક અધિકારીઓ હાજર હતા, પરંતુ તેઓએ વિદ્યાર્થીઓને રોક્યા ન હતા. વિદ્યાર્થીઓ ઘાયલ થયા ત્યારે પણ યુનિવર્સિટીએ મૌન સેવ્યું હતું.
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની બહાર આજે સવારે પોલીસ તહેનાત હતી.